કોઈપણ વ્યક્તિની લોન માટે બાહેધરી આપતા પહેલા જાણી લો આ કેટલીક બાબત-Loan Guarantor Rule

Loan Guarantor Rule r: નમસ્કાર મિત્રો, જો તમે કોઈના ગારાંટર( બાહેધરી આપનાર) બનવા જઈ રહ્યા છો તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કેટલીક વાર લોકો કોઈપણ પ્રકારની જાણકારી વગર પોતાના કોઈ મિત્ર અથવા તો સગા સંબંધીના કહેવા પર તેમના ગારાનટર બની જાય છે. અને આમ કરવું એ ખોટી બાબત છે. કોઈપણનો ગારનટર બનવાનો નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ તો ચાલો જાણીએ તેના કયા નિયમો છે.

શું તમામ બેન્ક ગારાનટર પર દબાવ આપે છે ? 

તમને જણાવી દઈએ કે બધી જ બેક ગારાનટર પર દબાવ આપતી નથી. પરંતુ બેંક આવું ત્યારે કરે છે જ્યારે તેમને લાગે છે કે ગેરંટી પર્યાપ્ત રીતે મળી નથી અને તેમને અરજદારના વ્યાજની ચુકવણી પર કોઈ શક હોય છે. મોટી રકમની લોન માટે બાહેધરી આપનાર માણસ હોવો જરૂરી છે.

લેનાર અને બાહેધરી આપનાર | Loan Guarantor

બાહેધરી આપનાર માણસ પણ જે વ્યક્તિ લોન લે છે તેના સમાન કરજદાર ગણવામાં આવે છે. જ્યારે લોન ચૂકવવામાં ડિફોલ્ટ થાય છે ત્યારે બેંક એ સૌપ્રથમ તે લોન લેનારને નોટિસ નીકળે છે અને જો તેમાંથી કોઈ જવાબ મળે નહીં તો પછી તેનો બાહેધરી આપનારને નોટિસ મોકલે છે. મોટાભાગે બેગ લોન લેનાર પાસેથી જ પૈસાની વસૂલ કરે છે પરંતુ જો એમ નહીં થાય તો બાહેધરી આપનાર માણસને પણ ડિફોલ્ટ માટે દોશી જાહેર કરવામાં આવે છે.

ક્રેડિટ સ્કોર પર થતી અસર 

સીબીલ એ બાહેધરી આપનાર માણસનો રેકોર્ડ પણ રાખે છે. તમે જે લોન માટેની ગેરંટી લીધી છે તેને તમે જ તે લોન લીધી છે તેમ માનવામાં આવે છે. અને જો લોન લેનાર વ્યક્તિ તેની ચુકવણી કરતો નથી તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર થાય છે.

Read more-

લોન મેળવવા પડશે મુશ્કેલી

જો તમે કોઈની બાહેધરી ધરો છો તો ભવિષ્યમાં જ્યારે તમારે લોન લેવી હશે તો તેમાં તમને મુશ્કેલી પડી શકે છે. જે લોન લેનાર વ્યક્તિની તમે બાધરી આપો છો જો તે વ્યક્તિ પૈસાની ચુકવણી કરશે નહીં તો તમને લોન મેળવવી મુશ્કેલ થઈ જશે.

બાહેધરી આપનાર બનવા પહેલા શું કરવું  ? 

તે જ વ્યક્તિની બાહેધરી આપી જેને તમે સારી રીતે ઓળખો છો અને તેની આર્થિક સ્થિતિ વિશે તમે જાણો છો અને તે પણ જાણી લેવું કે તેની લોન પહેલા ડિફોલ્ટ થઈ છે કે નહીં. અને જો તમે પહેલેથી જ બાહેધરી આપવા સાથે સંકળાયેલા છો તો તમે લોન લેનાર વ્યક્તિ અને લોન આપનાર બેંક બંને સાથે સંપર્ક રાખો. બાયધરી આપનાર વ્યક્તિને પોતાનો ક્રેડિટ સ્કોર સમય સમય ચેક કરી લેવો જોઈએ. તમે જે વ્યક્તિની બાહેધરી આપી રહ્યા છો તે વ્યક્તિને લોન ઈન્સ્યોરન્સ કવર ખરીદવા વિશે કહો.

શું બાહેધારી આપીને પછી નીકળી શકાય ? 

કોઈપણ બેંક આ બાબતની મંજૂરી ત્યાં સુધી આવતી નથી જ્યાં સુધી લો ને લેનાર વ્યક્તિ કોઈ બીજો બાહેધારી આપનાર માણસ ગોતી ના લે. અને જો બીજો બાંહેધરી આપનાર માણસ મળી જાય તો પણ તે બેંક પર આધાર રાખે છે કે તે તેની મંજૂરી આપશે કે નહીં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment