Rule change From 1 March 2024: બેંક અને આધાર સાથે જોડાયેલા કામ પતાવો જલ્દી, માર્ચ મહિનાથી બદલાશે નિયમો

Rule change From 1 March: નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો, હવે એક દિવસ પછી માર્ચ મહિનો શરૂ થશે અને ફેબ્રુઆરી મહિનો પૂરો થશે. અને આ વર્ષમાં માર્ચ મહિનાથી ઘણા બધા બદલાવો થશે. અને આ બદલાવોની અસર તમારા પૈસા અને તમારી જિંદગી પર પડશે. જો આવનારા માર્ચ મહિનામાં તમારે બેચ સાથે જોડાયેલ કોઈ જરૂરી કામકાજ હોય તો તેને સમયસર પુરુ કરો. કેમકે આવનારા મહિનામાં બેંકોમાં ઘણી બધી રજાઓ છે જેના કારણે કામકાજ નહીં થાય. અને માર્ચ મહિનાથી આધારકાર્ડ સાથે જોડાયેલ એક નિયમમાં પણ બદલાવ કરવામાં આવશે. આ તમામ બાબતો વિશે આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશુ.

માર્ચમાં આટલા દિવસ બેંકમાં રહેશે રજા 

આવનારા માર્ચ મહિનામાં બેંક સાથે જોડાયેલ કોઈ જરૂરી કામ હોય તો તેને પૂરું કરી દો. કેમ કે માર્ચ મહિનામાં કોની સાથે ઘણા બધા તહેવારો આવવાના છે. અને આ તહેવારો ના કારણે માર્ચ મહિનામાં ચૌદ દિવસ સુધી બેંકો બંધ રહેશે. આવનારા માર્ચ મહિનામાં મહાશિવરાત્રી, હોળી, ગુડ ફ્રાઇડે જેવા ઘણા બધા તહેવારો પર બેંક બંધ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર બેંક હોલીડે ની યાદી જાહેર કરવામાં આવે છે. અને માર્ચ મહિનાની યાદી મુજબ 14 દિવસ સુધી બેંકમાં રજા રહેશે.

Read More

  • SBI Bank New update: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ સ્કીમમાં બે વર્ષમાં પૈસા થશે ડબલ
  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?

DA Hike સાથે જોડાયેલ નવી અપડેટ

આવનારા માર્ચ મહિનામાં સરકારી અધિકારીઓ માટે એક મોટા સમાચાર આવી શકે છે. આપણે કેન્દ્રીય સરકાર એ કેન્દ્રીય અધિકારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેવી જાહેરાત કરી શકે છે. એવી આશા છે કે આવનારા માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરશે. અને જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો કુલ મોંઘવારી ભથ્થા 50% થઈ જશે. અને આના કારણે સરકારી અધિકારીઓના પગારમાં વધારો થાય તેવી સંભાવના છે.

કેન્દ્રીય અધિકારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે. મોટાભાગે સરકાર દ્વારા પહેલો વધારો જાન્યુઆરી મહિનામાં અને બીજો વધારો જૂલાઇ મહિનામાં કરવામાં આવે છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા DA પર કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. એવામાં કહી શકાય કે સરકારે લોકસભા ચૂંટણી પહેલા DA માં વધારાની જાહેરાત કરી શકે છે.

આધારકાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 

આજના સમયમાં તારી જગ્યાએ આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે જે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. મોબાઈલ સીમ કાર્ડ લેવાથી લઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવાની તમામ પ્રક્રિયા માટે આધાર કાર્ડ ની જરૂર પડે છે. સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા માટે પણ આધાર કાર્ડ ની જરૂર પડે છે એટલા માટે તમારે પોતાનું આધાર કાર્ડ અપડેટ રાખવું જોઈએ.

તમે ઓનલાઇન માધ્યમમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો જેના માટે તમારે કેટલા પૈસા આપવા પડે છે. પરંતુ હવે તમે UIDAI દ્વારા એકદમ મફતમાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. અને મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ રાખવામાં આવેલી છે. જે લોકોનું આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બન્યું હોય તેવો એકદમ મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે.

શેર માર્કેટમાં બદલાશે આ નિયમ 

શેર બજારનું સૌથી મોટું બજાર એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ નીતિ બેન્ક સાથે જોડાયેલ ડેરીવેટીવ કરારની એક્સપાયરી ને લઈને એક મોટી જાહેરાત કરી છે. અત્યાર સુધી બેગ નીતિના વેરીવેટીવ ટ્રેડની એક્સપાયરી મહિનાના દિવસે થતી હતી. હવે તેનો દિવસ બદલવામાં આવ્યો છે.

હવે આ એક્સપાયરી એ દરેક મહિનાના છેલ્લા બુધવારના દિવસે થશે. અને આ બદલાવવામાં આવેલ નિયમ એ બેંકના તમામ ફ્યુચર એનું ઓપ્શન કોન્ટેક્ટ જેવા કે મંથલી અને કવોટરલી પર લાગુ થશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એ આ બદલાવ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. અને આ બદલાવ એ 1 માર્ચ 2024 ના દિવસથી લાગુ થશે.

Leave a Comment