Business idea: બિઝનેસ ની શરૂઆત કરવા ઈચ્છતા હોય તો,એકવાર જોઈ લો આ બિઝનેસ આઈડિયા

Electric Cable Manufacturing Business: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે જરૂરિયાતોમાં પણ વધારો થઈ રહ્યો છે. અને વપરાશમાં આવતી જરૂરિયાતમાં વધારો થવાથી રોજે રોજ નવા ઉપકરણો પણ આવી રહ્યા છે જેના કારણે જીવન જીવવામાં સરળતા રહે. આજે મોટાભાગના જે આવિષ્કાર કે ઉપકરણો છે તે વીજળીથી ચાલતા હોય છે. અને હવામાં વીજળીના તાર/કેબલ ની જરૂર પડતી હોય છે અને વીજળીના તારની માંગમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. આજે આપણે આ લેખમાં આને લગતા જ એક બિઝનેસ વીજળીનો કેબલ મેન્યુફેક્ચરિંગ કરવાના બિઝનેસ વિશે વાત કરીશું.

બિઝનેસની પ્લાનિંગ કરવી  | Electric Cable Manufacturing Business

વીજળીનો કેબલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરતાં પહેલાં તમારે એ નક્કી કરવું પડશે કે તમે કયા પ્રકારના વાયર બનાવવા ઈચ્છો છો. કેવા ગ્રાહકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો,તમે આ બિઝનેસને કયા લેવલમાં શરૂ કરવા ઈચ્છો છો, અને કયા સ્થાને( જગ્યા) થી શરૂઆત કરશો, તમે પોતાના બિઝનેસ નું નામ શું રાખશો વગેરે બાબતો પર તમારે પ્લાનિંગ કરવું પડશે.

જરૂરી રજિસ્ટ્રેશન્સ અને લાયસન્સ

  • લોકલ સોલ્યુશન બોર્ડમાંથી NOC મેળવવી પડશે.
  • સૌપ્રથમ તમારે પોતાના બિઝનેસ ને એમ એસ એમ ઈ પર રજીસ્ટર કરાવવું પડશે.
  • તમારે પોતાના બિઝનેસ નું જીએસટી અને વેટ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • આરોસી ( ROC ) થી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • તમારે BIS સર્ટિફિકેટ મેળવવું પડશે.

જરૂરી મશીનરી અને ટુલ્સ

  1. વર્નિયર માઇક્રોમીટર
  2. વાયર સ્ટ્રેટનિંગ મશીન
  3. કેબલ પ્રિન્ટિંગ મશીન
  4. વાયર જોઈન્ટિંગ મશીન
  5. મેજરીંગ અને કુલિંગ મશીન
  6. એક્સટુજન ડાઇઝ, નોઝલસ
  7. સ્પાર્ક ટેસ્ટર
  8. ઓટોમેટીક ટેમ્પરેચર ઇન્ડિકેટર

ISO સ્ટાન્ડર્ડ એન્ડ ક્વોલિટી કંટ્રોલ સર્ટીફીકેટ

પોતાના પ્લાન્ટને સારી રીતે ચડાવવા માટે તમારે આ ઈલેક્ટ્રીક કેબલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરવા માટે ISO સ્ટાન્ડર્ડ ના સર્ટીફીકેટ પણ મેં આ વાપરશે 

  • Is:694_1977 પીવીસી ઇન્સ્યુલેટર કેબલ્સ વર્કિંગ upto 100 voltas
  • IS:5831_1970 પીવીસી ઇન્સ્યુલેશન અને ઇલેક્ટ્રીક કેબલ્સ નું આવરણ
  • IS:8130-1976 ઇન્સ્યુલેટર ઈલેક્ટ્રીક કેબલ અને સ્કેચિબલ કોયલ માટે કંડકટર

જરૂરી રો મટીરીયલ

વીજળીના કેબલ ની મેન્યુફેક્ચરિંગ માટે તમારે પીસી ગ્રેડ એલ્યુમિનિયમ વાયર, પીવીસી કમ્પાઉન્ડ, પેકેજીંગ મટિરિયલ વગેરે કાચો માલ મેળવવો પડશે જે તમે કોઈપણ હોલસેલ ડીલર અથવા તો આ તમામ ઉત્પાદનો બનાવતી કંપની પાસેથી મેળવી શકો છો.

  • Winter business plan in 2024: ₹150મા લાવો અને ₹ 500 માં વેચો આજે જ શરૂ કરો આ બિઝનેસ
  • PNB Personal loan 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા આ બે રીતે મેળવો પર્સનલ લોન

માર્કેટિંગ અને સેલ્સ

તમે કોઈપણ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર નો સંપર્ક કરી શકો છો. રિટેલ તથા જથ્થાબંધ વ્યાપારી નો સંપર્ક કરી શકો છો અને તેમની સાથે લાઈટ ફીટીંગ કરનાર વ્યક્તિઓનો પણ સંપર્ક કરી શકો છો અને તમે બનાવેલ ઈલેક્ટ્રીક વાયરનું માર્કેટિંગ કરી તેનું વેચાણ કરી શકો છો.

કેટલું રોકાણ કરવું પડશે

તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રીક કેબલ મેન્યુફેક્ચર ના બિઝનેસમાં લગભગ એક ટન વાયર બનાવવા માટે નો પ્લાન્ટ લગાવવા માટે રૂપિયા 8 થી 10 લાખનું રોકાણ કરવું પડશે. આ બિઝનેસમાં પ્રોફિટ ની વાત કરીએ તો તે તમારા વાયર ના મટીરીયલ પર આધાર રાખે છે કે તમે કયા મટેરિયલ નો વાયર વાપરો છો આ ઈલેક્ટ્રીક કેબલ બનાવવામાં કોપર કે એલ્યુમિનિયમ નો વાયર વાપરો છો વગેરે પર આધાર રાખે છે.

Leave a Comment