સરકાર પશુપાલન માટે 3.20 લાખ રૂપિયાની લોન ગેરંટી વગર આપી રહી છે, તમે આ રીતે કરી શકો છો અરજી

ભારતની કેન્દ્ર સરકાર દેશમાં રહેતા તમામ નાગરિકો માટે તેમની આર્થિક સ્થિતિ સુધરે તેમના જીવનમાં આગળ વધે અને તેમને તમામ પ્રકારના લાભ મળે તે માટે અવારનવાર ઘણી બધી યોજનાઓ ચલાવતી હોય છે. કેટલીક યોજનાઓ ભારતના યુવાન વ્યક્તિઓ માટે શરૂ કરવામાં આવી છે જેથી તેમની બેરોજગારી દૂર થાય તેમની આર્થિક સ્થિતિ સુધરે અને તેમના જીવનમાં પ્રગતિ કરે. 

આજે આપણે આ લેખમાં એવી જ એક યુવાનો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના વિશે વાત કરીશું. આ યોજના નો લાભ લઈને યુવાનો પોતાનો નાનો બિઝનેસ શરૂ કરીને તેમાંથી મોટી કમાણી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ માત્ર ગ્રામ્ય વિસ્તારના લોકો જ નહીં પરંતુ શહેરમાં રહેતા વ્યક્તિઓ પણ લઈ શકે છે આ યોજનાનું નામ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે. આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અમારા આલેખને અંત સુધી વાંચો અને આવી જ નવી યોજના વિશેની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Read More-

  • એલપીજી ગેસના નવા ભાવ બહાર પાડવામાં આવ્યાં, સસ્તો થયો ગેસ, જાણો આખી રિપોર્ટ
  • મહિલાઓને સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે

1.5 લાખની પશુપાલન લોન

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ભારતીય સરકાર કોઈપણ પ્રકારની ગેરંટી વગર યુવાનોને બિઝનેસ કરવા માટે 1.5 લાખ થી વધારે ની લોન આપી રહી છે.

તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલક/ ખેડૂત પાસે બે દૂધ આપતા પશુ હોવા   જોઈએ.

સરકાર આ યોજનામાં પોતાની ક્રેડિટ લિમિટ વધારવા માટે બધી કાર્યવાહી પૂર્ણ કરીને પશુપાલકોને 3.20 લાખ સુધીની લોન આપી શકે છે. સરકાર ભેંસ લેવા માટે રૂપિયા 60,000 ની અને ગાય લેવા માટે રૂપિયા 40 હજારની લોન આપે છે.

જરૂરી દસ્તાવેજ

આ લો લેવા માટે અરજદારે નીચે આપેલા દસ્તાવેજોની જરૂર પડશે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પશુ આરોગ્યનું પ્રમાણપત્ર
  • જમીને દસ્તાવેજો
  • બેંક પાસબુક ની નકલ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

આ રીતે મેળવો યોજનાનો લાભ

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારી અરજી ફોર્મ માં માંગેલી જરૂરી માહિતી ભરી  અને તેની સાથે જરુરી દસ્તાવેજ જેm કે બેંક પાસબુક ની ડિટેલ, પાનકાર્ડ આધારકાર્ડ પશુ આરોગ્ય નું પ્રમાણપત્ર સાથે જમા કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ પશુપાલકોની કોઈપણ પ્રકારની ગેરંટી વગર 1.6 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.

જો તમારે આ લોનની ક્રેડિટ લિમિટ વધારવી હોય તો તેમાં માંગેલા દસ્તાવેજો આપીને 3.20 લાખની ક્રેડિટ લિમિટ તમે વધારી શકો છો. ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવા અરજી કરતાં પહેલાં જે ખેડૂતો આ યોજનાનું લાભ રહી રહ્યા છે તેમણે પહેલા બેન્ક પાસે જઈને માહિતી લેવી પડશે.

Read More-

  • ઇ-કેવાયસી વિના ગેસ સબસિડી નહીં મળે, છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર છે, ઝડપથી ઇ-કેવાયસી કરો
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ બહાર પાડવામાં આવી,ખેડૂતોને મળશે હવે ₹ 12000

અરજી પ્રક્રીયા

  • આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારી નજીકની બેંકમાં જઈ અરજી કરવી પડશે.
  • અરજી બેંક દ્વારા જો તમે પશુપાલન કરો છો અથવા ડેરી ફાર્મિંગ ચલાવો છો તો ચકાસણી કરવામાં આવશે.
  • આ ચકાસણી થઈ ગયા પછી તમને લોનની રકમ આપવામાં આવશે.
  • પશુપાલન લોન યોજનામાં પહેલા ખેડૂતોને ₹50,000 ની લોન આપવામાં આવતી હતી પરંતુ હવે તેમાં વધારો કરીને 1.5 લાખની લોન આપવામાં આવે છે.

Leave a Comment