New Business idea: ભારતમાં છે આ પ્રોડક્ટની ઘણી માંગ, ઘરે બેઠા શરૂ કરો આનો બિઝનેસ

New Business idea: નમસ્કાર મિત્રો, આજના આધુનિક સમયમાં જો તમે બિઝનેસ કરવા વિશે વિચારી રહ્યા છો, અને એ પણ તમારા ઘરેથી એક નાનકડો નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક છો. અને તમે એ શોધી રહ્યા છો કે કયો વ્યવસાય શરૂ કરવો જોઈએ તો આજનો આ લેખ તમારા માટે છે.

આજના આ લેખમાં અમે એક એવા બિઝનેસ આઈડિયા વિશે ચર્ચા કરીશું જેને તમે સરળતાથી શરૂ કરી શકો છો જેમાં તમને સારું એવું પ્રોફિટ થશે.

નોટબુક બનાવવાનો બિઝનેસ : Business idea

આજના આ લેખમાં અમે એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જે તમને રોજગારી આપશે અને સારી કમાણી કરાવી શકે છે. તે છે નોટબુકનો બિઝનેસ. અત્યારે ભારતમાં શિક્ષણ વધી રહ્યું છે અને તેના કારણે નોટબુક બનાવવાનો બિઝનેસ તમને સારી કમાણી કરી આપી શકે છે.

નોટબુક બનાવવાના બિઝનેસમાં તમને શાળાઓ, કોલેજ અને કંપનીઓ ની જરૂરિયાતો પૂરી કરવાનો એક અવસર આપે છે. તમે આ નોટબુકને પોતાના ખર્ચ ડિઝાઇન અને ક્વોલિટીના આધારે બનાવી શકો છો જેના કારણે તમે પોતાના કસ્ટમરને એક સારી પ્રોડક્ટ આપી શકો છો.

નોટબુક બનાવવાના બિઝનેસમાં ઓછું રોકાણ કરવું પડે છે અને તેનું માર્કેટ હંમેશા બન્યું રહે છે. જેના કારણે તમારા બિઝનેસ આગળ વધવાના ચાન્સ વધી જાય છે. આજના આ ડિજિટલ યુગમાં એક એવા બિઝનેસ માટે જે ઘરેથી શરૂ કરી શકો છો અને તેને વિકાસ કરી આગળ લઈ જઈ શકો છો તેના માટેનો એક આ સારો અવસર છે.

ક્યાંથી મેળવવો નોટબુકનો કાચો માલ 

તમે જાણતા હશો તેમ કોઈ પણ બિઝનેસ કે નાનો વ્યવસાય શરૂ કરવા માટે તમારે તેના કાચા માલની સગવડ કરવી પડે છે. નોટબુક બનાવવા માટે પણ કેટલાક કાચા માલ સાધન સામગ્રીની જરૂર પડશે.

પેપર મેલ અને પસ્તીનું વેચાણ કરતા હોય તેમની પાસેથી એકદમ સસ્તામાં તમને કાગળ મળી જશે અને તેમની પાસે જુદી જુદી ક્વોલિટી વાળા પેપર હોય છે જેની મદદથી તમે સારી નોટબુક બનાવી શકો છો. કાગળની સિવાય તમે તેની ઉપર કરવામાં આવેલ કવરીંગ માટે જુદા જુદા પ્રકારના પેપર નો ઉપયોગ કરી શકો છો જે તમારી નોટબુકને આકર્ષક બનાવે છે.

જેના માટે તમે પેપર સ્ટેશનરી દુકાન અથવા ઓફિસ સપ્લાય માંથી તે સામગ્રી ખરીદી શકો છો અને હાઈ ક્વોલિટી વાળી લેમિનેટસ માટે કંપનીનો સંપર્ક કરી શકો છો. અને તેના માટે તમે વસ્તી વેચાણ કરતા હોય અને બુક બાયડીંગ કરતા હોય તેવા વ્યક્તિઓનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઇન માધ્યમનો પણ ઉપયોગ કરી પોતાના માટે સારા સ્ત્રોત શોધી શકો છો અને પોતાના નોટબુક ના બિઝનેસની શરૂઆત કરી શકો છો.

