સરકારે 8માં પગાર પંચ પર આપ્યું મોટું અપડેટ, આ રીતે વધશે પગાર

નમસ્કાર મિત્રો, લોકસભા ચૂંટણી 2024 પહેલા 8મા પગારપંચ ની આશા લઈને બેસી રહેલા તમામ સરકારી કર્મચારી માટે એક નવા સમાચાર બહાર આવ્યા છે. નાણાકીય વિભાગ દ્વારા એવી માહિતી મળી છે કે અત્યાર સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી નથી. એવું જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી રહી છે અને તેના કારણે નાણાકીય મંત્રાલય પર આઠમા પગાર પંચ ને ગઠિત કરવા માટે અને તેને અધીસુચિત કરવા માટે રાજકીય દબાવો આવી રહ્યો છે.

નાણાકીય સચિવ દ્વારા અત્યારે આઠમા પગાર પંચ લાગુ કરવા માટેની યોજના નો ઇનકાર કરવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં જણાવે મુજબ નાણા મંત્રી ટીવી સોમનાથ એ જણાવી છે કે “આઠમો પગાર પંચ લાગુ કરવા સંબંધીત અત્યારે અમે કોઈ યોજના લાવી નથી.”

અત્યાર સુધી તેના વિશે કોઈ નક્કી કરવામાં આવેલી નથી અને આંકડામાં જણાવ્યા મુજબ કેન્દ્રીય અધિકારીઓ અને પેશન ધારકોની કુલ સંખ્યા 50 લાખથી વધારે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા તમામ સરકાર સશસ્ત્ર દળ સરકારી કર્મચારીઓ અને પેશન ધારકોને લાલચ આપવા માટે વેતન આયોગ નો ઉપયોગ કરે છે. કોંગ્રેસની લીડરશીપ ધરાવતી યુનાઇટેડ પ્રોસેસિવ એલાયન્સ એટલે કે UPA એ વર્ષ 2013માં ચૂંટણી પહેલા કેટલાક મહિના પહેલા 7મુ પગારપંચ લાગુ કર્યું હતું.

8મા પગારપંચ ને લાગુ કરવા પર સંસદ એ આપ્યો જવાબ 

તમને જણાવીએ કે નાણાકીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરી સંસદમાં કહ્યું હતું કે અત્યારે 8મા પગારપંચ લાગુ કરવા વિશે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ મૂકવા માટે સરકાર વિચારધારા રાખતી નથી. તેઓ લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા. તેમને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું અત્યારે સરકાર પાસે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં કેન્દ્રીય પગાર પંચ માટે પ્રસ્તાવ માટે કોઈ વિચાર છે ? જેને આગળ જતા એક જાન્યુઆરી 2026 ના દિવસે લાગુ કરી શકાય. તેમણે એવો જવાબ આપ્યો કે અત્યારે આઠમું પગાર પંચ લાગુ થશે નહીં.

આ માધ્યમથી થશે પગારની સમીક્ષા 

નાણા રાજકીય મંત્રી એ પહેલા જણાવ્યું છે કે સાતમા પગાર પંચ મુજબ કેન્દ્રીય અધિકારીઓ અને પેશન ધારકો ને આપવામાં આવેલ પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા માટે એક વધારે પગાર પંચ લાગુ કરવા માટેની અત્યારે કોઈ જરૂરિયાત નથી. પરંતુ તે મેટ્રિક્સ ની સમીક્ષા અને સંશોધન માટે નવી વ્યવસ્થા ઉપર કાર્ય થવું જોઈએ. તેમણે વધારામાં એ પણ કહ્યું કે અત્યારે સરકાર એવી વ્યવસ્થા પર કાર્ય કરી રહી છે જેના કારણે કેન્દ્રીય અધિકારીઓના પગાર તેમના પ્રદર્શન આધારે વધારવામાં આવશે. તેમણે જણાવ્યું કે Aykroyd ફોર્મ્યુલા મુજબ અત્યારે ભથ્થા અને પગારની સમીક્ષા કરી શકાય છે.

અત્યારે જ કેન્દ્રીય અધિકારીઓના નવા મોંઘવારી ભથ્થા નક્કી કરવામાં આવેલ છે. પરંતુ તેની જાહેરાત થવામાં થોડો સમય લાગશે. માર્ચ મહિના સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક વધારે ખુશીના સમાચાર બહાર આવ્યા છે અધિકારીઓના હાઉસ રેન્ડ અલાઉસ  ( HRA) માં પણ વધારો થાય તેવી સંભાવના છે. મોંઘવારી ભથ્થુ 50% નક્કી કરવામાં આવેલ છે અને હવે તેના પછી HRA નો વારો આવ્યો છે. જેમાં 3 ટકાનો વધારો થાય છે તેવી શક્યતા છે.

