Gujarat Police Recruitment 2024: ગુજરાત રાજ્ય પોલીસમાં  PSI, કોન્સ્ટેબલ સહિત એસઆરપી સાથે 11,000 પદો પર ભરતી ની જાહેરાત

Gujarat Police Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા નાગરિકો માટે સારા સમાચાર છે. અને તેમાં પણ ખાસ કરીને પોલીસની તૈયારી કરતા નાગરિકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં 11000 પોલીસ ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આજના આ લેખ દ્વારા મેં તમને ગુજરાત રાજ્ય પોલીસ ભરતી વિશેની અપડેટ વિશે માહિતી આપીશું.

પોલીસ ભરતીમા પદોનું નામ અને ખાલી જગ્યા

ગુજરાત રાજ્ય સરકારે આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી નું આયોજન કરવામાં આવેલી છે જાહેરાતમાં જણાવ્યા મુજબ 597 પીએસઆઇ અને 6600 કોન્સ્ટેબલની સાથે એસઆરપી નું ભરતી નું આયોજન કરવામાં આવેલ છે. એટલે કે કુલ 11 હજાર ખાલી પદો પર ભરતી નું આયોજન કરવામાં આવશે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી આ વાત 

વિધાનસભામાં યોજાયેલી બેઠકમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસમાં 11000 નવા પદો પર ભરતી યોજાશે. જેમાં પીએસઆઇ ના કુલ 597 અને કોન્સ્ટેબલના 6,600 સહિત એસઆરપી ના પદો માટે ભરતીનું આયોજન થશે. તેમણે છેલ્લા બે વર્ષોમાં ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી અંગે જણાવતા કહ્યું કે છેલ્લા 2 વર્ષોમાં કુલ 12,816 જગ્યાઓ પર ભરતી થઈ છે.

Read More

  • AFMC College Peon Recruitment 2024: AFMC દ્વારા પટાવાળા અને MTS માટે ભરતી ની જાહેરાત
  • Gujarat Madhyan bhojan Recruitment 2024: ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો કયા કરવી અરજી

પોલીસ ભરતીના નિયમમા ફેરફાર

તમને જણાવી દઈએ કે આ વખતે હવે પોલીસની ભરતી ના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના જણાવે મુજબ તેમને નિયમોની જાણકારી આપતા કહ્યું કે ગુજરાત રાજ્યના યુવાનો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ગુજરાત રાજ્ય સરકાર હવે લોકરક્ષક ના વિવિધ જુદા જુદા વર્ગોની સીધી ભરતી યોજાશે જેમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલાની ભરતીમાં જે શારીરિક પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ ગણાતા હતા. પરંતુ હવે તે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે દોડ ફક્ત આપેલ સમયમાં પૂર્ણ કરવાની રહેશે તેના કોઈ પણ ગુણ આપવામાં આવશે નહીં.

પહેલા યોજાયેલી પરીક્ષામાં નિયમ મુજબ ઉમેદવારના વજનને પણ ગણવામાં આવતું હતું જેમાં હવે બદલાવ કરી તે રદ કરવામાં આવ્યું છે. એટલે કે ફિઝિકલ એક્ઝામિનેશન હવે ફક્ત ક્વોલીફાઇંગ કરવાની રહેશે તેના કોઈપણ ગુણ ગણાશે નહીં અને આ ફિઝિકલ એક્ઝામિનેશનમાં પાસ થયેલા ઉમેદવાર ત્યાર પછીની ઓબ્જેક્ટ એમસીક્યુ ટેસ્ટ આપી શકશે.

દીપક રાજાણીએ કરી આ ટ્વીટ 

દિપક રાજાની શ્રી એ ઓનલાઈન માધ્યમથી ટ્વિટ કરી જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રીની જાહેરાત થઈ છે ગુજરાત પોલીસમાં કુલ 11000 નવા પદો પર ભરતી નું આયોજન થશે. જેમાં પીએસઆઇ ના કુલ 597 અને કોન્સ્ટેબલના 6600 સાથે એસઆરપી ની ભરતી યોજાશે. ગુજરાત પોલીસના કુલ 11000 નવા પદો પર ભરતી થશે. છેલ્લા 2 વર્ષોમાં ગુજરાત પોલીસની 12,816 જગ્યાઓ પર પડતીનું આયોજન થયું છે.

Read More

  • Axis Bank DEO Recruitment 2024:  એક્સિસ બેન્ક માં ભરતીની જાહેરાત
  • RNSBL Recruitment 2024: રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર ના પદ પર ભરતી ની જાહેરાત

Leave a Comment