Vehicle scrapping Rule: વાહન ભંગારને લઈને સરકાર નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે, હવે આટલા વર્ષો પછી સ્ક્રેપ જાહેર થશે,

Vehicle scrapping: નમસ્કાર મિત્રો, શું તમારી પાસે પણ કોઈ ફોરવીલ ગાડી છે. અને તેને ખરીદે ઘણો બધો સમય થઈ ગયો છે. તો આજનો આ લેખ તમારા માટે છે. જણાવી દઈએ કે જુના વાહનોને સ્ક્રેપ કરાવવાના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. અને આવા વાહન ધારકો માટે સારા સમાચાર છે કે સરકાર એવા વાહન માલિકો જે પોતાના જૂના અને પ્રદુષણ ફેલાવતા વાહનોને વેચવાની જગ્યાએ સ્ક્રેપ કરાવે છે તો તેમને ફાયદો આપી શકે છે. જેના માટે અત્યારે સરકાર વર્તમાન સમયમાં ચાલતી સ્ક્રેપપેજ નીતિથી સમીક્ષા કરી રહી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

સરકાર દ્વારા કરવામાં આવે છે પ્રોત્સાહિત 

જાવી દઈએ કે વાહન ધારકો કે જેમના વાહનો ઘણા જૂના છે તેમને સ્ક્રેપિંગ કરવા માટે વધારેમાં વધારે પ્રોત્સાહિત થાય તેના માટે વાહન પરિવહન મંત્રાલય તેમને વધારે લાભ આપવા માટે ચર્ચા કરી રહી છે. કેબિનેટ દ્વારા ટૂંક જ સમયમાં તેને મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબના નિયમ મે મહિના સુધી લાગુ કરવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં વેચાઈ રહ્યા છે જુના વાહનો 

આપણા દેશમાં વર્ષ 2021 માં જાહેર કરેલ સ્ક્રેપ નિયમમાં નિર્માણ કરતા અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રોત્સાહનનો પ્રસ્તાવ હતો. સરકાર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યો છે કે સ્ક્રેપિંગ દ્વારા લગભગ દસ હજાર કરોડ રૂપિયા નું રોકાણ થશે અને તેના કારણે 35,000 નવા રોજગાર બનશે. પરંતુ એવું થઈ શક્યું નથી. જુના વાહનો ધરાવતા માલિકોએ તેમને સ્ક્રેપ કરવાની જગ્યાએ ગ્રામીણ વિસ્તારોમાં વેચવાનું શરૂ કર્યું.

Read More

  • Driving license Renew: જો ડ્રાઇવિંગ લાઇસન્સ ની વેલિડિટી સમાપ્ત થઈ ગઈ છે, તો આ રીતે તમે ઘરે બેસીને રિન્યૂ કરી શકો છો
  • Agriculture land rules: ખેતીની જમીન પર ઘર બનાવી શકાય છે કે નહીં, જાણો બાંધકામ પહેલા કયા નિયમો છે.

વાહન માલિકો રસ ધરાવતા નથી 

વર્તમાન સમયમાં ચાલી રહી નીતિ હેઠળ, જુના વાહન સ્ક્રેપિંગ કરવું હોય તો તેનામાં થતો ખર્ચ એ તે વાહનની એક્સ શો-રૂમ કિંમત કરતા ચાર થી છ ટકા વધી જાય છે. સ્ક્રેપિંગ કર્યા પછી અધિકૃત કેન્દ્ર વાહન માલિકોને તેનું પ્રમાણપત્ર આપે છે. અને તેમના જણાવ્યા મુજબ મોટાભાગના કેન્દ્રોમાં ઉપયોગનું સ્તર ૨૦ ટકાથી નીચે છે. જાણકારી મુજબ ઓછા નાણાકીય લાભ ના કારણે વાહન માલિક સક્રેપિંગ કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા નથી. અને રોજેરોજ વાહનના ફિટનેસ પરીક્ષણ ઓછું થાય છે તે પણ ભારતમાં સ્ક્રેપિંગ નું એક કારણ છે.

આ રીતે થઈ શકે છે તેમને ફાયદો 

રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે નવી યોજના હેઠળ સરકાર અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ બંને ઉપભોક્તાઓ ની પ્રોત્સાહન આપવા માટે રકમ આપી રહી છે. સરકાર દ્વારા આ લાભ આવક છૂટ રૂપે મળી શકે તેવી સંભાવના છે. અને ઓટો મોબાઇલ નું પ્રોડક્શન કરતા હોય તેમની કિંમતમાં છૂટ થાય તેવી સંભાવના છે. જેનું એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે.

આ દેશોમાં નિયમ થયો સફળ 

જાણકારી મુજબ સરકાર એ જર્મની,કેનેડા,બ્રિટન,ચીન, અમેરિકા જેવા દેશોમાં એ વાહનના સ્ક્રેપિંગમાં વધારો કરી રહી છે. આ તમામ દેશોએ જુના વાહનો પર સ્ક્રેપિંગ ને વધારવા માટે સરકાર અને ઓટોમોબાઇલ ડેવલપમેન્ટ બંનેને પ્રોત્સાહિત રકમ ઉપલબ્ધ કરાવી છે.

કયા દેશમાં છે કેટલી છૂટ 

  • અમેરિકા – નવી કાર ખરીદવા પર 3500 થી 4,500 ડોલરની છૂટ મળે છે જે તે વાહનના પ્રકાર પર આધાર રાખે છે.
  • ચીન – દરેકે કાર પર 6000 થી 18000 યુનાનની મદદ મળે છે.
  • જર્મની- નવી કાર ખરીદવા પર 2500 યુંરો ની છૂટ મળે છે.
  • યુકે- સરકાર દ્વારા 1000 પાઉન્ડની છૂટ મળે છે અને ઓટોમોબાઇલ કંપની દ્વારા પણ આટલી જ છૂટ આપવામાં આવે છે.

Read More

  • Bank loan Alert: લોન લેતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો પાછળથી પસ્તાવું પડશે, બેંક એજન્ટો નથી કહેતા આ વાતો
  • Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે

Leave a Comment