Assistant Loco Pilot Recruitment 2024: રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટના 5696 પદો પર ભરતીની જાહેરાત,આ રીતે કરો અરજી

Assistant Loco Pilot Recruitment 2024: નમસ્કાર મિત્રો, આર આર બી રેલ્વે સહાયક લોકો પાયલોટ માં ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે અને તેમાં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ લોકો પાયલોટના કુલ 5696 ખાલી પદો પર ભરતી નું આયોજન કરેલ છે. અને આ ખાલી પદોની પૂર્તિ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Assistant Loco Pilot Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ

આસિસ્ટન્ટ લોકો પાયલોટ માં જે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ અરજી કરવાની શરૂઆત 20 જાન્યુઆરી 2024 થી કરવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે ઉમેદવારે આ સમય મર્યાદા અને ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી વય મર્યાદા | Age limit

રેલવે સહાયક આસિસ્ટન્ટ લોકો પાયલોટ ના પદો પર અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉમર 18 વર્ષ રાખવામાં આવેલી છે અને તેની મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારના ઉંમરની ગણતરી એક જુલાઈ 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

Railway group C and D recruitment 2024: રેલવે ગ્રુપ સી અને ડી પર ભરતીની જાહેરાત

Assistant Loco Pilot Recruitment 2024 અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલ છે.

જનરલ,ઓબીસી તેમજ ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી ₹500 રાખવામાં આવેલી છે.
એસી,એસટી l,એક્સ સર્વિસમેન,એબીસી ટ્રાન્સજેન્ડર તેમજ મહિલાઓ માટે અરજી ફી ₹250 રાખવામાં આવેલ છે.
આ અરજી ફી ની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

Vodafone Company Recruitment 2024: વોડાફોન કંપની ભરતી જાહેરાત, જાણો દસ્તાવેજ, વય મર્યાદા, અને અરજી પ્રક્રીયા

રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને તેની સાથે આઈટીઆઈ ડિપ્લોમા પણ કરેલું હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું ધોરણ તેમજ આઈ.ટી.આઈ પાસ કરેલું હોય તેવો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર જઈ નોટિફિકેશનના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઇન ના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • તમારા જાતિ વર્ગ પ્રમાણે અરજી ફી ભરો.
  • આમ અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.

Leave a Comment