Vridha pension Yojana 2024: વૃદ્ધ નાગરિકોને સરકારની આ યોજના દ્વારા મળશે માસિક રૂપિયા 1000 ની સહાય

Vridha pension Yojana : નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણા દેશની કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા દેશમાં વસતા નાગરિકો માટે ઘણી બધી સુવિધાઓ આપવા યોજનાઓ ચલાવવામાં આવે છે.  કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્યની રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વર્ગોના નાગરિકો માટે સુવિધા આપવા માટે યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે બાળકો માટે મહિલાઓ માટે અને વૃદ્ધો માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે વૃદ્ધ પેન્શન સહાય યોજના. વૃદ્ધ અને નાગરિકોને સહાય આપવા માટે આ યોજના ચલાવવામાં આવે છે. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો.

Vridha pension Yojana 2024

યોજનાનું નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના
અમલીકરણમામલતદાર કચેરી
લાભાર્થી60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો 
મળવા પાત્ર સહાયની રકમમાસિક રૂપિયા 1000 થી 1,250
અરજી ફોર્મ મેળવવુંજિલ્લા કલેકટર કચેરી અથવા મામલતદાર કચેરી
સત્તાવાર વેબસાઈટhttps://sje.gujarat.gov.in 

Read More

  • આ સ્કીમમાં તમને દર મહિને પૂરા 5000 રૂપિયા મળશે-Pension Yojana 2024
  • Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન

વૃદ્ધ પેન્શન યોજના પાત્રતા 

  • 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો a યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે.
  • આ નાગરિકો એ લાભ મેળવવા માટે BPL ની યાદીમા 9 થી 20 વચ્ચેનો સ્કોર ધરાવતાં હોવા જોઈએ.
  • પરંતુ હવે સરકારની નવી જોગવાઈ મૂજબ BPL યાદીમાં ન હોય તેવા વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.

મળવા પાત્ર સહાયની રકમ 

વૃદ્ધ પેન્શન યોજના દ્વારા સરકાર તરફથી જે વૃદ્ધ નાગરિકો ૬૦ વર્ષથી 79 વર્ષના વય વચ્ચે આવે છે તેવા દેશના તમામ લાભાર્થીને માસિક દરે ₹1,000 ની સહાય આપવામાં આવે છે અને જે નાગરિકોની ઉંમર 80 વર્ષ કરતાં વધારે છે તેમને માસિક દરે ₹1250 સહાય આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજ

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવા નીચેના દસ્તાવેજો ની જરૂર પડશે.

  • ઉમર નું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • બેંક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટની પાસબુક
  • ગરીબી રેખાની બીપીએલ લિસ્ટ માં પોતાનું નામ હોય તેવુ સર્ટિફિકેટ

વૃદ્ધ પેન્શન યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો .
  • તમારા જિલ્લા અથવા તાલુકાના જનસેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીમાંથી એપ્લિકેશન ફોર્મ મેળવી શકો છો.
  • તેમાં જરૂરી માહિતી ભરી અને જરૂરિયાત મુજબના દસ્તાવેજ ઘટે જ કરી ત્યાં કર્મચારીને આપી શકો છો.
  • તેમજ ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતની લીંક પરથી  ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકો છો.

વૃદ્ધ પેન્શન યોજના અરજી ફોર્મ કેવી રીતે મેળવવું ? 

  • તમે જ્યાં રહેતા હોય તે જિલ્લાની જિલ્લા કચેરીમાંથી આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવી શકો છો.
  • તમારા તાલુકાના તાલુકા કચેરીમાંથી મામલતદાર પાસેથી આ એપ્લિકેશન ફોર્મ મેળવી શકો છો.
  • જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારા ગામની ગ્રામ પંચાયતમાંથી ઓનલાઈન માધ્યમમાં એપ્લિકેશન કરી શકો છો.

Vridha pension Yojana – Apply Now 

Read More

  • સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા-Sukanya samriddhi Yojana 2024
  • આ મશીનથી તમે મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકો છો, જાણો સંપૂર્ણ વિગતો: Machine Business Idea

Leave a Comment