સરકારે જણાવ્યું ક્યારે વધશે HRA

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગ ના જણાવ્યા મુજબ કેન્દ્રીય અધિકારીઓ માટે હાઉસમાં રિવિઝન એ મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવશે.HRA ની કેટેગરી X, Y અને Z ક્લાસ શહેરો ના હિસાબે કરવામાં આવેલ છે. અને અત્યારે શહેરોની કેટેગરી મુજબ વર્તમાન દર 27%, 18% અને 9 ટકા છે.

અને આ વધારો DA ની સાથે એક જુલાઈ 2021 થી લાગુ કરેલ છે. પરંતુ તમને જણાવીએ કે વર્ષ 2016 માં સરકાર દ્વારા એક મેમોરેડમ બહાર પાડવામાં આવેલ હતું. જેમાં જણાવ્યા મુજબ HRA ને DA Hike ની સાથે સમય સમય પર રિવાઇઝ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. તેના મુજબ વર્ષ 2020 માં મોંઘવારી ભથ્થામાં 25% ના વધારા સાથે HRA પણ રિવિઝન કરવામાં આવ્યું હતું. અને હવે મોંઘવારી ભથ્થામાં 50% વધારો થવા પર HRA માં પણ રિવિઝન થશે.

DA Hike પછી HRA મા થશે વધારો

તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેને મંજૂરી મળશે. અને હવે કેન્દ્રીય અધિકારીઓનું મોંઘવારી ભથ્થું 50% થઈ જશે. જેને એક જાન્યુઆરી 2024 થી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2021 માં મોંઘવારી ભથ્થાના ૨૫ ટકા વધારા સાથે HRA મા 3 ટકાનું રિવિઝન કરવામાં આવ્યું હતું. તે સમયમાં HRA ની અપાર લિમિટ વધારીને 24% થી 27% કરવામાં આવી હતી. અને હવે તે માત્ર ત્રણ ટકાનો વધારો થશે.

કયા ફોર્મ્યુલાના આધારે થશે ગણના ? 

HRA ની ગણતરી કરવાનું એક ફોર્મ્યુલા છે. અત્યારે વર્તમાન સમયમાં કેન્દ્રીય અધિકારીઓના તેઓ જે શહેરમાં રહેતા હોય તેની કેટેગરી મુજબ હાઉસ રેન્ટ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ શહેરોને X, અને Z કેટેગરી એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. જ્યાં સરકાર X કેટેગરીમાં 27%, Y કેટેગરીમાં 18% અને Z કેટેગરીમાં 9 ટકા હાઉસ એન્ડ આપે છે. અને આ હાઉસ રેન્ટ અલાઉસ જે તે કેન્દ્રીય કર્મચારીના સામાન્ય પગારના આધારે નક્કી કરવામાં આવે છે.

કયા શહેર માટે કેટલું હશે HRA

  1. X કેટેગરીના શહેરો માટે

જે કેન્દ્રીય કર્મચારીઓ અમદાવાદ મુંબઈ બેંગલોર દિલ્હી પુણે ચેન્નઈ અને કોલકાતા વગેરે X કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. અને તે કેન્દ્રીય કર્મચારીઓને તેમના સામાન્ય પગારના 27% HRA મળે છે.

  1. Y કેટેગરીના શહેરો માટે 

સહારન પુર, લખનઉ, પટના, વિશાખાપટ્ટનમ, વિજયવાળા,ગોવાહાટી, રાયપુર, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાવ, રાંચી, જમ્મુ,શ્રીનગર, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, જબલપુર, ઉજ્જૈન, નાગપુર, ઔરંગાબાદ, સોલાપુર, નાસિક, અમરાવતી,ભવનેશ્વર, અમૃતસર, ઝાંસી, ગોરખપુર, કાનપુર, આગરા, બિકાનેર વગેરે શહેરોની Y કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. અને આ શહેરોમાં રહેતા કેન્દ્રીય કર્મચારીઓને સામાન્ય પગારના 18% HRA આપવામાં આવે છે.

  1. Z કેટેગરીના શહેરો માટે

આ કેટેગરીમાં એવા શહેરો આવે છે જે X અને Y કેટેગરી થી અલગ શહેરો છે. મે જે કેન્દ્રીય કર્મચારીઓ આ શહેરોમાં વસે છે તેમને સામાન્ય પગારના 9 ટકા HRA આપવામાં આવે છે.

Read More

  • 7th Pay Commission: કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થા પર મોટું અપડેટ
  • DA Hike Latest Update: કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો, જાણો કેલ્ક્યુલેશન સાથેના આંકડા 

Leave a Comment