Bank loan Alert: લોન લેતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો પાછળથી પસ્તાવું પડશે, બેંક એજન્ટો નથી કહેતા આ વાતો

Bank loan alert : નમસ્કાર મિત્રો, આજના આ મોંઘવારીના યુગમાં જ્યારે કોઈ વ્યક્તિને વધારે પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન મેળવતો હોય છે. અને બેંક આ બાબતને સારી રીતે સમજે છે અને તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. પરંતુ હવે આ બાબત તમારા હાથમાં છે તમે તે બેંકને આવું કરતા રોકી શકો છો કે નહીં. પરંતુ તમે તેને ત્યારે જ રોકી શકો છો જ્યારે તમને તેમની દરેક પ્રક્રિયાની ખબર હોય.

એક ઉદાહરણ તરીકે સમજીએ તો, બેંક દ્વારા તમને ફોન આવે છે “ શું તમે પર્સનલ લોન લેવા ઈચ્છો છો ? અમે પોતાના ગ્રાહકો માટે ૯ ટકા ના વ્યાજ દર પર લોન ઓફર કરીએ છીએ”. પરંતુ બેંક દ્વારા પોતાના ગ્રાહકોને મોકલવામાં આવતો આ મેસેજ તેમને ફસાવવાનો એક ઉપાય છે. આવા તમામ પ્રકારના ઉપાય ગ્રાહકને રિલેશનશિપ મેનેજર વગેરે બનાવવા માટે ઉપયોગ કરે છે. બેંક અને નોન બેન્કિંગ કંપનીઓ ના એજન્ટ પોતાના ગ્રાહકોને જૂઠું બોલીને તેમને લોભ આપીને લોન લેવા માટે આકર્ષિત કરે છે.

કેમ ધ્યાન નથી આપતા બેંકના ગ્રાહકો ? 

જયારે લોકો બૅન્ક દ્વારા લોન લેતા હોય છે. ત્યારે તેમણે લીધેલ લોનની રકમ મંજૂર થાય છે. ત્યારે તેઓ એ બાબતની ચિંતા કરે છે કે તેમણે 2 ઇએમઆઇની ચૂકવણી કરવી અત્યારે કઈ મુશ્કેલ લાગતી નથી. અને તેઓ તેની ચિંતા પણ કરતા નથી પરંતુ સાચી વાત એ છે કે આ બે એમાઈ ની ચુકવણી થી લોન નું વ્યાજદર 14% થી વધીને 16.6 ટકા થઈ જાય છે. અને જ્યારે લો ને લેનાર ગ્રાહકો એ બાબતનું તેમને કહેવા જાય છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમારે તેનું ફોર્મ ભરવામાં કઈ ભૂલ થઈ છે. કેટલાક વધારે ડોક્યુમેન્ટની જરૂર પડશે અથવા તો કેટલાક ફીચરની વાત કરશે.

કેટલાક મૌખિક વચનો આપવામાં આવે છે.

જ્યારે બેગ દ્વારા પોતાના ગ્રાહકને વધારે પડતી લોન લેવા માટે આકર્ષિત કરવામાં આવે છે ત્યારે તેમનું કમિશન વધી જાય છે. કાર લોન વગેરેમાં મોટાભાગે આવું થાય છે. જેને ક્યારેય પણ પેપર પર આપવામાં આવતા નથી.

Read More

ઇન્સ્યોરન્સ બાબત પર પણ જૂઠું બોલે છે

જ્યારે તમે લોન લો છો ત્યારે લોન આપનાર એજન્ટ કમિશન દ્વારા પણ કમાણી કરે છે. આ કમિશન એ ઇન્સ્યોરન્સના વેચાણ દ્વારા વધી જાય છે. અને એવામાં હોમ લોન ની સાથે સિંગલ પ્રીમિયમ ટર્મ પ્લાન પણ વધારી દેવામાં આવે છે. આ ઇન્સ્યોરન્સ પોલિસી લો ને લેનારને કવર કરે છે જ્યારે તેમને કંઈક આકસ્મિક થાય છે તો તેવી પરિસ્થિતિમાં તેમના લોનની ચુકવણી કરે છે. તે પ્રીમિયમ ને લોનની રકમ સાથે જોડી દેવામાં આવે છે જેના કારણે ગ્રાહકને તેને પોતાના ખિસ્સામાંથી આપવું પડે નહીં.

