PPO Update: જો તમે આ નંબર ભૂલી ગયા છો તો અટકી શકે છે પૈસા, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય.

PPO Update: નમસ્કાર મિત્રો, ઇપીએફ પેન્શન ધારકો માટે એક નવી માહિતી છે. ઇપીએફઓ મેમ્બર્સ હોય તેમના એકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુશન બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે. જેમાં એક ભાગ તેમના ઈપીએફ એકાઉન્ટમાં જાય છે અને બીજો ભાગ તેમના પેન્શન એકાઉન્ટમાં જાય છે. અને જે વ્યક્તિ સતત 1p વર્ષ સુધી કોન્ટ્રીબ્યુશન  કરે છે તે પેન્શન મેળવવા માટે પાત્ર થઈ જાય છે. પરંતુ જણાવી દઈએ કે આ પેન્શન તેમને તેમના રિટાયરમેન્ટ પછી મળે છે. એપીએસ 95 પેન્શન યોજના હેઠળ રિટાયરમેન્ટની ઉંમર 58 વર્ષ છે એટલે કે તે કર્મચારી જ્યારે 58 વર્ષનો થાય છે ત્યારે તે આ પેન્શનનો લાભ લઈ શકે છે.

શુ છે આ PPO નંબર 

જે નાગરિકો પેન્શન યોજના નો લાભ મેળવે છે તેમને ઈપીએફ દ્વારા Pension Payment Order એટલે કે PPO નંબર આપવામાં આવે છે. આ નંબર 12 આંકડા નો હોય છે. જે નાગરિકો પેન્શન નો લાભ મેળવે છે તેમના માટે આ નંબર જરૂરી હોય છે. પરંતુ તમારા દ્વારા કોઈ કારણસર આ નંબર ખોવાઈ ગયો છે તો તમારા ઘણા બધા કામ રોકાઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ પીપીઓ નંબર કેમ આટલો મહત્વપૂર્ણ છે અને તે ખોવાઈ જાય તો તેને ફરીથી કેવી રીતે મેળવવો.

Read More

  • PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા
  • કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન

શા માટે મહત્વપૂર્ણ છે આ PPO નંબર ? 

જો તમે પોતાના પીએફ એકાઉન્ટને એક બેંકમાંથી બીજા બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો તો તમારે તે પ્રક્રિયા માટે પીપીઓ નંબરની જરૂર પડશે. એટલા માટે એ બાબત ધ્યાનમાં રાખો કે તમારી બેન્ક પાસબુક માં PPO નંબર હોય. જો તમારી બેન્ક પાસબુક માં આ નંબર ના હોય તો તમને મુશ્કેલી પડી શકે છે. અને જ્યારે તમે તમારી પેન્શન સંબંધિત કોઈ કમ્પ્લેન કરવા માંગો છો ત્યારે પણ તમારે આ નંબર ની જરૂર પડશે. અને તમારા ઓનલાઇન પેન્શનને એટલે કે તેનું સ્ટેટસ જાણવા પણ પીપીએફ નંબર ની જરૂર પડશે.

મેળવી શકો છો ફરી આ PPO નંબર

જો તમે પેન્શનધારક છો અને કોઈ કારણોસર તમારો પીપીઓ નંબર ખોવાઈ ગયો છે. અથવા તો તમે તેને ભૂલી ગયા છો તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમે તેને બીજી વાર પણ મેળવી શકો છો. નીચે મુજબની પ્રક્રિયા કરીને તમે તેને ફરીથી જનરેટ કરી શકો છો.

  • સૌપ્રથમ ઇપીએફ ની વેબસાઈટ પર જાઓ જેની વેબસાઈટ આ મુજબ છે. www.epfindia.gov.in 
  • અહીં તેના હોમ પેજ પર તમને ઓનલાઈન સર્વિસમાં “pension Portal” નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે “ know Your Pension Status નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમને નવા પેજ પર Knows your PPO No. નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારી ઈપીએફ અથવા તો બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલ પીએફ નંબર ને દાખલ કરી સબમીટ કરો.
  • હવે નવા પેજ પર તમારો PPO નંબર તમને મળી જશે.

Read More

  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?
  • Vridha pension Yojana 2024: વૃદ્ધ નાગરિકોને સરકારની આ યોજના દ્વારા મળશે માસિક રૂપિયા 1000 ની સહાય

Leave a Comment