Rozgar Mela 2024: વડાપ્રધાન મોદીએ 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું, યુવાનો માટે આગળ શું ખાસ છે?

Rozgar Mela: નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર સરકારના વિભાગોમાં નિમણુક કરવામાં આવેલ એક લાખથી વધારે લાભાર્થીઓને રોજગાર મેળામાં નિમણૂક પત્ર આપવામાં આવશે. જેમાં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સંકલિત સંકુલ કર્મયોગ ભવન ના પ્રથમ ચરણ નું ખાત મુહૂર્ત કરશે. આ સંકુલ કર્મયોગી ના જુદા જુદા સ્તંભો વચ્ચે સહયોગ અને તાલમેલ ને વધારો આપશે.

બહાર પાડવામાં આવ્યુ નિવેદન 

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમજ જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી 2024 સોમવારના દિવસે સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી એક લાખથી વધારે નવ નિમણુક અધિકારીઓ ને નિમણૂકી પત્ર જાહેર કરશે. જણાવ્યા મુજબ આ રોજગાર મેળો સમગ્ર દેશભરમાં 47 જગ્યા ઉપર આયોજન કરવામાં આવેલ છે.

Read More

  • Gujarat GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળમા ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ 
  • IDBI Bank Recruitment 2024: ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત

આ કેન્દ્રીય મંત્રાલયોમાં થશે નિમણૂક

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, પરમાણુ ઉર્જા વિભાગ,નાણાકીય સેવા વિભાગ, પરિવાર કલ્યાણ, સ્વાસ્થ્ય મંત્રાલય, રક્ષા મંત્રાલય,આવક વિભાગ, રેલ મંત્રાલય, જનજાતીય કાર્ય મંત્રાલય વગેરે વિભાગોમાં ભરતી નું આયોજન કરેલ છે.

E-learning અભ્યાસક્રમો બહાર પાડ્યા

.નવા નિમણૂક થયેલ કર્મચારીઓને IGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઇન મોડ્યુલ જેનું નામ છે “કર્મયોગ પ્રારંભ” જેના માધ્યમથી તેમણે ટ્રેનિંગ લેવાં માટે એક અવસર મળે છે. અને આ મોડ્યુલમાં શીખવા માટે 880 થી વધારે E – લર્નિંગ પાઠ્યક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.જે તમામ નવા નિમણૂક થયેલ તમામ સરકારી વિભાગના કર્મચારીઓ માટે એક ઓનલાઇન orientation પ્રોગ્રામ છે.

રોજગાર મેળો પ્રધાનમંત્રીની પ્રતિબંધત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે રોજગાર મેળો એ સમગ્ર દેશમાં રોજગાર સૃજનની સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટેની મારી પ્રતિબંધ હતા છે જેમાં કર્મયોગી પ્રારંભ મોડેલ તેમાં આગળ વધવાનું પહેલું કદમ છે. તેમને જણાવ્યું કે રોજગાર મેળાથી રોજગાર સૃજન ને વધારો મળે છે અને યુવાન વ્યક્તિઓને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે એક અવસર મળે છે.

Read More

  • Railway Recruitment 2024 S: રેલવેમાં 2860 પદો પર ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની પ્રક્રિયા
  • Metro railway Group c Recruitment 2024: મેટ્રો રેલવે ગ્રુપ સી ના પદ પર ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા 

Leave a Comment