Business idea Next Generation: આ વ્યવસાયની, ગ્લોબલ માર્કેટમાં પણ છે તેની ઊંચી માંગ, વિકાસ કરવાનો એક અવસર

Business idea: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ભારતમાં કેળાનો પાક વધારે થાય છે અને આપણને કેળા સરળતાથી માર્કેટમાં મળી રહે છે અને સસ્તા ભાવમાં પણ મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે કેળાનો પાવડર બનાવવામાં આવે છે ત્યારે તે કેળું મૂલ્યવાન બની જાય છે.

કેળાનો પાવડર સૂકા અને પીસવામાં આવેલ કેળા માંથી બનાવવામાં આવે છે. આ પાવડરના ઘણા બધા ઉપયોગો છે અને સ્વાસ્થ્ય માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને કારણે ગ્લોબલ માર્કેટમાં પણ તેની માંગ રહે છે.

Business idea Next Generation: કેળા પાવડરનો બિઝનેસ 

કયા પાવડરના ઘણા બધા ઉપયોગો છે જે નીચે મુજબ જણાવેલ છે

  • કોસ્મેટિક પ્રોડક્ટ: ફેસ માસ્ક જેવા કોસ્મેટિક પ્રોડક્ટ પોતાની ત્વચા નાગલો માટે કેળાના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાવડરના કારણે આપણી ત્વચા એક્સફોલિયેટ થાય છે અને મોઇસ્ચરાઈઝ રહે છે.
  • દવાઓ: કેળાના પાવડર નો ઉપયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ વગેરેમાં દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે કેળાના પાવડરમાં વધારે પ્રમાણમાં ફાઇબર અને ખનીજ હોય છે.
  • બાળકો માટે નાસ્તો: કેળાનો પાવડર એ પચવામાં સરળ હોય છે. અને તેમાં વધારે માત્રામાં પોષણ મળે છે જેના કારણે બાળકોના નાસ્તા માટે તેનો ઉપયોગ કરી શકાય છે તે શક્તિવર્ધક છે.
  • નાસ્તો : સવારથી લઈને સાંજ સુધી આ એક સારો નાસ્તાનો સ્ત્રોત છે. કેળાના પાવડર નો ઉપયોગ એક મુખ્ય ઘટક રૂપે કરવામાં આવે છે જે સ્વાદની સાથે સાથે શરીરને પોષણ પણ આપે છે.

Read More

  • Small Business idea: શરૂ કરો ₹ 20,000 ના રોકાણ થી આ બિઝનેસ અને કમાણી થશે  4 થી 5 લાખ 
  • Business idea Future: આ મશીનનું પ્રી-બુકિંગ થઈ રહ્યું છે, વેપારીઓ તેને ખરીદવા માટે હરીફાઈ કરી રહ્યા છે

કેવી રીતે બને છે કેળા પાવડર 

પાકેલા કેળા- ડ્રમ કેળાની જાત સૌથી વધારે પાકે છે.

સુકવવા માટેની મશીન- કેળાની સ્લાઈસ માંથી ભેજ નીકળવા માટે.

પીસવાની મશીન- સમાન પાઉડર બનાવવા માટે આનો ઉપયોગ થાય છે.

પેકેજીંગ સામગ્રી- પાઉચ અથવા બરણીમાં તેને પેક કરવું.

સૌપ્રથમ કેળાને સારી રીતે ધોવામાં આવે છે તેની છાલ નીકાળી દેવામાં આવે છે અને નાના નાના ટુકડા કરવામાં આવે છે. તેમજ આ ટુકડાઓને હવે સુકવવાની મશીનમાં નાખવામાં આવે છે જે એક નિશ્ચિત તાપમાન પર તેમાં રહેલા ભેજને દૂર કરે છે. હવે સુકાઈ ગયેલા ટુકડાઓને ચીકણા પાવડરમાં પીસી દેવામાં આવે છે અને છેલ્લે પેક કરી દેવામાં આવે છે.

ઓછા મશીન અને નાની જગ્યા સાથે કોઈપણ વ્યક્તિ નાના ઉદ્યોગ તરીકે આ કેળા પાવડર બનાવવા નો બિઝનેસ શરૂ કરી શકે છે.

કેટલું છે કેળા પાવડરનું માર્કેટ 

કેળા પાવડરનું ગ્લોબલ માર્કેટ 2022 માં 1.14 બિલિયન ડોલર થી વધીને 2028 સુધી 1.79 બિલિયન ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. જેમાં આપણો ભારત દેશ સૌથી વધારે પ્રોડક્શન કરે છે અને તેમાં મહેનત પણ ઓછી થાય છે.

ચાઇના,અમેરિકા, જર્મની,બેલ્જીયમ, ફ્રાંસ,આયર્લેન્ડ, સાઉદી અરબ, નેધરલેન્ડ વગેરે જેવા દેશો ખેડા ના પાવડરની ઈમ્પોર્ટ કરે છે. આવનારા સમયમાં તેની માંગમાં વધારો થાય તેવી સંભાવના છે.

જાણો આ બિઝનેસની કમાણી 

તેની માંગમાં વધારો છે અને સપ્લાય ઓછી છે જેના કારણે કેળા પાવડરનો બિઝનેસ સારું પ્રોફિટ આપી શકે છે.

  • ઓછો રોકાણ: સીઝન દરમિયાન આપણને સસ્તામાં કેળા મળી આવે છે.
  • વેલ્યુ એડિશન: કાચા ફળને પાવડરમાં બદલવાથી તેના મૂલ્યમાં વધારો થાય છે.
  • નિકાસ કરવાની તક: વિદેશમાં ઉંચી માંગ ના કારણે તેને નિકાસ કરી કમાણી કરી શકાય.
  • પ્રાઇવેટ લેબલ: બ્રાન્ડિંગ અને કસ્ટમ બ્રેકિંગ દ્વારા વધુ લાભ મેળવી શકાય છે.

Read More

  • Business idea: તે 7000-8000 રૂપિયામાં વેચાય છે, તે તમને 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે.
  • Business idea: આવો ધંધો જે ક્યારેય બંધ નહીં થાય, બજારમાં સતત માંગ રહે છે, દર મહિને સારી કમાણી થાય છે

Leave a Comment