Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર

Gujarat police Recruitment rule change: નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી ની એક જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત પોલીસ ભરતીમાં પરીક્ષામાં ફેરફાર કરવામાં આવેલ છે. હવે તેમાં રનીંગના માર્ક્સ ગણવામાં આવશે નહીં. ઉમેદવારોની હવે પોલીસ ભરતીમાં પસંદગી થવાની શક્યતા માં વધારો થઈ શકે છે. લોકરક્ષક ની ભરતી હેઠળ પહેલા શારીરિક કસોટીમાં રનિંગ ના ગુણ આપવામાં આવતા હતા પરંતુ હવે તેમાં બદલાવ કરવામાં આવેલ છે આ ભરતીમાં ઉમેદવારે ફક્ત નિયત સમયમાં દોડ પૂરી કરવાની રહેશે પરંતુ તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં.

પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

ગુજરાત રાજ્યના એવા તમામ યુવાઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમના માટે એક સમાચાર છે લોકરક્ષક ભરતીમાં પરીક્ષા પદ્ધતિમાં હવે બદલાવ કરવામાં આવેલ છે. પહેલા આ ભરતીમાં શારીરિક પરીક્ષા લેવામાં આવતી હતી જેમાં દોડ રાખવામાં આવતી હતી અને તેના જે તે ગુણ આપવામાં આવતા હતા પરંતુ હવે તેમાં બદલાવ કરવામાં આવેલ છે જે તે ઉમેદવારે ફક્ત દોડ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં.

પહેલા ભરતીમાં શારીરિક પરીક્ષામાં જે તે ઉમેદવારને વજનને પણ માનવામાં આવતો હતો જે હવે બદલાવ કરી રદ કરવામાં આવેલ છે. હવે ફિઝિકલ એક્ઝામિનેશન ફક્ત કવોલીફાઈંગ જ રહેશે તેના કોઈપણ પ્રકારના માર્ક્સ મળશે નહીં અને શારીરિક પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો ત્યાર પછી Objective MCQ test આપી શકશે.

બદલવા કર્યા પહેલા જે ઉમેદવાર શારીરિક પરીક્ષામા પાસ થતો હતો તેને પછી આગળ 100 ગુણો MCQ Test એ 2 કલાકમાં આપવાનો રહેતો હતો. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામા આવ્યો છે જેમા હવે ફ્કત 200 ગુણનુ Objective MCQ test પેપર ભાગ – A અને ભાગ – B બન્ને મળીને 3 કલાકના સમયમાં આપવાનું રહેશે.જેમાં તમારે પાસ થવા માટે 40 ટકા મેળવવાના રહેશે.

શારીરિક પરીક્ષા પાસ કરી આપી શકશો ઓબજેક્ટિવ ટેસ્ટ

  • બદલાવ થઈ હવે ઉમેદવારે 100 ગુણ MCQ test na બદલે 200 ગુણનો MCQ test આપવાનો રહેશે.
  • આ MCQ ટેસ્ટમાં પાસ થવા 40 ટકા જરૂરી.
  • RRU અને NFSU માટે વધારે ગુણ મળશે.

ગુજરાત પોલીસ ભરતી નિયમો બદલાયા 

વિષયગુણ 
ગુજરાતી ભાષાની સમજણ20
તર્કશાસ્ત્ર અને ડેટા એનાલિસિસ30
સંખ્યાત્મક સમર્થતા30
ભાગ – Bકુલ 80
Sr.ST 
1ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ
2ભારતનું સંવિધાન
3વર્તમાન વિધાન,વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન
કુલ 200
ભાગ – A અને ભાગ – Bકુલ 300
SrST
23

ઇંગલિશ વિષય કરવામાં આવ્યો રદ

આ પરીક્ષામાં બદલાવ કરવામાં આવ્યો છે જેમાં ઇંગલિશ વિષય હવે રદ કરવામાં આવેલ છે અને સચિવાલય પદ્ધતિ અપનાવી છે.200 ગુણનું પેપર ત્રણ કલાકના સમયમાં લેવામાં આવશે. હવે નવા કાયદા કાનુન બની ગયા છે જુના કાયદા કાનુન પોલીસની પરીક્ષામાંથી સીઆરપીસી, આઇપીસી, હેવિડન્સ એક્ટ વગેરે રદ કરવામાં આવેલ છે. આ પોલીસની પરીક્ષામાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જેવા વિષયો પણ રદ કરવામાં આવ્યા.

NFSU અને RRU માટે વધારે ગુણ

NFSU અને RRU માંથી જો એક વર્ષનો કોર્સ કરેલો હોય તો 3, ગુણ બે વર્ષ માટે 4 ગુણ, ત્રણ વર્ષ માટે 8 ગુણ, ચાર વર્ષથી વધારે સમયગાળા માટે 10 ગુણ આપવામાં આવશે.

Read More

  • SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેઝ 12 માં જુદા જુદા 5000 પદો પર ભરતી નું આયોજન
  • ગુજરાત નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત | Gujarat Nagarpalika Recruitment 2024

1 thought on “Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર”

Leave a Comment