સરકારની આ યોજના દ્વારા બિઝનેસ શરૂ કરવા માટે મળશે લોન-PM Mudra Loan

PM Mudra Loan: નમસ્કાર મિત્રો, જો તમે પણ કોઈ નાનો મોટો ધંધો, વ્યવસાય કે બિઝનેસ કરવા ઈચ્છો છો પરંતુ તેને શરૂ કરવા માટે તમારી પાસે પૈસા નથી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. 8 એપ્રિલ 2015 ના દિવસે પ્રધાનમંત્રી મોદી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં નોન કોર્પોરેટ, બિન કૃષિ નાના અથવા માઈક્રો બિઝનેસ માટે દસ લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે.RRBs ,small finance bank, કોમર્શિયલ બેંક,MIFs અને NBFCs વગેરે દ્વારા આ લોન આપવામાં આવે છે. જો તમે આ લોન લેવા ઇચ્છો છો તો તેની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

આ યોજનામાં છે 3 કેટેગરી

પીએમ મુદ્રા યોજનામાં ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે. શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન.

  • શિશુ લોન: આ કેટેગરીમાં 50000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. એવા વ્યક્તિઓ કે જેમને બિઝનેસ શરૂ કરવા માટે ઓછા પૈસાની જરૂર છે.
  • કિશોર લોન: આ કેટેગરીમાં 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જે લોકોએ પહેલાથી પોતાનું બિઝનેસ શરૂ કર્યો છે અને તેને આગળ વધારવા માટે પૈસાની જરૂરિયાત છે.
  • તરુણ લોન: આ કેટેગરીમાં રૂપિયા 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. મુદ્રા લોનમાં આપવામાં આવતી સૌથી વધારે રકમ છે.

કોણ લઈ શકે છે આ લોન ? 

જે લોકો નાની દુકાન ખોલવા માંગતા હોય,શાકભાજી અને ફળો નો ધંધો કરવો હોય,સ્મોલ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ ખોલવું હોય, શિલ્પકાર અથવા કારીગર હોય, ખેતીવાડી સાથે સંકળાયેલ ઉદ્યોગ જેમ કે મધમાખી પાલન, મરઘી પાલન, માછલી પાલન, ડેરી, કૃષિ ક્લિનિક, કૃષિ વ્યવસાય કેન્દ્ર વગેરે આ લોન માટે અરજી કરી શકે છે.

Read More

  • Google pay Personal Loan: ગુગલ પે એપ્લિકેશન દ્વારા ફક્ત બે જ મિનિટમાં મેળવો રૂપિયા 2 લાખ સુધીની પર્સનલ લોન
  • Zero Credit Score Loan: પહેલીવાર અરજી કરવા પર લોન મળશે કે નહીં અને મળશે તો પણ કેટલી ? 

ક્યાંથી મેળવવી આ મુદ્રા લોન ? 

મુદ્રા લોન તમે બેંક દ્વારા પણ મેળવી શકો છો અને એના સિવાય રિઝનલ સેક્ટરના ગ્રામીણ બેંક, કોઈપણ રાજ્ય દ્વારા સંચાલિત કો ઓપરેટિવ બેન્ક, microfinance ઓફર કરતી સંસ્થાઓ, ફાઈનેશીયલ કંપની વગેરે દ્વારા પણ તમે આ મુદ્રા લોન મેળવી શકો છો.

પીએમ મુદ્રા લોન અરજી પ્રક્રિયા

  • તમે બેંકની બ્રાંચમાં જઈ પીએમ મુદ્રા લોન માટે એપ્લાય કરી શકો છો.
  • અને તમે તેના પોર્ટલ પર જઈને પણ એપ્લાય કરી શકો છો જેની લીંક અમે નીચે આપેલી છે. અહીં તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેના પછી તમારી આ એપ્લિકેશન લોન આપનાર સંસ્થાઓ પાસે પહોંચી જશે.
  • પીએમ મુદ્રા લોન લેવા માટે આઈડી પ્રુફ એડ્રેસ પ્રુફ વગેરે મહત્વના દસ્તાવેજો ની જરૂર પડશે.
  • જે તે સંસ્થા અથવા બેંક તમારા બિઝનેસ મોડલ અને નાણાકીય સ્થિતિ જોતા તમને લોન આપશે.

મુદ્રા લોન ના આંકડા 

ભારતીય જનતા પાર્ટી એ ટ્વિટર પર વીડિયો નાખી જણાવ્યું કે, મુદ્રા યોજના હેઠળ 44 કરોડથી વધારે કોલલેટર ફ્રી લોન આપવામાં આવેલ છે. જેના કારણે કરોડો નાના વ્યવસાય કરનાર લોકો સખ્યાત થયા છે. જેમાં 70% મહિલાઓને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મુદ્રા યોજના એ ઉદ્યમિતા ને વધારો આપ્યો છે અને તેની સાથે કરોડો નાગરિકોના જીવનમાં બદલાવ કર્યો છે મને તે જોઈને સંતોષ થયો છે કે આ યોજનામાં આપણી માતાઓ બહેનો સાથે એસસી, એસટી અને ઓબીસી વર્ગના લાભાર્થીઓ ની સંખ્યા સૌથી વધારે છે.

Read More

  • કોઈપણ વ્યક્તિની લોન માટે બાહેધરી આપતા પહેલા જાણી લો આ કેટલીક બાબત-Loan Guarantor Rule
  • Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન

PM mudra Loan – Apply Now 

Leave a Comment