તમને જણાવી દઈએ કે હોમ લોન સાથે ઇન્સ્યોરન્સ નું વેચાણ કરવું એ નિયમ વિરુદ્ધ છે. આરબીઆઇ એ બેંકને પોતાના હિતોને સુરક્ષિત કરવા માટે અનુમતિ આપે છે. જેના માટે એસેટ એટલે કે રોકાણ કરનાર અને લોન લેનાર પર જોર આપવામાં આવે છે. પરંતુ આ ઇન્સ્યોરન્સ કોઈપણ જગ્યાએથી ખરીદી શકાય છે. એ બેંક એ બાબત પર જોર આપી શકતી નથી કે ઇન્સ્યોરન્સ તેની પાસેથી જ લેવી જોઈએ જ. અને આ નિયમ વિશે ગ્રાહકને ક્યારેય પણ વાત કરવામાં આવતી નથી.

આ રીતે વધારે છે લોનની રકમ 

વ્યાજદર ને વધારવા માટે એડવાન્સ ઈએમઆઈ પણ એક ઉપાય છે. આ એક સરળ રીત છે જેના કારણે ગ્રાહકને આપનાર ટોટલ લોન ને ઓછી કરી દેવામાં આવે છે. અને આના માટે ગ્રાહકને એડવાન્સમાં 2 ઇએમઆઇ આપવા માટે કહેવામાં આવે છે. 5 લાખ રૂપિયા સુધીની લોન જે 14% ના વ્યાજ દર પર બે વર્ષ માટે આપવામાં આવે છે જેની ઈએમઆઈ 24000 રૂપિયા હોય છે. પરંતુ જો તમે તેની બે ઇએમઆઈ એડવાન્સમાં આપી દો છો તો તમને આપવામાં આવેલી લોન ઓછી થઈને 4.52 લાખ રૂપિયા થઈ જાય છે. પરંતુ તમારી પાસેથી 5 લાખ રૂપિયા ની લોન માટેની ચુકવણી કરવામાં આવે છે.

લોન પ્રોસેસિંગ ફી

જ્યારે તમે પાંચ વર્ષ સુધીની લોન લો છો જેમાં 8 ટકાનું ફ્લેટ રેટ 15.7 ટકા બરાબર હોય છે. પરંતુ આ બાબતને ઘણા ઓછા ગ્રાહકો સમજે છે. આવા ગ્રાહકોને ઓછા ફ્લેટ રેટ વિશે કહેવામાં આવે છે અને ગ્રાહકો તેમાં સરળતાથી ફસાઈ જાય છે. અને ગ્રાહકો ને ફસાવવા માટે બીજી રીત છે લોન પ્રોસેસિંગ ફી. આ પ્રોસેસિંગ ફી એ એકદમ નાની રકમ હોય છે જેમાં લોનની રકમના એક થી 2 ટકા જે રૂપિયા 2000 થી 3,000 ની હોય છે. પરંતુ આ ચાર્જ એ લોનના દર ને વધારી દે છે.

લોનની અરજી ફોર્મ પર સિગ્નેચર કરાવવા પર આપે છે ધ્યાન 

જ્યારે લોન લો છો ત્યારે તે લોન ની એપ્લિકેશન પ્રોસેસ ને ઝડપથી પટાવવા માટે ધ્યાન આપવામાં આવે છે. લવલી લેનાર નાગરિકને લોન ડોક્યુમેન્ટમાં આપવામાં આવેલ માહિતી ને વાંચવા માટેનો સમય આપવામાં આવતો નથી. લોન ના નિયમ અને શરતોને એટલા જ નાના અક્ષરમાં લખવામાં આવે છે કે ગ્રાહક તેને વાંચી શકતો નથી. બધું જોઈએ તો લોન એપ્લિકેશન પર તેની સિગ્નેચર કરાવવા પર ધ્યાન આપવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top