GSRTC Recruitment Update: જીએસઆરટીસી દ્વારા કુલ 11000 પદો પર ભરતી ની જાહેરાત

GSRTC Recruitment Update: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ તેમ GSRTC એ સમગ્ર ગુજરાત રાજ્યમાં બસ સેવા પૂરી પાડતી મોટી સંસ્થા છે. અને આ વાહન વ્યવહાર નિગમનુ આપણા સમગ્ર ગુજરાત રાજ્યમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે. આપણે જાણીએ છીએ તેમ એસટી વિભાગમાં નવી નવી ભરતી બહાર પડતી હોય છે.

અને આજના આ લેખમાં અમે તમને જણાવીએ કે ગુજરાત રાજ્યમાં રહેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે એક સારા સમાચાર છે. GSRTC દ્વારા વાહન વ્યવહાર વિભાગમાં જુદા જુદા પોસ્ટ પર 11,000 કરતાં વધુ પદ ઉપર ભરતીની આયોજન કરવામાં આવેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને આ વર્ષ 2024 ની મોટી ભરતી વિશે માહિતી આપીશું.

એસ.ટી વિભાગ ભરતી

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આવનારા વર્ષ 2024 માટે એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આપણા વાહન વ્યવહાર મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે એસ.ટી વિભાગની આ ભરતી ની પ્રક્રિયા 2024 પૂર્ણ થવા સુધીમાં કરવામાં આવશે.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર ડ્રાઇવર અને મિકેનિક સાઇડ જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 11000 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

Read More

  • Supervisor Recruitment 2024: સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ લિમિટેડ દ્વારા સુપરવાઇઝર ભરતીની જાહેરાત 
  • Airport authority Recruitment 2024 :એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત 

શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને જણાવીએ કે આગામી સમયમાં એટલે કે વર્ષ 2024 દરમિયાન આપણા રાજ્યમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગમાં જુદા જુદા કુલ 11000 થી વધુ પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. અને જે લોકોએ આઈ.ટી.આઈ નો અભ્યાસ કરેલો હોય અને ટેકનિકલી રીતે પૂર્ણ હોય તેવા ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે આ ભરતીમાં અરજી કરી શકે છે.

વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી એ શુ કહ્યુ ? 

આપણે જાણીએ છીએ તેમ અત્યારે વર્તમાન સમયમાં આપણા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી છે. તેમણે જણાવ્યું કે વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઇવર કંડકટર અને મિકેનિક સહિત જુદા જુદા કર્મચારીઓની ભરતીનું આયોજન કરવામાં આવશે.

વિધાનસભામાં તેમણે જણાવ્યું કે આગામી વર્ષ 2024 દરમિયાન તેના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગમાં કંડકટર ડ્રાઇવર મિકેનિક ની સાથે સાથે જુદા જુદા કુલ 11000 પદો પર ભરતીનું આયોજન કરવામાં આવશે.

તેમણે વિધાનસભામાં એ પણ જણાવ્યું કે ગુજરાત રાજ્ય એસટી નિગમ વિભાગ એ હવે નુકસાનમાંથી. અને આ નફો હવે ગુજરાત રાજ્યમાં મુસાફરોને સારી સેવા આપવા માટે વાપરવામાં આવશે. રિપોર્ટ મુજબ અત્યારે સમગ્ર ભારતમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં રોજે રોજ વધારો થતો જાય છે અને મુસાફરો સરકારી સેવાઓનો લાભ લે છે. તેમણે આંકડો જણાવ્યો કે એસ.ટી.માં પહેલા 25 લાખ મુસાફરો સુવિધા મેળવતા હતા હવે તે વધીને 27 લાખ મુસાફરો એસટી નો ઉપયોગ કરી રહ્યા છે.

Read More

  • GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 
  • Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર

3 thoughts on “GSRTC Recruitment Update: જીએસઆરટીસી દ્વારા કુલ 11000 પદો પર ભરતી ની જાહેરાત”

Leave a Comment