New UPI Rules 2024: યુપીઆઈ વપરાશ કરતા આ જાણી લો 10 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો

New UPI Rules 2024: નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમારું સ્વાગત છે. અત્યારના સમયમાં આપણી કેન્દ્ર સરકાર ડિજિટલ પેમેન્ટ/ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે.

અને તેના કારણે સરકાર દ્વારા યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે. અને જેના દ્વારા વ્યક્તિઓના કાર્યો સરળ થઈ ગયા. જો તમે પણ ઓનલાઈન લાગે છે માટે યુપીઆઈ નો ઉપયોગ કરો છો તો આ નવા નિયમો તમારે જાણી લેવા જોઈએ.

New UPI Rules 2024

વર્તમાન સમયમાં RBI અને NPCI એ સંગઠિત થઈને ઓનલાઇન ટ્રાન્જેક્શન ની લિમિટ માં વધારો કરી ₹5 લાખ કરવાનો નિર્ણય લીધો છે.

હવે તમે યુપીઆઈ દ્વારા એક દિવસમાં રૂપિયા 1 લાખ નહીં પરંતુ રૂપિયા 5 લાખની ચુકવણી કરી શકો છો. પરંતુ તેના માટે કેટલાક નવા નિયમોનું પાલન કરવું પડશે જે 10 જાન્યુઆરી 2024 થી લાગુ કરવામાં આવશે.

વર્તમાન સમયમાં ઘણી બધી પેમેન્ટ્સ એપ્લિકેશન અને યુપીઆઈ આઈડી દ્વારા માત્ર ક્ષણિક સમયમાં જ ઓનલાઇન પેમેન્ટ થઈ જાય છે.

અત્યાર સુધીમાં સરકાર દ્વારા એક દિવસમાં ઓનલાઈન ચુકવણીની લિમિટેડ ₹ 1,00,000 રાખવામાં આવેલ હતી. આનાથી વધારે રકમ ની લેવડદેવડ થઈ શકતી ન હતી.

જેના કારણે કેટલાક લોકોને મુશ્કેલી થતી હતી અને તેટલા માટે જ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( NPCI) અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ( RBI ) એ ભેગા મળીને આનું એક ઉકેલ મેળવ્યો.

ઇનએક્ટિવ UPI આઈડી ને કરવામાં આવશે ડિસેબલ 

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ તમામ પેમેન્ટ એપ્લિકેશન ને 31 ડિસેમ્બર 2023 સુધી એક વર્ષથી વધારે સમયમાં ઈનએક્ટિવ યુપીઆઇ આઇડી હોય તેમને ડિસેબલ કરવાનું આદેશ આપ્યો છે.

અને આનો ઉદ્દેશ્ય તેમાં સુરક્ષા વધારવાનો અને જૂની અથવા ઉપયોગમાં ન આવતી હોય તેવી યુપીઆઈ આઈડી સંબંધિત કોઈ ધોકાધરી ના થાય તેવો છે.

નવા નિયમો મુજબ થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ને તે ફોન નંબર સાથે જોડાયેલ યુપીઆઈડીની ઓળખ કરવાની રહેશે કે જેમનો ઉપયોગ પાછળના એક વર્ષમાં પેમેન્ટ અથવા તો કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડમાં થયો નથી.

અને તેવી ઇનએક્ટિવ યુપીઆઈ આઇડી ને બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે સંકળાયેલ મોબાઈલ નંબર દે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમથી કાઢી દેવામાં આવશે.

UPI Lite Limit Hike

યુપીઆઇ લાઇટ વોલેટમાં પણ ટ્રાન્જેક્શનની લિમિટેડ રૂપિયા 200 થી વધારે ને રૂપિયા 500 કરી દેવામાં આવી છે. અને આ પ્રકારનું ટ્રાન્જેક્શન જો ઇન્ટરનેટ કનેક્શન ના હોય તો પણ કરી શકાય છે. અને જો ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવું હોય તો રૂપિયા 2000 સુધી કરી શકાય છે.

interchange fee on UPI merchant payment

નવા નિયમો મુજબ, PPIs માધ્યમથી કરવામાં આવતા રૂપિયા 2000 થી વધારે ના યુપીઆઈ ટ્રાન્જેક્શન પર 1.1% નો ઇન્ટરચેન્જ ચાર્જ 2024 થી શરૂ થશે. યુઝરને પિયર ટુ પિયર ( P2P) અને પિયર ટુ મર્ચન્ટ ( P2M) ટ્રાન્જેક્શન માટે પીપીઆઈના માધ્યમથી કરવામાં આવેલ યુપીઆઈ પેમેન્ટ માટે ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડશે.

P2P ટ્રાન્ઝેક્શન નો અર્થ એ છે કે યુપીઆઈ દ્વારા બે વ્યક્તિઓ અથવા તો પોતાના વ્યક્તિગત એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવી. P2M એ મેથડ છે જેમાં યુઝર ખરીદારી કરવા વ્યાપારીને યુપીઆઈ દ્વારા ચૂકવણી કરે છે.

UPI ઓટોપેમેન્ટ ની સમય મર્યાદામાં વધારો

ભારતીય રિઝર્વ બેંક એ વન ટાઈમ પાસવર્ડ ( OTP) જેવી એક્સ્ટ્રા વેરિફિકેશન પ્રક્રિયા ની આવશ્યકતા વગર કેટલાક ટ્રાન્જેક્શન માટે UPI ઓટો પેમેન્ટ ની સમયરેખામાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

એનો અર્થ એ થાય છે કે ગ્રાહક મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ, અને ક્રેડિટ કાર્ડ લેવા એક લાખ રૂપિયા સુધી ના ઓટો પેમેન્ટ માટે કોઈપણ પ્રકારના OTP વેરિફિકેશન ની જરૂર પડશે નહીં.આના પહેલા રૂપિયા 15,000 ના ઓટોપેમેન્ટ માટે OTP વેરિફિકેશન પ્રક્રિયાની આવશ્યકતા હતી.

Leave a Comment