BPNL Recruitment 2024: ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા જુદા જુદા 1884 પદો પર ભરતી ની જાહેરાત

BPNL Recruitment 2024: નમસ્કાર મિત્રો, ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી કરવામાં આવેલી છે. તેમાં જણાવ્યા મુજબ 12 પાસ પર જુદા જુદા 1,884 પદો પર ભરતી નું આયોજન કરેલ છે તેમાં તમે 25 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકો છો.

આ જાહેરાતમાં જણાવ્યા મુજબ કેન્દ્ર અધિક્ષક, મદદનીશ કેન્દ્ર અધિક્ષક, પ્રશિક્ષક, પશુ સ્વાસ્થ્ય કરતા જેવા જુદા જુદા પદો પર અરજી માંગવામાં આવી છે. આ પદ ઉપર અરજી કરવાની શરૂઆત કરી દેવામાં આવે છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતીની તમામ માહિતી આપીશું.

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ભરતી વય મર્યાદા

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા જુદા જુદા 1884 પદો પર ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ રાખવામાં આવેલી છે. આ મર્યાદામાં આવતા તમામ ઉમેદવારો ભરતીમાં અરજી કરી શકે છે. તેમજ સરકાર ના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમા જુદા જુદા પદો પર અરજી કરવા માટે અરજી ફી જુદી-જુદી રાખવામાં આવેલ છે. કેન્દ્ર અધિક્ષક ના પદ માટે 944 રૂપિયા, સહાયક કેન્દ્ર અધિક્ષક ના પદ માટે 826 રૂપિયા તેમજ પ્રશિક્ષક ના પદ માટે 78 રૂપિયા અને પશુ સ્વાસ્થ્ય કાર્યકર્તા માટે અરજી ફી ₹1000 રાખવામાં આવેલી છે.

Republic Day Certificate Download 2024: 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ સર્ટિફિકેટ ડાઉનલોડ પ્રક્રિયા

જે કોઇ ઉમેદવાર આ ભરતીમા અર્જીયકરે છે તો તેમની પસંદગી લેખિત પરિક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામા આવશે.

BPNL Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે જુદા જુદા પદો પર ઉમેદવારની શૈક્ષણિક લાકત જુદી જુદી રાખવામાં આવેલી છે.

કેન્દ્ર અધિક્ષક: આ પદ માટે ઉમેદવારે ભારતમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થા માંથી કોઈપણ વિષય પર સ્નાતક થયેલો હોવો જોઈએ.

સહાયક કેન્દ્ર અધિક્ષક: ઉમેદવાર ભારતમાં કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થા માંથી બારમું ધોરણ પાસ કરેલ હોવો જોઈએ.

પ્રશિક્ષક: આ પદ માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માટે કૃષિ વિભાગ કે ડેરીમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને બે વર્ષનું પશુધન ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

પશુ સ્વાસ્થ્ય કાર્યકર્તા ( AHM): આ પદ માટે ઉમેદવારે સમગ્ર ભારતમાં કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થા માંથી દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતી માટે ઉમેદવારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં એપ્લાય ઓનલાઈન ના વિકલ્પને પસંદ કરો.
  • અહીં તમારી સામે નવું અરજી ફોર્મ ખુલશે.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • તમારે જે પદ માટે અરજી કરવાની છે તેની પસંદગી કરો.
  • અહીં માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ તેની સાથે અરજી ફી પણ ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Leave a Comment