ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ, તેના પછી શિયાળો વધશે? | Ambalal Patel Monsoon Prediction

Ambalal patel monsoon prediction: ગુજરાતમા શિયાળામા પડયું માવઠું. સર્જાયો વરસાદી માહોલ.

ગુજરાતમા વાતાવરણ બદલાતા ચોમાસા જેવો માહોલ થયો. રાજ્યના મોટાભાગમા વરસાદના ઝાપટા પડયા. સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગે કરા પડયા.

ગુજરાતના વાતાવરણ મા ફેરફાર થતા શિયાળામાં થડ્ડી તો લાગતી જ હતી પણ ચોમાસા જેવું વાતાવરણ થયું. દક્ષિણ ગુજરાતનાં વરસાદના કરા પડયા. અમદાવાદમાં સવારે વહેલાથી જ આકાશમાં વાદળો છવયેલાં હતાં. કેટલાંક વિસ્તારોમાં નાના છાંટા સાથે વરસાદ શરૂ થયો.

 હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં ગુજરાતમા ભારે થી અતે ભારે વરસાદની આગાહી.જેમાં આજ સવારથી કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાંકના ઘરે લગ્નપ્રસંગ ચાલતા હતા. તેમની ચિંતા વધી.

 ખેડૂતોના ખેતરમાં જીરું, બટાટા, મગફળી, કપાસ ના પાકમાં નુક્સાન થવાનો ડર વ્યાપ્યો.

દક્ષિણ ગુજરાતનાં સૌરાષ્ટ્રમા કરા સાથે જોરદાર વરસાદ પડ્યો.સૌરાષ્ટ્રના કચ્છ, ગીર – સોમનાથ, ગોંડલ, ઉના, જૂનાગઢ સહીત મોટા વિસ્તારોમાં માવઠું પડયું. છવાયેલા કાળા વાદળ સાથે વરસાદ થતા ખેડૂતોને ખેતીનાં પાકમાં નુક્સાન થવાનો ડર પેદા થયો. ઉતર ગુજરાતનાં વિસ્તારોમાં પણ કેટલાંક ખેડૂતોના ખેતરમાં જુવારનો પાક ઊભો છે.અને કેટલાંક ને ઘઉ જેવા પાકની વાવણી થઈ છે. તેમણે પણ ચિંતા થવા લાગી છે.

ગુજરાતમાં આગાહી પ્રમાણે વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા.

ગુજરાતનું મોટું શહેર અમદાવાદ પણ શિયાળામાં વહેલું સવારથી જ આકાશમાં વાદળો છવાયા તેની સાથે જોરદાર સૂસવાટા મારતો ઠંડો પવન ફૂંકાયો અને વરસાદ પડ્યો. વાદળ છવાતા શિયાળામાં, ચોમાસુ સર્જાયું. જેના લીધે શરદી, ઉધરસ, જેવી બિમારિયો ફેલાવા લાગી. તેથી સૌને વિનતી છે કે શિયાળાની ઋતુમાં વરસાદના પાણીમાં પલળવું નહી.

વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું

અમદાવાદ સહીત, સુરતમાં પણ ઠંડા પવન સાથે વરસાદનું ઝાપટુ પડયું. અમરેલી, બનાસકાંઠા, રાજકોટ, પાટણ, ભાવનગર જેવા વિવિધ જિલ્લાઓમાં માવઠુ થયું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી રાણાજીવાસ સહિત આજુબાજુના કેટલાય ગામોમાં વરસાદ થયો.

કચ્છ જિલ્લાના ભુજ – નખત્રાણા તાલુકામાં ગઈકાલે રાત્રેથી જ વરસાદ ચાલું થઈ ગયો હતો.વીજની અને ઠંડા પવન અને ગાજવીજ સાથે વરસાદનું માવઠું થયુ.

આના કારણે વિવિઘ ગામડાઓમાં વીજ પુરવઠો બંધ કરવામા આવ્યો.

અમદાવાદમાં જિલ્લામાં 1 ઈંચ પડી શકે છે વરસાદ 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સીસ્ટમ સર્જાતા 26 અને 27 નવેમ્બરમાં ગુજરાતમા માવઠું પડવાની આગાહી. તેથી 26 તારીખના બપોરે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરામાં દરિયા કિનારાના વિસ્તારોમાં 3થી 5 ઇંચ વરસાદ સાથે કરા પડયા.ખેડા જિલ્લાના વિસ્તારમા હળવો વરસાદ થયો.

વડોદરા, રાજકોટ, સુરત, ડાંગ, રાજપીપળા માં 4 થી 5 ઇંચ વરસાદ પડવાની શક્યતા.

Leave a Comment