India Safe Bank: RBIએ કહ્યું આ 3 બેંકો સૌથી સુરક્ષિત છે, તમારા પૈસા સૌથી સુરક્ષિત છે

India Safe Bank: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં કોઈપણ નાગરિકને નાણાકીય લેવડ દેવડ કરવા માટે બેંકમાં એકાઉન્ટ હોય છે. અને લોકો પોતાની મહેનતની કમાણીને તે બેન્ક એકાઉન્ટ જમા કરાવે છે જેના કારણે તે સુરક્ષિત રહે અને તેમની જરૂર સમયે કામ આવે. પરંતુ આજે એવું શક્ય નથી કે બેંકમાં રાખેલ તમારા પૈસા એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આજના સમયમાં ઘણી બધી બેંક દેવું થઈ જાય છે અથવા તો તે ડૂબી જાય છે. અને આવા સંજોગોમાં તે બેંકના ખાતા ધારકોને પોતાના પૈસા પાછા મળશે કે નહીં ? અને અત્યારે લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે આપણા દેશમાં એવી કઈ બેંક છે જે એકદમ સુરક્ષિત છે. તેના માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ 3 બેંકોનું નામ જાહેર કર્યું છે. જે કોઈપણ સંજોગોમાં ડૂબી શકતા નથી. આજના આ લેખ દ્વારા અમે તમે તેના વિશે માહિતી આપીશું.

RBI એ કહ્યું આ બેંક છે એકદમ સુરક્ષિત

તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા પાછળના કેટલાક દિવસોમાં આપણા દેશના ત્રણ બેંકને ડોમેસ્ટીક સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંક  ની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને આ બેન્ક એ sbi એચડીએફસી અને icici bank છે જે આપણા દેશની સૌથી મોટી બેન્કિંગ સંસ્થાઓ છે.

જાણો આ બેંકની ખાસિયતો 

બેંક કર્મચારી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ શ્રી અશ્વિની રાણાના કહેવા મુજબ આ ત્રણ બેંકો પાસે સંપત્તિ નો આધાર એટલો મજબૂત છે કે તે કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે છે. અને અત્યારે આપણા દેશની સૌથી મોટી બેંકમાં સમાવેશ થયા પછી આ બેંકો પાસે લોનથી વધારે એસેટ છે. અને તેના પરથી કહી શકાય કે કોઈ પણ પરિસ્થિતિમાં આ બેંક ડૂબશે નહીં. કેમકે જો તેમના લોનમાં પણ ઘટાડો થાય તો તેમના કામકાજમાં કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. આ બેંકોની એનપીએ પણ ઝડપથી ઘટી રહી છે.

આ ત્રણ બેંકની ફસાયેલી લોન ઘણી ઓછી છે. નાણાકીય વર્ષ 2022-23 મજામાં એસબીઆઇ બેન્ક પાસે કુલ 55,16,979 કરોડનું એસેટ છે. જ્યારે આ બેંકની કુલ પોર્ટફોલીયો 32,69,242 કરોડ રૂપિયા છે. અને આ બેંકમાં તેના ગ્રાહકોના કુલ 44,23,778 રૂપિયા જમા છે. અને તેના પરથી જોઈ શકાય કે આ બેંકે પોતાના ગ્રાહકોને જેટલી લોન આપે છે તેના કરતાં બે ગણી વધારે સંપત્તિ છે.

Read More

બેંક ડુબવા પર કેટલા પૈસા મળશે પાછા ? 

અત્યારના સમયમાં ઘણી બધી બેંકમાં ખરાબ જાહેરાતો આવી રહી છે. અને હવામાં ઘણા બધા ગ્રાહકો એ મુશ્કેલીમાં મુકાયા છે. માની લો કે તમે જે બેંકમાં પૈસા જમા કરાવ્યા છે અને કોઈ પરિસ્થિતિના કારણે તે બેંક ડૂબી જાય છે તો તમારા કેટલા પૈસા પાછા મળશે ? એક વર્ષ પહેલા ના નિયમ મુજબ જો કોઈ બેંક ડૂબી જાય છે તો તમને મહત્તમ એક લાખ રૂપિયા પાછા મળે છે.

