Google pay credit score: ગૂગલ પે એપ્લિકેશન દ્વારા એકદમ મફતમાં ચેક કરો પોતાનો સિવિલ સ્કોર 

Google pay credit score : નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિની ફાઇનાન્સિયલ પરિસ્થિતિને તેના સિબિલ સ્કોર દ્વારા સારી રીતે ચેક કરી શકાય છે. કોઈપણ નાગરિકને ક્રેડિટની સુવિધા આપતા પહેલા તમામ બેંક નાણાકીય સંસ્થાનો અન્ય ક્રેડિટ આપનાર વગેરે સૌપ્રથમ તેનો ક્રેડિટ સ્કોર ચેક કરે છે. અને કોઈપણ પ્રકારની લોન લેવા માટે તેનો સિબિલ સ્કોર ચેક કરતા હોય છે. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે પોતાનો સિબિલ સ્કોર ચેક કરી શકો છો ? તમે તેની વેબસાઈટ અને એપ્લિકેશન દ્વારા પોતાનો સિબિલ સ્કોર એકદમ મફતમાં ચેક કરી શકો છો. અમે આજના લેક દ્વારા કેવી રીતે એક વ્યક્તિ google pay એપ્લિકેશન દ્વારા પોતાનો સિબિલ સ્કોર ચેક કરી શકે છે તેના વિશે માહિતી આપીશું.

સીબીલ સ્કોર વિશે માહિતી | Cibil score

તમે લોકોને લેતા પહેલા તમારો સિબિલ સ્કોર ચેક કરો એના પહેલા અમે તમને જણાવીએ કે આ સીબીલ સ્કોર શું હોય છે ? CIBIL ( ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ) સ્કોર એ ત્રણ આંકડાનો નંબર હોય છે. કોઈપણ નાગરિકનો સિબિલ સ્કોર એ તેની ક્રેડિટ હિસ્ટ્રી, લોનની ચુકવણીની સ્થિતિ, તેના ક્રેડિટ નો ઉપયોગ વગેરેને આધારે નક્કી થાય છે.

કોઈપણ વ્યક્તિનો સિબિલ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે. જેમાં જે વ્યક્તિનો સિબિલ સ્કોર 300 હોય તો તે એકદમ ખરાબ માનવામાં આવે છે અને જો 900 હોય તો તેને ઉચ્ચ સ્થાન એટલે કે સારો માનવામાં આવે છે. જે વ્યક્તિનો સિબિલ સ્કોર 600 થી નીચે છે તો તેને ખરાબ માનવામાં આવે છે. અને આવો સિબિલ સ્કોર તે વ્યક્તિના ક્રેડિટના જોખમનો સંકેત છે. અને જો તે વ્યક્તિ લોન માટે એપ્લાય કરે તો તેને લોન મળી શકતી નથી. 600 થી 649 ને ખરાબ 650 થી 699 ને સારો અને 700 થી 749 ને તેનાથી વધારે સારો તેમજ 750 થી વધારે ને એકદમ સારો માનવામાં આવે છે.

પોતાના ખરાબ સિબિલ સ્કોરને સારા કરવાના ઉપાયો 

કેટલીક વાર વ્યક્તિનો સિબિલ સ્કોર કેટલીક બાબતોના કારણે ખરાબ થઈ જાય છે અને તેને બેંકની તથા અન્ય  ક્રેડિટ સુવિધાઓ મળતી નથી. અને હવે તમે તમારો આ સિબિલ સ્કોર સારો બનાવી શકો છો. અમે નીચે તમને કેટલાક ઉપાયો જણાવ્યા છે તેનો ઉપયોગ કરીને તમે તમારો સિબિલ સ્કોર ઠીક કરી શકો છો.

  • પોતાના સિબિલ સ્કોરને સમજવા માટે પોતાની ક્રેડિટ રિપોર્ટ મેળવો. જે તમને તમારા ક્રેડિટ હિસ્ટ્રી લોન અને ક્રેડિટ કાર્ડ ની માહિતી આપે છે. જેને તમે સિવિલ ની વેબસાઈટ થી સરળતાથી પ્રાપ્ત કરી શકો છો.
  • જો તમારી પાસે એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ છે અને અત્યારે તમે તેનો ઉપયોગ કરી રહ્યા નથી તો તેને બંધ કરાવી દો. તે વધારાના ક્રેડિટ કાર્ડ પણ તમારા સીબીલ સ્કોર પર અસર કરે છે. જો તમે અત્યારે કોઈ લોન ચૂકવી રહ્યા છો તો તેને સમયસર ચૂકવો.
  • સીબીલ સ્કોરને વધારવા માટે પોતાના ક્રેડિટ કાર્ડ અને લોનની સમયસર ચુકવણી કરો. જો તેને તમે સમયસર ચૂકવતા નથી તો તેની અસર તમારા સિબિલ સ્કોર પણ થાય છે પોતાના ક્રેડિટ કાર્ડની લિમિટ નો સારી રીતે ઉપયોગ કરો.
  • એક સાથે વધારે પડતી લોન એપ્લિકેશન સબમીટ કરો નહીં કેમકે તેની દરેકની અસર સિબિલ સ્કોર પર થાય છે. જ્યારે તમે કોઈ નવી લોન માટે એપ્લાય કરો છો તો તે પણ સિબિલ સ્કોર પર અસર કરે છે.
  • પોતાના ક્રેડિટ કાર્ડનો ઉચિત રીતે ઉપયોગ કરો અને તેની લિમિટ કરતાં વધારે વપરાશ કરો નહીં અને નિયમિત રૂપે તેની બિલની ચુકવણી કરો. કોઈપણ એક સમયમાં વધારે પડતા ક્રેડિટ કાર્ડ કે લોન લેવા નહીં.
  • પોતાના ક્રેડિટ રિપોર્ટ માં કોઈપણ પ્રકારની ભૂલને સુધારવા માટે સીબીલ સ્કોર ની વેબસાઈટ નો ઉપયોગ કરો. ત્યાં સાચી જાણકારી સબમીટ કરો અને પોતાની ભૂલ સુધારો.

Google pay એપ્લિકેશન પર સીબીલ સ્કોર ચેક કરો 

હાલના સમયમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવા માટે લોકો google પે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. પરંતુ આ એપ્લિકેશન દ્વારા તમે એકદમ મફતમાં પોતાનો સીબીલ સ્કોર પણ ચેક કરી શકો છો.

  •  સૌપ્રથમ google pay એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • અહીં પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી સાઇન ઇન કરો.
  • અહીં આપવામાં આવેલા નિર્દેશ નું પાલન કરી google પે એકાઉન્ટમાં પોતાનું બેંક એકાઉન્ટ જોડો.
  • તમારા આજ મોબાઇલ નંબર સાથે જોડાયેલ કોઈ પણ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ થી પોતાનુ google પે એકાઉન્ટ ખોલો.
  • હવે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરી સિબિલ સ્કોર ચેક કરો.
  • સૌપ્રથમ ગૂગલ પે એપ્લિકેશન ખોલો.
  • અહીં તમને નીચે “check your Cibil score for free” નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તેના પછી બીજો વિકલ્પ આવશે “ Check Your Score Now” પર ક્લિક કરો.
  • અહીં તમારુ નામ દાખલ કરી “ continue “ ઉપર ચેક કરો.
  • હવે નવા પેજ પર તમને તમારો સિબિલ સ્કોર જોવા મળશે.

Leave a Comment