Read More

  • Business idea: આ નવા ધંધાની શરૂઆત કરો, તમે દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો
  • Business idea: આ નવા ધંધાની શરૂઆત કરો, તમે દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો

તમે બિઝનેસ ની શરૂઆત કરવા માટે બિઝનેસ ઇવેન્ટ અને એક્ઝિબિશનમાં પણ જઈ શકો છો જ્યાં તમે પોતાના ગ્રાહકો અને કાચો માલ નું વેચાણ કરનાર વ્યક્તિઓને સીધો સંપર્ક કરી શકો છો અને પોતાના કામ માટે વાતચીત કરી શકો છો. આ તમામ રીતે તમે પોતાના બિઝનેસની શરૂઆત માટે એક પગલું ભરી શકો છો.

નોટબુકના બિઝનેસમાં કેટલી થશે કમાણી ? 

ભારતીય બજારમાં નોટબુક બનાવવાના બિઝનેસમાં તમને એક સારો અવસર મળે છે જ્યાં તમે સારી કમાણી કરી શકો છો.

આ બિઝનેસ થી તમારું પ્રોફિટ ઘણા બધા કારણો પર આધાર રાખે છે જેમ કે બિઝનેસ ટાઈપ, તમે કેટલું ઉત્પાદન કરો છો ,તમે કેટલા રૂપિયામાં તેનું વેચાણ કરો છો, બજારમાં તમારા ઉત્પાદનની કેટલી માંગ છે અને કેવી રીતે એનું માર્કેટિંગ કરો છો.

બિઝનેસની સ્ટ્રેટેજી, પ્રોડક્શન ટેકનોલોજી, અને માર્કેટમાં તેની માંગ પૂર્ણ કરવા માટે એક મજબૂત બિઝનેસ મોડલ સાથે તમે તમારા વ્યવસાય દ્વારા 10% થી 30 ટકા અથવા તો તેનાથી વધારે પ્રોફિટ માર્જિન લઈ શકો છો. જે બિઝનેસમાં વધુ પ્રોડક્શન, ઓછો ખર્ચ, પ્રોડક્શન ટેકનોલોજી, વોલિટી અને મેનેજમેન્ટ વગેરે પર ફોકસ હોય, તેમાં તમને વધારે પ્રોફિટ મળે છે. જો તમે આ બિઝનેસ ને સારી રીતે ચલાવો છો અને માર્કેટમાં કઈ ખામીઓ છે તે જાણો છો તો આ બિઝનેસ તમારા માટે સક્સેસ સાબિત થઈ શકે છે.

બિઝનેસમાં રાખો આ બાબતોનું ધ્યાન 

નોટબુક ના બિઝનેસની શરૂઆત કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ બિઝનેસની શરૂઆતમાં તમારે ઓછું રોકાણ કરવું પડશે પરંતુ ઉત્પાદનની ક્વોલિટી ઊંચી રાખવી પડશે.

સૌપ્રથમ તમારે ઊંચી ક્વોલિટી ધરાવતા કાગળ અને સારા મૂલ્ય ઉપર તેમને ખરીદવા પડશે. જેના માટે તમારે સૌ પ્રથમ પસ્તીનું વેચાણ કરતા હોય તેવા વ્યક્તિઓને શોધવા પડશે જે તમારા પ્રોડક્ટ માટે એક સારો આઈડિયા આપી શકે.

તેમજ પ્રોડક્શન માટે તમારે સારી રીતે ચાલતી હાઈ ક્વોલીટી ધરાવતી મશીનરી નો ઉપયોગ કરવો પડશે. ઉંચી ગુણવત્તા અને એફિશિયન્સી થી કામ કરતી મશીન તમારા પ્રોડક્શનમાં વધારો કરી શકે છે જેના કારણે તમારા ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે અને જેના કારણે તમને વધારે પ્રોફિટ માર્જિન મળી શકે છે.

Read More

  • આ સ્કીમમાં તમને દર મહિને પૂરા 5000 રૂપિયા મળશે-Pension Yojana 2024
  • Business idea: તે 7000-8000 રૂપિયામાં વેચાય છે, તે તમને 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે.

Leave a Comment