Jio Financial services Limited કંપની કન્ઝ્યુમર ડિવાઇસ વાળા DaaS મોડલમાં બનાવશે નવુ માર્કેટ

Jio Financial services Limited:નમસ્કાર મિત્રો, તમને જણાવીએ કે જીઓ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ એ સિકયોર્ડ લોન સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે. જેમાં લીઝિંગ નો સમાવેશ કર્યો છે. આ કંપનીએ ડીસેમ્બર ત્રિમાસિકના પરિણામો પછી આયોજન કરવામાં આવેલ અરનીંગ કોલ માં જણાવ્યું કે તેઓ હવે લેઝિંગ ના કારોબાર પર ધ્યાન આપી રહી છે તેઓ પોતાની નવી એક સબ્સીડિયરી કંપની નું ગઠન કરશે.

Jio Financial services Limited એ જણાવી આ બાબત 

Jio ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ એ જણાવ્યું કે તેઓ શરૂઆતમાં ડિવાઇસ એજ અ સર્વિસ ( Daas) અને સપ્લાય ચેન ફાઇનાન્સિંગ પર ફોકસ કરશે. Jio ફાઇનાન્સ કંપની પાસે કન્ઝ્યુમર ડિવાઇસ વાળા DaaS મોડલમાં એક નવું માર્કેટ બનાવવાનો અવસર હશે કેમકે અત્યાર સુધી કોઈ પણ મોટી NBFC અથવા તો બેંક આ સેગમેન્ટ પર ફોકસ કરી રહી નથી.

Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન

આ સેગમેન્ટમાં કંપની એર ફાઇબર ફોન અને લેપટોપ લીઝ પર આપવાની સાથે સપ્લાય ચેન ફાઇનાન્સિંગ, શેર મ્યુચ્યુઅલ ફંડ ના બદલામાં લોન અને હોમ લોન પર ફોકસ કરશે. કંપનીએ એ પણ જણાવ્યું કે આ સેગમેન્ટમાં એસેટ ના ઓનરશીપ ના કારણે ઓછું જોખમ રહે છે.

બીજા પ્રકારના બિઝનેસ સેગમેંટ

Jio ફાઇનાન્સિયલ સર્વિસ એ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ માટે 17 ઇન્સ્યોરન્સ કંપનીઓ ( લાઇફ અને જનરલ ઇન્શ્યોરન્સ બંને ) ની સાથે કરાર કર્યો છે. અને બીજી બાજુ આ કંપનીએ પેમેન્ટ બિઝનેસમાં ડિજિટલ સેવિંગ બેન્ક એકાઉન્ટ લોન્ચ કરવા માટે એક નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને ડેબિટ કાર્ડની સોફ્ટ લોન્ચિંગ પણ કરી છે. પેમેન્ટ સોલ્યુશન માં આ કંપનીએ પાયલોટ બેસીસ પર જીઓ વોઇસ બોક્સ ને લોન્ચ કર્યું છે.

PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

એસેટ મેનેજમેન્ટ કંપની માટે કરાર 

આના પહેલા વર્તમાન સમયમાં જ jio ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ કંપનીએ બ્લેક રોક કંપની સાથે એક એસેટ મેનેજમેન્ટ કંપની ( AMC) બનાવવા માટે કરાર કર્યો હતો. જેમાં બંને કંપનીઓની 50:50 જોઈન્ટ વેંચર હશે. આ બંને કંપનીઓ આ વેંચરમા 15 કરોડ ડોલરનું રોકાણ કરી રહી છે.

જીઓ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ Q3 ના પરિણામો 

Jio ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ કંપનીના ડિસેમ્બર ત્રિમાસિક નેટ પ્રોફિટ, ત્રિમાસિક આધાર પર 56% ના ઘટાડા સાથે ₹293 કરોડ રૂપિયા થઈ ગયું છે. અને તેના પહેલા સપ્ટેમ્બર ત્રિમાસિક ( Q3 ) માં કંપનીનું પ્રોફિટ 668 કરોડ રૂપિયા થયું હતું. જોકે કંપનીની શુદ્ધ વ્યાજ દર આવક ( NII) ડિસેમ્બર 12 ત્રિમાસિકમાં ત્રિમાસિક આધાર પર 44% ઘટાડા સાથે 186 કરોડ રૂપિયા થઈ હતી. અને તેના કારણે jio ફાઇનાન્સિયલ સર્વિસેસ લિમિટેડ કંપનીનો શેર 17 જાન્યુઆરી 2024 NSE પર 2% ના ઘટાડા સાથે રૂપિયા 244 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Disclaimer: કોઈપણ કંપનીના સ્ટોક મ્યુચ્યુઅલ ફંડ અને આઇપીઓમાં રોકાણ કરતા પહેલા પોતાના ફાઇનાન્સિયલ સલાહકાર ની સલાહ લેવી જરૂરી છે અમે આપેલી માહિતી એ રિપોર્ટ મુજબ બહાર પાડવામાં આવેલી છે આના આધાર પર રોકાણ ક રેરશો અને તેમાં તમને ફાયદો કે નુકસાન થશે તો તેના તમે સંપૂર્ણપણે જવાબદાર છો.

Leave a Comment