Saraswati Sadhana cycle Yojana 2024: સરસ્વતી સાધના સાયકલ યોજના દ્વારા ધોરણ- 9 માં અભ્યાસ કરતી દીકરીઓને મળશે લાભ

Saraswati Sadhana cycle Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણા દેશની કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યની રાજ્ય સરકાર દ્વારા દેશમાં વસતા નાગરિકોના કલ્યાણ માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે તેમજ તેમને લાભ આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવા તેમજ દીકરીઓને લાભ આપવા, અભ્યાસ કરતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને લાભ આપવા, વ્યાપાર કરતા હોય તેમને લાભ આપવા જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે અમે તમને આ લેખ દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના પરિવારો માટે સહાય આપવા સરસ્વતી સાધના સાયકલ યોજના (Saraswati Sadhna cycle Yojana 2024) વિશે માહિતી આપીશું.

સરસ્વતી સાધના સાયકલ યોજના

 ધોરણ 8 મા અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની ધોરણ નવ માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સાયકલની સહાય આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના બીપીએલ યાદીમાં જે કુટુંબની દીકરીઓનું નામ હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

સરસ્વતી સાધના સાયકલ યોજનાનો ઉદ્દેશ્ય

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય એટલે કે નીચલા વર્ગના પરિવારના કુટુંબની દીકરીઓની પ્રગતિ થાય અને તેમને શિક્ષણમાં આગળ વધે તેવો છે. રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના પરિવારની ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીઓને જીવનમાં પ્રગતિ કરે તેવો હેતુ છે.

Read More-

  • Shramik Card Scholarship 2024: શ્રમિક કાર્ડ ધરાવતા હોય તો તમારા બાળકને શિક્ષણ માટે મેળવો રૂપિયા 35,000 ની શિષ્યવૃતિ
  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

કોને મળશે આ યોજનાનો લાભ ? 

  • આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી દીકરી અનુસૂચિત જાતિની હોવી જોઈએ.
  • વર્તમાન સમયમાં ધોરણ નવ માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસ્તી અભ્યાસ કરતી દીકરીઓને આપવામાં આવશે.
  • જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેના માતા પિતાની વાર્ષિક આવક 60 હજારથી વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારમાં રહેતા હોય તો પણ તેના માતા પિતાની કુલ વાર્ષિક આવક રૂપિયા 60,000 થી વધુ હોવી જોઈએ નહીં.

સરસ્વતી સાધના યોજનામાં મળતા લાભ 

  • આ યોજના હેઠળ ધોરણ નવ માં અભ્યાસ કરતી દીકરીઓને શાળાએ જવા માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવશે.
  • ધોરણ આઠ પછી ઘણી દીકરીઓ અભ્યાસ છોડી દે છે અને ઘરના કામ પર લાગી જાય છે આ યોજનાથી તેમને અભ્યાસ કરવાનો એક અવસર મળશે.
  • આ યોજના ના કારણે નીચલા વર્ગની દીકરીઓ અભ્યાસ કરવા શાળાએ જશે જેના કારણે રાજ્યમાં શિક્ષણનો દર વધશે.
  • આ યોજનાનો લાભ મેળવ્યા બાદ દીકરીઓનો આત્મવિશ્વાસમાં વધારો થશે.

જરૂરી દસ્તાવેજ

  • વિદ્યાર્થીનીનો જાતિનો દાખલો
  • માતા પિતાના વાર્ષિક આવક નો દાખલો
  • લાભાર્થી દીકરી ધોરણ નવ માં અભ્યાસ કરે છે એવો પુરાવો
  • સ્કૂલની ફી ભર્યાની પાવતી

યોજનાનો લાભ મેળવવા માટે સંપર્ક કરો

સરસ્વતી સાધના સાયકલ યોજના નો જે વિદ્યાર્થીની લાભ મેળવવા હોય તો તેને પોતાની શાળામાં જઈ તેમના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. આચાર્યશ્રી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. તેમજ આ યોજનાની વધુ માહિતી માટે જિલ્લા નાયબ નિયામક કચેરીની મુલાકાત લેવી પડશે.

Saraswati Sadhna cycle Yojana 2024- Apply Now 

Read More

  • Namo Laxmi Yojana 2024: ગુજરાત બજેટમાં જાહેરમાં બહાર પાડી નમો લક્ષ્મી યોજના, રાજયની 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ
  • LIC Saral Pension scheme: LICની આ સ્કીમમાં પૈસા જમા કરો, તમને જીવનભર 12,000 રૂપિયાનું પેન્શન મળશે.

Leave a Comment