APAAR card: શુ છે આ APAAR card ? આનાથી કેવી રીતે વિદ્યાર્થીઓને લાભ મળશે

APAAR ID: આપણે જાણીએ છીએ તેમ કે ભારત સરકાર દેશમાં રહેતા નાગરિકોને પોતાની ઓળખ બતાવવા માટે કેટલાક દસ્તાવેજો આપે છે. જેમકે આધાર કાર્ડ અને પાનકાર્ડ એવા દસ્તાવેજો છે જે દર્શાવે છે કે તમે ભારતીય નાગરિક છું આ તમારું આઈડી પ્રૂફ છે.

હવે ભારત સરકાર વિદ્યાર્થીઓને તેમની ઓળખ આપવા માટે એક યોજના ચલાવી રહી છે જેમાં તેઓ દસ્તાવેજ તરીકે એક નવું કાર્ડ APAAR કાર્ડ બનાવશે.

આપાર કાર્ડ બનાવવાનું કારણ | APAAR card 

ભારત સરકાર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વિદ્યાર્થીના હિતમાં ઓટોમેટીક પરમાંનેંટ એકેડમીક એકાઉન્ટ રજિસ્ટ્રી માટે કાળજીપૂર્વક કાર્ય કરી રહી છે. આ પ્રક્રિયા શરૂ કર્યા પછી રજીસ્ટ્રેશન વખતે બીજા સભ્યોની મંજૂરી લેવી આવશ્યક રહેશે.

આ આપાર કાર્ડ એટલા માટે બનાવવામાં આવે છે કેમકે સરકાર આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી વખતે અને જ્યારે તેમણે આગળ ભણવું હોય ત્યારે એજ્યુકેશન લોન વ્યક્તિ વખતે કોઈ મુશ્કેલી નહીં પડે અને તેમને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિચાર કરી રહી છે.

ભારતના નાગરિકનું પ્રમાણપત્ર આધાર કાર્ડ હોવા છતાં કેટલીક વખતે લોકોને અવનવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. હવે આ યોજના ના કારણે વિદ્યાર્થીઓને આવી કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સામનો કરવો પડશે નહીં.

Read More-SBI Bank scholarship 2023: SBI બેંક ધોરણ 6 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને આપશે ₹ 10000 ની શિષ્યવૃત્તિ

આપાર કાર્ડ થી વિદ્યાર્થીઓને થશે આ ફાયદા

જણાવી દઈએ કે આ યોજના ના લીધે વિદ્યાર્થીને ઘણી મદદ મળશે અને તેમને હાયર એજ્યુકેશન થી લઈને નોકરી મેળવવા સુધીની તમામ બાબતોમાં ઘણા ફાયદા થશે.

આજના સમયમાં ભારતમાં એવા ઘણા પરિવાર છે જેમાં ભણતા વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન મેળવી શકતા નથી કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે.

અને તેમને પોતાનું શિક્ષણ અધ વચ્ચેથી છોડી દેવું પડે છે. પરંતુ હવે આવા વિદ્યાર્થીઓને આ આકાર કાર્ડના લીધે સારો સિવિલ સ્કોર પ્રાપ્ત થશે. જેના લીધે તેમને લોન પણ આપવામાં આવશે. અને શિક્ષણ મેળવવા માટે આર્થિક મદદ પણ કરવામાં આવશે.

Read More-પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

આ રીતે મળશે વિદ્યાર્થીઓનું આપાર કાર્ડ

  • વિદ્યાર્થીઓને આ આપાર કાર્ડ બનાવવા માટે તેમની પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જરૂરી છે.
  • એના પછી વિદ્યાર્થીઓએ સૌપ્રથમ ડીજીલોકર ઉપર પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે.
  • અને એના પછી ત્યાં ઇ – કેવાયસી કરીને એકાઉન્ટ ચાલુ કરવું પડશે.
  • જોકે વિદ્યાર્થીઓના આ આપારકાર્ડ ને તેમની સ્કૂલ અથવા કોલેજ દ્વારા આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને આ કાર્ડ મેળવવા માટે નોંધણી કરતા પહેલા તેમના પરિવારજનોની સહમતિ લેવી પડશે.
  • માતા પિતાની સહમતી વગર વિદ્યાર્થીઓનું આ આપાર કાર્ડ બનાવી શકાશે નહીં.

Leave a Comment