Cash Limit at Home: જો તમે આ મર્યાદા કરતાં વધુ રોકડ ઘરમાં રાખો છો, તો તમને આવકવેરાના દરોડાનો સામનો કરવો પડી શકે છે.

 Cash Limit at Home: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં લોકો પોતાની મજૂરોથી કમાવેલી રકમ એ બેન્ક એકાઉન્ટમાં રાખે છે અને તેની સાથે કેટલીક રકમ પોતાના ઘરમાં કેશમાં પણ રાખે છે. જો તમે પણ પોતાના ઘરમાં ઘણી બધી કેસ રકમ રાખો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ કારણકે ઘરમાં પણ રોકડ રકમ રાખવાની એક લિમિટ હોય છે. અને જો તમારા ઘરમાં આ લિમિટ કરતાં વધારે રકમમાં છે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ પડી શકે છે. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે પોતાના ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકો છો.

હોમ કેશ લિમિટ માટે ઈનકમ ટેક્સનો નિયમ

આજનો ડિજીટલ યુગ છે. અને હવે લોકો રોકડ રકમનો ઉપયોગ ઓછો કરે છે. અત્યારે પણ ઘણાં બધાં લોકો પોતાની સવિંગને રોકડમાં જ પોતાનાં ઘરમા રાખે છે. ઘરમાં રહેતી મહિલાઓ પણ પોતાનાં બચતના પૈસા પોતાની પાસે ઘરમાં રાખે છે બેંકમાં રાખતી નથી. અને આવા ઘણા બધા લોકો છે જે બેંક પર વિશ્વાસ રાખતા નથી અને પોતાની રોકડ રકમ ઘરમાં જ રાખે છે. પરંતુ શું ઘરમાં રોકડ રકમ રાખવાની કોઈ લિમિટ ( Cash Limit at Home) હોય છે ? આવો પ્રશ્ન તેમના મનમાં ઉદ્ભવતો હોય છે.

અને આનો જવાબ છે કે કોઈ નિયમ નથી તમે પોતાના ઘરમાં ઈચ્છો તેટલી રોકડ રકમ રાખી શકો છો અને તેના પર કોઈ પ્રતિબંધ રાખવામાં આવેલ નથી. ઇન્કમટેક્સ ના નિયમ મુજબ તમે પોતાના ઘરમાં ઈચ્છો તેટલી રોકડ રકમ રાખી શકો છો. પરંતુ જ્યારે કોઈ આગળ વ્યક્તિ કે જેના ઘરમાં ઘણા બધા પૈસા રોકડ રાખેલા છે તે ઇન્કમટેક્સ વિભાગના અધિકારી ની પૂછપરછ માં આવી જાય તો તેને જણાવવું પડશે કે આ આવકનો સ્ત્રોત કયો છે. અને જો તે વ્યક્તિ પાસે આટલા બધા પૈસા કેવી રીતે છે તેનો સોર્સ કયો છે તેની કોઈ માહિતી નથી તો તેને જરૂરી ડોક્યુમેન્ટ બતાવવા પડશે. અને જો તેના દસ્તાવેજ અને પૈસા કેવી રીતે આટલા બધા ઘરમાં રાખેલા છે તે બરાબર હશે તો તેને ગભરાવાની કોઈ જરૂર નથી.

Read More

  • Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે
  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

રોકડ રકમ સાથે જોડાયેલ આ બાબતોનું રાખો ધ્યાન

તમને જણાવી દઈએ કે બેન્કના નિયમ મુજબ એકવારમાં 50,000 રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા પર અથવા તો તેને ઉપાડવા પણ તમારે પાનકાર્ડ બતાવવું પડે છે. અને કોઈપણ વસ્તુની ખરીદી કરતી વખતે બે લાખ રૂપિયા થી વધારે પેમેન્ટ તમે રોકડ રકમમાં કરી શકતા નથી તેના માટે તમારે પોતાનું આધાર કાર્ડ અને પેનકાર્ડ દસ્તાવેજ રૂપે બતાવવું પડશે. અને જો તમે એક નાણાકીય વર્ષમાં પોતાના બેંક એકાઉન્ટમાં ૨૦ લાખ રૂપિયા થી વધારે ની રકમ ડિપોઝિટ કરો છો તો તમારે તેના માટે પણ આધાર કાર્ડ અને પાનકાર્ડ દસ્તાવેજ તરીકે એ બતાવવું પડશે.

રોકડનો હિસાબ નહીં હોય તો થશે મુશ્કેલી 

જો તમે ઇન્કમટેક્સ વિભાગની પોતાના ઘરમાં રાખેલ રકમનો હિસાબ નથી આપતા તો તમારે મુશ્કેલી થઈ શકે છે. જો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા ઘર પર રેડ પાડવામાં આવે છે અને તમારા ઘરમાંથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળે છે. અને જો તમે તે અધિકારીને ઘરમાં રાખેલ રોકડ રકમ વિશે વધુ માહિતી આપી શકતા નથી તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. બે મુજબ તમારા ઘરમાં થી કેટલી રોકડ રકમ મળશે તેના 137% તમારે ટેક્સ ભરવો પડશે. એટલે કે તમે પોતાના ઘરમાં જેટલી રોકડ રકમ રાખેલી છે તે તો જશે જ પણ તેની ઉપર 37% વધારે તમારે ચુકવણી કરવી પડશે.

Read More

  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?
  • 50000 loan with zero cibil score: ઝીરો સીબીલ સ્કોર હોવા છતાં રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન

Leave a Comment