ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે.

આ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

તેમના મતે, 26 ની આસપાસ, ઓડિશા તરફ નીચા દબાણનો વિકાસ થશે, જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

આ ડીપ ડિપ્રેશન ઓડિશા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના ભાગોથી લઈને પશ્ચિમી ભાગો સુધી દેખાશે.

જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 26મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.