Business idea: આ નવા ધંધાની શરૂઆત કરો, તમે દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો

Business idea: નમસ્કાર મિત્રો, પહેલાના સમયમાં ખોરાકને સુકવવામાં આવતો હતો. વર્તમાન સમયમાં અત્યારે ખોરાક ને સુકવવાની જૂની પદ્ધતિ ફરીથી અને ઝડપથી લોકપ્રિય બની રહી છે. એવો ખોરાક જે વધારે સમય રાખી શકાય અને સ્વાસ્થ્ય માટે સારો હોય તેમાં સૂકો મેવો ,શાકભાજી અને મસાલા છે. આ બધાનો ઉપયોગ સૂપ અને નુડલ્સ જેવા ખાદ્ય સામગ્રી બનાવવા માટે કરવામાં આવે છે. જેના કારણે ફૂડ પ્રોસેસિંગ એન્ડ પ્રિઝર્વેશનના ક્ષેત્રમાં વ્યાપારીઓ માટે એક નવો બિઝનેસ અવસર આવ્યો છે.

ડી હાઇડ્રેશન બિઝનેસ 

ખોરાકને સુકવવાની પ્રક્રિયામાં અનુકૂળ ગરમી અને હવા આપવાથી તેમાં રહેલું પાણી સુકાઈ અથવા નીકળી જાય છે. આ ખોરાક સામગ્રીને ડીહાઇડ્રેટર નામની મશીનમાં તેની ટ્રે મૂકવામાં આવે છે. આ મશીન સતત હવાના દબાણ સાથે 130 થી 155 ડિગ્રી ફેરનહીટ તાપમાન નિયંત્રિત રાખે છે. તેમાં રહેલી ગરમી તે બોક્સની સપાટી પર પાણી ખેંચી લાવે છે અને હવા તે ભેજને વેન્ટના રસ્તાથી બહાર નીકળે છે. અને તેના કારણે ખોરાક સુકાઈ જાય છે અને ખરા પણ થતું નથી.

વીજળી અને સૂર્ય ઉર્જા બંનેથી ચાલશે મશીન 

ડીહાઇડ્રેટર મશીન વીજળી અને સૂર્ય ઊર્જા બંનેથી ચાલે છે. વીજળીવાળા મશીન હીટર અને પંખા નો ઉપયોગ કરી હવાને તેમાં ફેરવે છે. અને સૌર ઉર્જા થી ચાલતી મશીન ગરમી માટે સૂર્યની ઉર્જા મેળવે છે અને તેમાંનો ભેજ નીકાળવા માટે હવાનો ઉપયોગ કરે છે. એટલા માટે સોરી ઉર્જાથી ચાલતા ડીહાઈડ્રેટર મશીન ગ્રામ્ય વિસ્તારમાં એક સારો ટકાઉ વિકલ્પ બને છે.

સૂકા ખોરાકના ફાયદા 

ખોરાકને સુકવવાથી તેની સ્વાદિષ્ટતા, ગુણવત્તા અને પોષણ જળવાઈ રહે છે અને તેને વધારે સમય સુધી રાખી પણ શકાય છે.

ફેરવવામાં સરળતા: આ ખોરાક હલકો હોય છે અને ઓછી જગ્યા રોકે છે તેથી તેમને ક્યાંક લઈ જવા અને રાખવા માટે સરળતા રહે છે.

પોષણ: તેમાં વિટામિન અને મિનરલ્સ એવા જરૂરી પોષક તત્વો હોય છે.

લાંબુ જીવન: આવા ખોરાકમાં ઓછો ભેજ હોવાને કારણે તે ફ્રીજ વગર પણ લાંબા સમય સુધી તાજા રહે છે.

સ્વાદિષ્ટ: તેનો કુદરતી રંગ અને સ્વાદ બન્યો રહે છે. એટલે કે તે ખરાબ થતું નથી.

થોડો પાણીનો ઉપયોગ: આ સૂકા ખોરાકની ખાતા પહેલા તેમાં થોડું પાણી ઉમેરો તેને ફરીથી જેમ હતું તેમ બનાવી શકાય છે.

ફળ શાકભાજી મસાલા અને અનાજને સારી રીતે સુકવી શકાય છે.

