PPF New update: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ દ્વારા ફક્ત 1% ના વ્યાજ દર પણ મેળવો લોન, જાણો રીત

PPF New update: નમસ્કાર મિત્રો, જ્યારે આપણે પૈસાની જરૂર હોય છે ત્યારે આપણે પોતાના મિત્ર અથવા તો સગા સંબંધી પાસે મદદ માંગીએ છીએ. પરંતુ જ્યારે વધારે પૈસાની જરૂર હોય છે ત્યારે આપણે બેંક દ્વારા લોર્ડ લેવા વિશે વિચારીએ છીએ. પોતાનું વ્યક્તિગત કાર્ય કરવા માટે બેંક દ્વારા પર્સનલ લોન લેવામાં આવે છે. અને આ પર્સનલ લોનમાં વ્યાજ દર વધારે હોય છે. જેના કારણે લોન લેનાર વ્યક્તિ પર વધારે આર્થિક અગવડતા પડે છે.

લોન લેવા સારો વિકલ્પ 

અને આ પર્સનલ લોન ના લેવી હોય તો અમે તમને એક એવો ઓપ્શન જણાવીશું કે જેમાં તમારે ફક્ત 1 ટકા વ્યાજ દર આપવું પડશે અને તેમાં તમે લોન લઈ શકો છો. અને તેની સાથે તમારે આ લોન ચૂકવવા માટે ઓછા હપ્તા નો ઓપ્શન પણ મળી જશે. અને આ ઓપ્શન છે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીપીએફ એકાઉન્ટ જેમાં જમા કરાવેલ રૂપિયા પર સરળતાથી લોન મળી જાય છે.

શું છે આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ( PPF) 

કેન્દ્ર સરકારની એક લાંબા ગાળાની યોજના છે જેને પબ્લિક પ્રોવિડન્ડ ફંડ કહે છે. આ યોજના સાથે સરકારનો એક વિશ્વાસ રહે છે જેના કારણે સુરક્ષિત અને સારો એવો રોકાણનો વિકલ્પ છે. પીપીએફ એકાઉન્ટમાં વર્તમાન સમયમાં સરકાર દ્વારા તેમાં જમા કરાવેલ રકમ પર 7.1% વ્યાજ દર આપવામાં આવે છે. જોકે એપ્રિલ 2020 પછી તેના વ્યાજ દરમાં કોઈપણ બદલાવ કરવામાં આવેલ નથી.

આ જમા કરાવેલ રકમ પર સરળતાથી લોન મળી જાય છે. અને આ લોન મેળવવાની પ્રોસેસ પણ એકદમ સરળ છે. અને તેમાં લોનની રકમ તરત જ બેંકમાં ટ્રાન્સફર થઈ જાય છે.

કેટલું હશે વ્યાજ દર 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ માંથી લોન લેવી એ પર્સનલ લોન કરતાં સસ્તી હોય છે. વર્તમાન સમયમાં પર્સનલ લોન લેવા પર બેન્ડ દ્વારા 10 થી 21 ટકા વ્યાજ દર લેવામાં આવે છે. પરંતુ પીપીએફ લોન પર ફક્ત 1 ટકા જ વ્યાજ દર લેવામાં આવે છે.

કેમકે પીપીએફ એકાઉન્ટમાં જમા પડેલ રકમ પર જે વ્યાજ મળે છે તેનાથી ફક્ત 1 ટકા ઉપર લોન નું વ્યાજદર આપવાનું હોય છે. પરંતુ જો તમે સમયસર વ્યાજ દરની ચુકવણી કરતા નથી તો તમારે છ ટકા વ્યાજ દર આપવું પડશે.

Leave a Comment