Agriculture land rules: ખેતીની જમીન પર ઘર બનાવી શકાય છે કે નહીં, જાણો બાંધકામ પહેલા કયા નિયમો છે.

Agriculture land rules: નમસ્કાર મિત્રો, જો તમને જાણ ના હોય તો અમે તમને જણાવી દઈએ કે અત્યારે તમારી પાસે ખેતી માટે ઘણી બધી જમીન છે અને તમે એવું વિચારી રહ્યા છો કે હવે તેના પર હું ઘર બનાવીશ પરંતુ આ બાબત એ નિયમો ના વિરુદ્ધ છે. જો તમે તેના પર મકાન બનાવો છો તો તમારે તે તોડવું પડશે. અત્યારે મોટાભાગે એવું બને છે કે મકાન બનાવવા માટે જમીન ના હોય તો નાગરિકો પોતાના ખેતરમાં મકાન, ઘર બનાવે છે. અને જો તમે પણ પોતાનું ઘર બનાવવા માટે આવું કંઈક વિચારી રહ્યા છો તો થોડીવાર થોભી જાઓ અને આજનો આ લેખ વાંચો. 

ખેતીની જમીન સાથે જોડાયેલ એક નિયમ હોય છે કે તમે એક પ્રોસેસ વગર ખેતીની જમીન પર મકાન બનાવી શકતા નથી. અને કેટલાક લોકો અત્યારે ખેતીની જમીન પર પ્લોટ બનાવીને તેને વેચી દે છે. અને જો તમે આવી જમીન ખરીદો છો તો પણ તમને નુકસાન થઈ શકે છે. તો તમારે આવી જમીન સાથે જોડાયેલ નિયમો વિશે જાણી લેવું જોઈએ.

શું હોય છે ખેતીની જમીન ? 

ખેતીની જમીન એટલે એવી જમીન કે જેના પર તમે કોઈપણ પ્રકારના પાક ના ઉત્પાદન માટે તેની વાવણી કરો છો તે ખેતી ની જમીન કહેવામાં આવે છે. મોટાભાગે કૃષિ જમીન ક્ષેત્ર ના ભાગમાં આવેલી જમીન એ સ્થાયી ગૌચર, પાક અને કૃષિ કાર્યો વગેરે માટે ઉપયોગ માટે લેવામાં આવે છે. અને આવી જમીન પર તમારો હાંક હોવા છતાં તમે તેના પર પોતાનું મકાન બનાવી શકતા નથી. અને તેના પર ઘર બનાવવા માટે તમારે સરકાર દ્વારા પરમિશન મેળવવી પડશે.

Read More

  • Toll Collection Rule: હવે ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે, ફાસ્ટેગ ખતમ થશે, જીપીએસથી થશે ટોલ કલેક્શન!
  • Saving account Tax Notice: જો તમારા બચત ખાતામાં આટલા પૈસા જમા છે તો તમારે આવકવેરો ભરવો પડી શકે છે.

કેવી રીતે થાય છે જમીનની ફેર બદલી ? 

ખેતીની જમીનને રહેઠાણની જમીન બનાવવા માટે તમારે કન્વર્ઝન કરાવવું પડે છે. અને આ પ્રક્રિયા કરવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજો ની જરૂર પડે છે. અને આ દસ્તાવેજમાં જમીનની માલિકીનું ઓળખ પત્ર, તેમજ પાકનો રેકોર્ડ માલિકીના હક વગેરેના પુરાવો પણ જરૂરી છે. અને તેની સાથે સર્વે મેપ, લેન્ડ યુટીલાઈઝેશન પ્લાન, લેન્ડ રીવેન્યુ ની પાવતી પણ માંગવામાં આવે છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તે જમીન પર કોઈ રકમની ચૂકવણી થતી હોવી જોઈએ નહીં અને તેના પર કોઈ કેસ પણ ચાલતો હોવો જોઈએ નહીં.

ખેતીની જમીન પર ઘર બનાવવા શું કરવું ? 

જો તમારી પાસે ખેતર છે અને હવે તેના પર તમે ઘર બનાવવા ઈચ્છો છો તો સૌ પ્રથમ તમારે તેનું કન્વર્ઝન કરાવવું પડે છે. અને આ કન્વર્ઝન કરાવ્યા પછી જ તમે પોતાની ખેતીની જમીન પર બનાવી શકો છો. તમે જણાવી દઈએ કે લેન્ડ કન્વર્ઝન નો નિયમ દેશના ફક્ત થોડાક જ રાજ્યોમાં છે. જ્યારે તમે પોતાની ખેતીની જમીનને રહેઠાણની જમીનમાં બદલો છો ત્યારે તમારે કેટલીક ફીની ચૂકવણી કરવી પડે છે. અને મ્યુનિસિપલ કાઉન્સિલ અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત થી એનઓસી મેળવવાની જરૂર પડે છે.

Read More

  • New Rules Feb 2024: 1 ફેબ્રુઆરી 2024 થી લાગૂ થશે આ નવા નિયમો 
  • Important Document Of Property: માત્ર રજીસ્ટ્રેશન કરાવવાથી તમારી મિલકત તમારી બની જશે નહીં, આ દસ્તાવેજ મહત્વપૂર્ણ છે

Leave a Comment