Home loan EMI bounce: લોનની EMI બાઉન્સ થતાં જ આ કામ કરો, નહીંતર તમારો CIBIL સ્કોર બગડી જશે.

Home loan EMI bounce : નમસ્કાર મિત્રો, આજના સમયમાં દરેક વ્યક્તિની મુખ્ય ત્રણ જરૂરિયાતમાંથી એક છે મકાન. રહેઠાણ એ અત્યારે દરેક નાગરિકની સામાન્ય જરૂરિયાત છે. પરંતુ આજના સમયમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે સામાન્ય નાગરિક પોતાની કમાણીથી અને પોતાના ખર્ચે પોતાનું મકાન બનાવી શકતો નથી. અત્યારના મોંઘવારીના સમયમાં એક નાનકડા મકાન કે ફ્લેટ ખરીદવા માટે પણ વધારે પૈસાની જરૂર પડે છે. અને આટલી મોટી રકમ એક સાથે આપવી દરેક વ્યક્તિની પહોંચ હોતી નથી. એવામાં મકાન બનાવવા માટે હોમ લોન તમને મદદ કરી શકે છે. હોમ લોન લેવા પર તમે પોતાનું મકાન પણ બનાવી શકો છો અને ધીરે ધીરે તે હોમ લોનના હપ્તા પણ ચૂકવી શકો છો.

હોમ લોન એ લાંબા સમયગાળા માટેનું લેણું હોય છે. અને તેના હપ્તા એટલે કે ઇએમઆઇ પણ નાની હોતી નથી. આ હોમ લોન ની એમઆઈ ની દર મહિને નક્કી કરેલ તારીખ પર ચૂકવવી જરૂરી હોય છે. પરંતુ કેટલીક વાર એવી પરિસ્થિતિ આવી જાય છે જેના કારણે હોમ લોન લોનાર વ્યક્તિને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે. અને તેના કારણે સમયસર ઇએમઆઇ ભરવી મુશ્કેલી પડી જાય છે. અને તેના કારણે તે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. જો તમે પણ હોમ લોન મેળવેલી છે અને એવી સ્થિતિ આવી છે જેના કારણે તમે તેની સમયસર ચુકવણી કરી શકતા નથી તો તમે એવા ચાર કાર્યો કરી શકો છો જેના કારણે ભવિષ્યમાં તમને કોઈ મુશ્કેલી પડે નહીં.

પહેલી ઇએમઆઈ બાઉન્સ થવા પર 

જો તમે હોમ લોન મેળવેલી છે અને તેની પહેલી એમાય બાઉન્સ થઈ છે પરંતુ તે તમે પોતાની રીતે કરી નથી પરંતુ તે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ અથવા અચાનક થઈ ગઈ છે. જો આમ થાય તો સૌપ્રથમ તમારે તે બેંકની શાખામાં જવું જોઈએ. ત્યાં જઈને તેના મેનેજર થી આ વિશેની વાત કરવી જોઈએ. પોતાની જે મુશ્કેલી હોય તે જણાવી અને ભવિષ્યમાં આવું નહીં થાય તેવો તેમને વિશ્વાસ આપો. અને જો તમે જણાવેલી વાત તેમને સાચી અને યોગ્ય લાગશે તો તેનું કોઈક સમાધાન આવશે.

Read More

  • Minimum CIBIL Phone Pe loan 2024: ઓછા સીબીલ સ્કોર પર ફોન પે એપ્લિકેશન દ્વારા મેળવો રૂપિયા 50 હજાર સુધીની પર્સનલ લોન
  • New Driving license Rules in India 2024: 2024ma ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમો 

2 EMI બાઉન્સ થવા પર

જો તમે હોમ લોન મેળવેલી છે અને તમારી બે ઇએમઆઈ બાઉન્સ થઈ છે તો તમે બેન્ક મેનેજર સાથે વાતચીત કરીને તેની ચુકવણી કરી શકો છો અને મેનેજર ને અરજી કરીને પોતાનો સિબિલ સ્કોર નેગેટિવ ન કરે તે માટેની રિપોર્ટ કરી શકો છો. બેંક મેનેજર ને એવો વિશ્વાસ આપો કે ભવિષ્યમાં આવું થાય નહીં. તમને જણાવી દઈએ કે સતત ત્રણ મહિના સુધી જો તમે ઇએમઆઇ બાઉન્સ કરી છે તો તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે.

કેમકે તે બેંકનો મેનેજર સતત ત્રણ મહિના સુધી ઇએમઆઇ બાઉન્સ થવા પર સીબીલ સ્કોર ની રિપોર્ટ મોકલે છે. અને જો એકવાર તમારું સીબીલ સ્કોર ખરાબ થઈ જાય તો તમને લોન લેવામાં મુશ્કેલી પડે છે.

 જો પગાર મોડો આવે છે તો EMI કેવી રીતે ભરવી  

જો તમારો પગાર લેટ આવે છે. અથવા તો ઇએમઆઇ ભરવા માટે જે તારીખ નક્કી કરવામાં આવી છે તે તારીખ સુધી તમારી પાસે પૈસા આવતા નથી અને તેના કારણે તમે જે હોમ લોન લીધેલી છે તેની emi બાઉન્સ થયા કરે છે. તો તેના માટે તમે બેન્ક મેનેજર થી એરિયર ઇએમઆઈ માટે વાત કરી શકો છો.

લોનની EMI ની ચુકવણી ની તારીખ મોટા ભાગે દરેક મહિનાની શરૂઆતમાં હોય છે જેને એડવાન્સ emi કહેવામાં આવે છે. મોટાભાગે લોન લેનાર વ્યક્તિને એડવાન્સ ઈએમઆઈ નો વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ જો તમે ઈચ્છો તો એરિયર ઇએમઆઇનો ઓપ્શન પણ મેળવી શકો છો. જેમાં તમારે દર મહિનાના છેલ્લા હપ્તામાં ઇએમઆઇ ની ચુકવણી કરવાની હોય છે.

લાંબા સમય સુધી EMI ચૂકવી નથી તો શુ કરવુ

જો તમે હોમ લો ને મેળવી છે પરંતુ અત્યારે તમારી પાસે મોટી મુશ્કેલી આવી ગઈ છે અને તમે લાંબા સમય સુધી તે હોમ લોનની EMI ચૂકવી શકશો નહીં. તો તમે તે બૅન્ક મેનેજરને પોતાની મુશ્કેલી વિશે વાત કરીને થોડાક સમય માટે ઇએમઆઇ ને હોલ્ડ કરવા માટે રિપોર્ટ કરી શકો છો. અને જ્યારે તમારી પાસે પૈસાની સગવડ થાય તો તમે તે EMI ચૂકવણી કરી શકો છો. જેના કારણે મુશ્કેલ સમયમા તમને થોડી રાહત મેળવી શકો છો.

Read More

  • Airtel Payment bank loan :એરટેલ પેમેન્ટ બેંક દ્વારા ઘરે બેઠા મેળવો પર્સનલ લોન, જાણો સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય પ્રક્રિયા
  • Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન

Leave a Comment