DRDO Recruitment 2024: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભરતી ની જાહેરાત છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 

DRDO Recruitment 2024: નમસ્કાર મિત્રો ડીઆરડીઓ દ્વારા ભરતીની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી કરવામાં આવેલ છે. અને તેના માટે ઉમેદવારો પાસે ઓફ્લાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતી ની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલ છે. આ વિભાગ નું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન છે. 17 જાન્યુઆરીના દિવસે આ ભરતી ની નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. અમે તમને આ લેખ દ્વારા સંપૂર્ણ જાણકારી આપીશું.

ડીઆરડીઓ ભરતી વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી સાત ફેબ્રુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. આ વય મર્યાદામાં આવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

DRDO Recruitment 2024 અરજી ફી

તમામ વર્ગના ઉમેદવારો જે કોઈ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવીએ કે અરજી ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ ઉમેદવારો એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી નું આયોજન કરેલ છે જેમાં શૈક્ષણિક લાયકાત નેટ/ ગેટ સાથે પ્રોફેશનલ કોર્સ કેમકે B.E/ B. Tech માં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા તો બંને પ્રથમ શૃંખલામાં પ્રોફેશનલ કોર્સ M.E/ M.Tech મા ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તેમજ બેસિક સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહીં તેમના શૈક્ષણિક લાયકાતના આધારે જે તે પદ માટે તેમની પસંદગી થશે.

અરજી પ્રક્રીયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તેના હોમપેજ પર નોટિફિકેશન આપેલી છે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢો.
  • અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • હવે તેને જરૂરી દસ્તાવેજો સાથે એક કવરમાં પેક કરી નીચે આપેલ એડ્રેસ પર મોકલો.

એડ્રેસ: the director, DRDO young scientist lab artificial intelligence,Dr Raja ramanna complex, raj bhavan circle, high grounds, Bengaluru- 560001

Leave a Comment