અને આ નિયમને બદલવા માટે 2021 માં બજેટમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ માં સંશોધનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. અને તેના પછી આ નિયમમાં બદલાવ કરી પાછા મળતા રકમ ₹1,00,000 થી વધારીને પાંચ લાખ કરવામાં આવી.

જોઈએ તો 28 વર્ષ પછી આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ એક સ્કીમ છે જેમાં કોઈ પણ બેંક ફેલ થાય તો તેના પછી તેના ગ્રાહકોને મહત્તમ 5 લાખ રૂપિયા સુરક્ષિત પાછા આપવામાં આવે છે.

કેટલા રૂપિયા મળશે પાછા ? 

DICGC એક્ટ,1961 ની કલમ 16( 1) મુજબ જો કોઈ બેંક ડૂબી જાય છે અથવા તો તેનું દેવું વધી જાય છે તો તે બેંક જમા કરતા ને ચુકવણી કરવા માટે મંજૂરી આપે છે. તેમની જમા રાશિ પર 5 લાખ રૂપિયા સુધીની વીમો રહેશે. જો તમારી એક જ બેંકની ઘણી બધી શાખાઓમાં બેન્ક એકાઉન્ટ ખોલેલી છે તો તમારા દરેક એકાઉન્ટમાં જમા કરેલ રાશિ પર વ્યાજ દર જોડીને ફક્ત 5 લાખ રૂપિયા ને સુરક્ષિત માનવામાં આવશે. જેમાં તમારી મૂડી અને વ્યાજ બંને નો સમાવેશ થશે. એટલે કે જો બંને જોડીને પાંચ લાખ કરતા વધારે થશે તો પણ તમને ફક્ત પાંચ લાખ રૂપિયા જ પાછા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કોઈપણ નવી બેન્ક રજીસ્ટર થાય તે સમયે dicgc તે બેંકને પ્રિન્ટેડ સ્લીપ આપે છે. જેમાં તે બેંકમાં જમા કરાવેલ ડિપોઝીટર્સ ને આપવામાં આવતી ઈન્સ્યોરન્સ વિશે માહિતી આપેલી હોય છે. અને કોઈ ડિપોઝીટરને તે વિશેની વધુ માહિતી મેળવવી હોય તો તે બેંકની બ્રાન્ચમાં જઈ અધિકારી પાસે તે પૂછપરછ કરી શકે છે.

પૈસા ખોટા નંબરમાં ટ્રાન્સફર થાય તો શું થાય ? 

આજના સમયમાં દરેક ગ્રાહકે યુપીઆઈ અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરી રહ્યા છે. અને આ ડિજિટલ પેમેન્ટ માં કેટલીક વાર બીજા ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે અને તેને પાછા મેળવવા ઘણા મુશ્કેલ થઈ જાય છે. અને આવા ટ્રાન્જેક્શન માટે આરબીઆઈ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોય તેવા કેસો નોંધાવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2021 22 માં આવા ખોટા ટ્રાન્જેક્શન માં કુલ 6.01% પૈસા પાછા આવ્યા નથી. આજે મેં તમને જણાવીશું કે જ્યારે કોઈ ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો તેને તમે કેવી રીતે પાછા લઈ શકો છો.

જો કોઈ કારણસર કોઈ ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો સૌપ્રથમ જલ્દીથી તે બેંકનો સંપર્ક કરી તેને જાણ કરો. જેના માટે તમે કસ્ટમર કેર પર ફોન કરી શકો છો. અને ત્યારે બેંક દ્વારા તમારી પાસે જે માહિતી માંગવામાં આવે તે આપો.

જો તમે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરો છો તો થોડાક સમય પછી બેંક પોતે જ તમારા પૈસા તમારા એકાઉન્ટમાં પાછા મોકલી દે છે. તો તમે બેંકમાં જઈને તેના મેનેજર નો સંપર્ક કરી શકો છો અને તેમને કહી શકો છો કે તમારો પૈસો કેટલે અટકી રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top