Read More

  • Business idea: તમે તમારા આસપાસના વિસ્તારોમાં આ બિઝનેસથી 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો
  • Business idea Next Generation: આ વ્યવસાયની, ગ્લોબલ માર્કેટમાં પણ છે તેની ઊંચી માંગ, વિકાસ કરવાનો એક અવસર

ડી-હાઇડ્રેશન બિઝનેસની કેટલીક બાબત

ડીહાઈડ્રેટર બનાવવું – તમે પોતાના ઘર અને વ્યાપાર માટે ડીહાઈડ્રેટર બનાવી શકો છો.

સુકવણી કરવાની સેવાઓ- મોટા ડીહાઇડરેટર મશીનથી તમે બીજા વ્યક્તિના ખોરાકને સુકવી શકો છો. ખેડૂતો માર્કેટ અથવા તો ખોરાક બનાવનાર સાથે સંપર્ક કરી શકો છો.

પોતાની બ્રાન્ડ – તમે આ મશીન દ્વારા સૂકો મેવો, શાકભાજી, મસાલા અને રેસીપી પોતાની બ્રાન્ડ બનાવીને વેચી શકો છો.

સુકવણી કેન્દ્ર- નાના ખેડૂતોના સમૂહ મળીને એક સુકવણી કેન્દ્ર બનાવી શકે છે.

ડ્રાય પેટ ફૂડ- તમે પાલતુ પ્રાણીઓ માટે પ્રીમિયમ સુકાયેલા માસ ( meat )અને શાકભાજી ના ટ્રીટ વેચી શકો છો.

ખોરાક બનાવવા ઉપયોગ- રેસીપીસ અને સારું ભોજન બનાવવા માટે સુકાયેલા ટામેટા મશરૂમ અને મરચાં વગેરે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

ડી-હાઇડ્રેશન બિઝનેસ પ્લાનિંગ

  • સારા મશીન ની પસંદગી: પોતાની જરૂરિયાત મુજબ મશીન લો. જો મોટાઓ વ્યાપાર કરવો હોય તો બિઝનેસ મોડલ લો જેમાં વધારે જગ્યા અને ઓટોમેટીક ફીચર્સ હોય.
  • દરેક ખોરાક માટે જુદી રીત – દરેક ખોરાકને સુકવવા માટેની નવી ટેકનીક શીખો, જેના કારણે તેની સુરક્ષા અને ગુણવત્તા જળવાઈ રહે જેના માટે એક સલાહકારની મદદ લો.
  • કોમર્શિયલ કિચન અથવા પેકિંગ સુવિધા- રિટેલ અથવા તો હોલસેલ વેચાણ માટે ખોરાકને પ્રોસેસ કરવો પડશે તેના માટે કમર્શિયલ કિચન અથવા તો પેકિંગ સુવિધા જરૂરી છે.
  • લાયસન્સ અને પરમિટ – જગ્યા અને વેચવા માટેની પ્રોડક્ટ આધારિત આવશ્યક લાયસન્સ અને પરમિટ મેળવો.
  • સ્વચ્છતા : પોતાની જગ્યાની સાફ-સફાઈ રાખો, તેમજ પોતાના કારીગરોને ખોરાકની સુરક્ષા માટે ટ્રેનિંગ આપો.
  • સારી ગુણવત્તા વાળો સામાન – પોતાની બ્રાન્ડ હોય તેવા ઉત્પાદનો માટે તાજા અને સારી ગુણવત્તાવાળા સાધન સામગ્રીની પસંદગી કરો.
  • પેકિંગ – ખોરાકની ચુકવણી કર્યા પછી તેને તાજું રાખવા માટે તેની સારી પેકિંગ કરવી જરૂરી છે.
  • માર્કેટ રિસર્ચ – તમારી કઈ પ્રોડક્ટ વધારે વેચાશે, તેનો ભાવ શું રાખવો અને ક્યાં વેચવી તેના માટે માર્કેટની જાણકારી મેળવો.

Read More

  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana
  • Fadu Business idea 2024: ફક્ત એક નાનકડી મશીનથી રોજના કમાઓ ₹3 થી 4 હજાર

Leave a Comment