ICMR Recruitment 2024: આઈસીએમઆર ના જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત,4 માર્ચ સુધી કરી શકાશે અરજી

ICMR Recruitment 2024: નમસ્કાર મિત્રો, આઈસીએમઆર દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ સત્તાવાર નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટ ના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જેના માટે અરજી ફોર્મ ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે જેની છેલ્લી તારીખ 4 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. આ ભરતી હેઠળ જુદા જુદા પદો પર ભરતી માટે ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. જેમાં પર્સનલ આસિસ્ટન્ટ ,સ્ટેનોગ્રાફર, અપર ડિવિઝન ક્લાર્ક અને લોવર ડિવિઝન ક્લાર્ક ના પદોનો સમાવેશ થાય છે. અને 17 જાન્યુઆરી 2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે.

આઈસીએમઆર ભરતી વયમર્યાદા

તમને જણાવી દઈએ કે જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે અને તેની મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ચાર માર્ચ 2023 ને આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને ઉભય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

આઈસીએમઆર ભરતી અરજી ફી

આ ભરતી માટે અરજી ફી જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં સામાન્ય વર્ગ અન્ય પછાત વર્ગ અને આર્થિક વૃદ્ધિ નબળા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 300 રાખવામાં આવેલી છે. અને બીજા અન્ય તમામ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે અને આ અરજી ફી ઓનલાઇન માધ્યમમાં ભરવાની રહેશે.

AAI India Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુદા જુદા 130 પદો પર ભરતી ની જાહેરાત

આઈસીએમઆર ભરતી શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદો માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. પર્સનલ આસિસ્ટન્ટ અને અપાર ડિવિઝન ક્લાર્ક માટે ઉમેદવાર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. સ્ટેનોગ્રાફર અને લોવર ડિવિઝન ક્લાર્ક માટે ઉમેદવારે 12મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

આઈસીએમઆર ભરતી પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા, ટાઈપિંગ ટેસ્ટ, તેના પછી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન ના આધારે ઉમેરવાની પસંદગી કરવામાં આવશે.

ICMR Recruitment 2024 અરજી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે તો તેને જણાવીએ કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ, સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો.
  • છેલ્લે અરજી ફોર્મ સંપૂર્ણ પણે ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Leave a Comment