આ બિઝનેસમાં ઘણો પૈસા છે, 2024માં તે ખૂબ જ સફળ થશે-Business idea

Business idea: આપણે જાણીએ છીએ તેમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને તેથી ભારતમાં ખેતી વધારે થાય છે અને તેની સાથે સાથે પશુધન પણ વધારે છે અને તેથી ભારતમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

આપણે જાણીએ છીએ કે ભારતીય નાગરિકો નાગરમાં ડેરી પ્રોડક્ટ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. લોકો દૂધ દહીં છાશ પનીર વગેરે દૂધમાંથી બનાવેલા પ્રોડક્ટસ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે.

આપણા ભારત દેશમાં સ્વાસ્થ્ય માટે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ડેરીના ઉત્પાદનને એટલે કે દૂધમાંથી બનાવેલી વસ્તુઓની મુલ્યવાન માનવામાં આવે છે. તેથી આપણા દેશ ભારતમાં દૂધ ડેરી બિઝનેસ આગળ વધે તેવી સંભાવના છે. કેમકે આપણા દેશમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન થાય છે.

આજે આપણે આ લેખમાં જે બિઝનેસ ની વાત કરીએ છીએ તે છે દૂધ ડેરી બિઝનેસ. તમે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો છો તમારે તેના માટે શું જોઈશે કેટલું રોકાણ થશે અને કેટલો નફો મળશે તેની સમગ્ર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું તેથી આ લેખને અંત સુધી વાંચો.

Read More-

દૂધ ડેરીનો બિઝનેસ 

એક રિપોર્ટ અનુસાર ભારતની ડેરી ઇન્ડસ્ટ્રીમાં પાછળના ચાર વર્ષમાં 7% થી વધારે ની પ્રગતિ થઈ છે. અને તે ગ્લોબલ રીતે 1.7% થી વધારે છે. અને આ જ કારણે 2020 માં ડેરી ઇન્ડસ્ટ્રીઝ ભારતની જીડીપીમાં લગભગ 4.5% ભાગ ભજવ્યો હતો.

તો જો તમે ડેરી બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેની સ્ટ્રેટેજી તેનો પાયો છે તો ચાલો જાણીએ દૂધ ડેરી બિઝનેસ કેવી રીતે કરવો ? 

દૂધ ડેરી બિઝનેસ શરૂ કરવા માટે જરૂરિયાતો

  • જમીન : દૂધ ડેરી બિઝનેસ શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા જમીનની જરૂર પડશે. જમીન વગર તમે આ બિઝનેસ કરી શકતો નહીં.
  • પાણી: આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે યોગ્ય પાણીનો પુરવઠો, પશુઓ માટે પાણી ખેતીમાં પાક અને પશુઓ માટે ઘાસ ઉગાડવા માટે પાણીની જરૂરિયાત પડશે.
  • શેડ: આ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે એક એવી જગ્યા જોઈએ છે જ્યાં પશુઓને રાખી શકાય જેને શેડ કહે છે.
  • ઘાસ: આ બિઝનેસમાં જે પશુઓ રાખો છો તેમને ખવડાવવા માટે ઘાસ જોઈશે. જ્યારે તમે બીજાને શરૂ કરો છો ત્યારે તમારે પશુઓને સારું પોષણ આપવા માટે ઘાસ જોઈશે.
  • મજૂરો: આ બિઝનેસ કરવા માટે તમારે કેટલાક માણસોની જરૂર પડશે કેમકે તમે આ બિઝનેસ ને એકલા કરી શકશો નહીં. પશુઓની દેખભાળ દૂધમાંથી ઉત્પાદન બનાવવા માટે મજૂરોની જરૂર પડશે.

બિઝનેસ માટે જગ્યા ની પસંદગી

દૂધ બિઝનેસ જો સફળ કરવો હોય તો સૌથી મોટું કારણ છે સારી જગ્યા. બિઝનેસ માટેની જગ્યા એવી પસંદ કરો તમને જરૂરિયાતની બધી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે.

જો તમે આ બિઝનેસ ને કોઈ શહેરની નજીકમાં શરૂ કરો છો તો તમને વધારેમાં વધારે ગ્રાહકો મળશે. અને બીજો એ લાભ છે કે શહેરી વિસ્તારમાં તમે તમારા ડેરી પ્રોડક્ટને વધારે કિંમતમાં વેચી શકો છો જેથી તમને સારું પ્રોફિટ થશે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં તમને એટલા ગ્રાહકો મળશે નહીં.

પરંતુ ત્યાં પશુઓને રાખવામાં ઘાસની વ્યવસ્થા કરવામાં અને મજૂરો મેળવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તમે ગામડામાં બિઝનેસ કરીને શહેરમાં પણ દૂધ અને દૂધની પ્રોડક્ટ સપ્લાય કરી શકો છો.

Read More

દૂધ ડેરી બિઝનેસમાં કેટલો ખર્ચ થશે.

આ બિઝનેસ  શરૂ કરતા પહેલા તમારે આ બાબતે વિશે સૌથી પહેલા જાણી લેવું જોઈએ. દૂધની ડેરી નો બિઝનેસ બે રીતે કરી શકો છો તમે બીજા પાસેથી દૂધ ખરીદી ને તેમાંથી દૂધની પ્રોડક્સ બનાવીને એને વેચી શકો છો. અને બીજું તમે જાતે જ દૂધનું ઉત્પાદન કરીને તેમાંથી ડેરીની ચીજ વસ્તુઓ બનાવીને તેનુ વેચાણ કરી શકો છો. અને તેમાં તમારે કમાણી પણ વધારે થશે.

બીજા નંબરનું બિઝનેસ વધારે રોકાણ થી શરૂ થશે પરંતુ તેમાં કમાણી પણ બે ગણી થશે. આ બિઝનેસ કરવા માટે તમારી પાસે 5 થી 6 ગાય, એક સારી જગ્યા, મજૂરો, દૂધ રાખવા માટે કેન, દૂધમાંથી ચીજ વસ્તુઓ બનાવવા  માટે સાધનો ની જરૂરિયાત પડશે.

અને આ બધા માટે તમારે 3 થી  4 લાખ રૂપિયા જોઈશે. અને આજના સમયમાં સરકારી બેન્ક પણ ઓછા વ્યાજ દરે પશુઓ પણ લોન આપે છે. કેટલીક સરકારી બેંકો પશુપાલન માટે રૂપિયા 80 હજાર સુધીની લોન આપે છે.

ડેરી બિઝનેસમાં કેટલી કમાણી થશે

આ એક વધારે કમાણી કરતો બિઝનેસ છે. ડેરી ફાર્મ હાઉસ પર તો એક લીટર દૂધની કિંમત₹58 થી ₹60 ની વચ્ચે હોય છે. એટલે જો તમે છ પશુઓથી રોજનું 120 લિટર દૂધ ઉત્પાદન કરો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

તો તમને ફક્ત દૂધ થી જ ₹7,200 નુ પ્રોફીટ થશે.અને એમાં જો મજુર ની મજુરી, ઘાસ અને બીજા અન્ય ખર્ચા ગણીએ તો રોજનુ ₹4,000 થશે.એટલે તમે રોજનો₹ 3,200 નો ચોખ્ખો નફો મેળવશો.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top