SSY update: નવું વર્ષ શરૂ થતા પહેલા સરકારની મોટી ભેટ, આ બે નાની બચત યોજનાઓમાં વ્યાજદરમાં થશે વધારો

SSY update: ભારતીય કેન્દ્ર સરકાર દેશમાં રહેતા લોકો માટે અવારનવાર યોજનાઓ ચલાવતી હોય છે. તેમાંની એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજના માટે કેન્દ્ર સરકારે એક નવી જાહેરાત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ કેવી નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામા વ્યાજ દરમાં વધારો

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને એક મોટી ભેટ આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆત થતાં પહેલાં શુક્રવારના દિવસે સરકાર દ્વારા જાન્યુઆરી- માર્ચ 2024 ત્રિમાસિક સમય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) , ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ જેવી કેટલીક નાની બચત યોજનાઓ માં વ્યાજ દરમાં વધારો કર્યો છે.

એક રિપોર્ટ અનુસાર કેન્દ્રીય નાણાકીય મંત્રી ના જણાવ્યા મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજના અને ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ યોજનામાં વ્યાજ દરમાં થોડો વધારો કરવામાં આવશે. અને કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના ના વ્યાજ દર ને 8.2% કરી દેવામાં આવ્યુ છે. જ્યારે ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ બચત યોજનામાં 7.1% વ્યાજદરનો વધારો કરી દેવામાં આવ્યો છે.

અત્યાર સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજદર 8% અને ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ મા વ્યાજદર 7.1% હતો. જ્યારે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ ( PPF)ના વ્યાજમાં પાછળના ત્રણ વર્ષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

Read More-

  • (PDF) સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 | sukanya samriddhi yojana in gujarati
  • My Bharat Portal online registration: તમે ગ્રામ પંચાયત કક્ષાએ નોકરીની તક મેળવી શકો છો, આ રીતે નોંધણી કરો

જાન્યુઆરી-માર્ચ 2024 માટે વ્યાજ દર 

  • પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માટે વ્યાજદર 4%
  • માસિક આવક ખાતું વ્યાજ દર 7.4%
  • વરિષ્ઠ નાગરિક બચત યોજના વ્યાજ દર 8.2%
  • એક વર્ષ ટાઈમ ડિપોઝિટ માટે વ્યાજદર 6.9%
  • બે વર્ષની ટાઈમ ડિપોઝિટ વ્યાજ દર 7.0%
  • ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ માટે વ્યાજદર 7.1%
  • પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ માટે વ્યાજદર 7.5%
  • પાંચ વર્ષ આર.ડી સ્કીમ માટે વ્યાજદર 6.7%
  • રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર માટે વ્યાજ દર 7.7%
  • સાર્વજનિક ભવિષ્ય નિધિ (PPF )માટે વ્યાજ દર 7.1%
  • સુકન્યા સમૃદ્ધિ યોજના માટે વ્યાજદર 8.2%

PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) માં વ્યાજ દર

નાણાકીય વર્ષ એપ્રિલ જૂન 2020 માં પીપીએફના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયમાં પીપીએફને 7.9% થી ઘટાડીને 7.1% કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા ગયા સમયમાં પણ પંચવર્ષીય આરડી યોજનામાં પણ કોઈ બદલાવ કરવામાં આવ્યો નહોતો. તમને જણાવી દઈએ કે આ જાહેરાત પહેલા કેન્દ્ર સરકારની સ્મોલ સેવિંગ યોજનાઓનો વ્યાજદર ચાર પર્સન્ટેજ થી લઈને 8.2% વચ્ચે હતો.

Read More-

  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.
  • આ યોજના દ્વારા દીકરીના લગ્ન અને શિક્ષણ માટે કુલ 64 લાખ રૂપિયા આપવામાં આવશે-Sukanya Samridhi Yojana 2024

આ યોજનામાં નહીં થયો કોઈ ફેરફાર

સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ જાન્યુઆરી માર્ચ 2024 ત્રિમાસિક માટે ફક્ત સુકન્યા સમૃદ્ધિ યોજના અને ત્રણ વર્ષમાં પુખ્ત થનારી ટાઈમ ડિપોઝિટ માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે.

અને બાકીની તમામ નાની બચત યોજનાઓમાં કોઈ પણ પ્રકારના વ્યાજદરનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ યોજનાનું વ્યાજ દર બેંક ફિક્સ ડિપોઝિટ ના વ્યાજ દર કરતા વધારે છે

Leave a Comment