PRL Recruitment 2024: PRL અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 25,000 થી 81,000

PRL Recruitment 2024: નમસ્કાર મિત્રો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ લેબોરેટરી અમદાવાદમાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ લેબોરેટરીમાં આસિસ્ટન્ટ એન્ડ જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 રાખેલી છે. આજના આ લેખ દ્વારા મેં તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

PRL Recruitment 2024

સંસ્થાભૌતિક સંશોધન પ્રયોગશાળા
પોસ્ટવિવિધ 
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ
પગાર ધોરણરૂપિયા 25,500 થી ₹81,100
અરજી કરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.prl.res.in/ 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 16 જગ્યાઓ ખાલી છે જેમાં આસિસ્ટન્ટની 10 જગ્યાઓ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની 6 જગ્યાઓ માટે ભરતી નું આયોજન કરેલું છે.

શૈક્ષણિક લાયકાત

ભૌતિક સંશોધન પ્રયોગશાળા દ્વારા ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારો અરજી કરવા જતા હોય તો તેમના માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે આ પ્રક્રિયા કરવામાં આવશે.સૌપ્રથમ તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે તેના પછી સ્કિન ટેસ્ટ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદની આ ભરતીમાં પસંદગી થશે તેમને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 25,500 થી લઈ રૂપિયા 81,100 સુધી પગાર ચૂકવવામાં આવશે. આ પગાર ધોરણ એ પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ભૌતિક સંશોધન પ્રયોગશાળા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને હોમ પેજ પર આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

PRL Recruitment – Apply Now 

Read More

  • HDFC Bank data entry operator Recruitment: એચડીએફસી બેન્ક દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે ભરતી ની જાહેરાત
  • Railway Group D Recruitment 2024: ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં 20,719 પદો પર ભરતીની જાહેરાત

Leave a Comment