Home Loan Mistake: હોમ લોન લેતી વખતે રાખો આ 5 બાબતોનું ધ્યાન

Home Loan Mistake: નમસ્કાર મિત્રો, આજના સમયમાં દરેક વ્યક્તિને રહેવા માટે એક ઘરની જરૂર હોય છે. અને તે પોતાના જીવનમાં મહેનત કરીને પૈસા કમાઈ ને તે ઘર બનાવે છે. તમારામાંથી ઘણા બધા એવા વ્યક્તિઓ હશે જે હાલના સમયમાં પોતાનું નવું ઘર બનાવવા અથવા લેવા વિચારતા હશે. પરંતુ આપણી સાથે એવું બને છે કે ઘર બનાવવા માટે આપણે આપણી કમાણીમાંથી ગમે તેટલી બચત કરી લઈએ પરંતુ તે ઓછી પડી જાય છે અને આપણે આપણું ઘર બનાવી શકતા નથી અને તેના માટે લોકો બેંક દ્વારા હોમ લોન લેતા હોય છે.

તમામ બેંક પોતાના કસ્ટમરને ઘણી બધી લોન આપે છે જેમાં હોમ લોન ની સુવિધા પણ હોય છે. પરંતુ આ હોમ લોન લેતી વખતે આપણે કેટલીક વાર ભૂલ કરી બેસીએ છીએ જેના કારણે લોનના હપ્તા ભરવા આપણને મુશ્કેલ થઈ જાય છે. અને તેના કારણે હોમ લોન લેવા પર આપણે જે લાભ ઉઠાવી શકીએ છીએ તે આપણને મળતા નથી.

પરંતુ આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે હોમ લોન લેતી વખતે તમારે આ 5 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અમે એ પણ જણાવીશું કે તમે આ ભૂલ ને કેવી રીતે કરતા રોકી શકો છો.

હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવાની આ 5 બાબત

આજે દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તે પોતાની કમાણી નું અને પોતાના સપના નું એક ઘર બનાવે જેમાં તે જોઈતી બધી સુવિધાઓ હોય. અને આ ઘર બનાવવા માટે તે બેંક દ્વારા લોન લેતા હોય છે પરંતુ કેટલીક વાર તેમાં આપણે ભૂલ કરી બેસીએ છીએ અને આપણને નુકસાન થાય છે.

1. લોનની રકમ નક્કી ના કરવી

જ્યારે કોઈ વ્યક્તિ હોમ લોન લે છે ત્યારે મોટા ભાગે તે આ ભૂલ કરે છે કે તે પોતાની ક્ષમતા પ્રમાણે લોનની રકમ એટલે કે બજેટ નક્કી કરતા નથી. બીજા વ્યક્તિઓના મોટા બંગલા અને મહેલ જોઈને પોતે પણ એવું ઘર બનાવશે એમ માનીને પોતાના બનાવેલા બજેટથી બહાર જાય છે. તમારે ઘરે બનાવતી વખતે કે ખરીદતા પહેલા આર્થિક રૂપે તૈયાર થવું પડશે કેમ કે આજના સમયમાં એક ઘર બનાવવું કે ખરીદવું જીવનનું સૌથી મોટું રોકાણ છે. એટલા માટે ઘર લેતા પહેલા તેની પ્લાનિંગ કરવી જરૂરી છે.

2.લોન આપનારથી ભાવતાલ ન કરવો 

જો તમે લોન લો છો ત્યારે તે બેંક દ્વારા તે લોન આપનાર વ્યક્તિ સાથે ભાવ તાલ કરતા નથી તો તમને નુકસાન થઈ શકે છે. કેમકે એવું જાણવા મળ્યું છે કે કોઈપણ બેંક અથવા લોન આપનાર પાસે ભાવતાલ કરવાથી તે તમારે લોનના ચાર્જીસ માં ઘટાડો કરી શકે છે. એટલે જો તમે લોન આપનાર સાથે ભાવતાલ કરો છો તો તમારા લોનના વ્યાજ દર અને પ્રોસેસિંગ ફ્રીજ તેમજ બીજા ચાર્જિસ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે.

3. હોમ લોન ના વ્યાજ દર પર વિચાર ન કરવો 

આપણે ઘણા બધા એડવર્ટાઈઝમેન્ટ માં જોયું હશે કે આ બેંક તમને હોમ લોન લેવા પર ઓછા વ્યાજ દર ની ઓફર આપી રહી છે. અને આવી જાહેરાત જોઈને તમે હોમ લોન લેવા પર આકર્ષિત થઈ જાઓ છો અને એ ભૂલી જાઓ છો કે બેંક તમને જે ઓછા વ્યાજ દરની ઓફર કરી રહી છે તે પાછળથી વધારી શકાય છે. જેમાં તમને હોમ લોન ની પ્રોસેસિંગ ફી, લીગલ ફીઝ, પ્રિ પેમેન્ટ ફીઝ વગેરે તમામ ખર્ચો જોડીને આપવામાં આવે છે.

Read More

  • Zero Credit Score Loan: પહેલીવાર અરજી કરવા પર લોન મળશે કે નહીં અને મળશે તો પણ કેટલી ? 
  • PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

4. ફાઇનાન્સિયલ બેકઅપ ના રાખવુ

કોઈપણ ઘર બનાવવા અથવા તો નવું ઘર ખરીદવા માટે હોમ લોન લેતા પહેલા તમારે સંપૂર્ણ રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવી જરૂરી છે અને આપાતકાલીન જરૂરિયાત માટે ઈમરજન્સી ફંડ પણ રાખવું જોઈએ. તમારો રોજગાર કે નોકરી છૂટી જવી અને આવક બંધ થઈ જાય તેવી પરિસ્થિતિમાં તમારી પાસે આવનારા છ મહિના સુધીનો બેકઅપ હોવો જોઈએ. અને જો તમે અત્યાર સુધી લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી નથી તો સૌથી પહેલા તમારે તે લેવી જોઈએ. કારણકે હોમ લોન ની ચુકવણી કરતી વખતે તમારા પર કોઈ પણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી આવી જાય છે તો તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

5. પોતાના ક્રેડિટ સ્કોર પર ધ્યાન આપવું

જ્યારે તમે બેન્ડ દ્વારા હોમ લોન કે કોઈપણ પ્રકારની લોન લો છો તો ત્યારે તે તમારો ક્રેડિટ સ્કોર આવશ્યક રીતે ચેક કરે છે તમારો ક્રેડિટ સ્કોર જેટલો વધારે હોય છે એટલે બેંક ઓછા દરે તમને લોન આપે છે. એટલા માટે જ હોમ લોન લેતા પહેલા પોતાની ક્રેડિટ રિપોર્ટ જરૂર ચેક કરી લેવી જોઈએ. જો તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને સુધરાવી લેવી જોઈએ. જો તમે પહેલાથી કોઈ બીજી લોન લીધેલી છે તો તેને હપ્તાની સમયસર ચુકવણી કરવી જોઈએ. જેના કારણે તમારા ક્રેડિટ સ્કોર પર કોઈ ખરાબ અસર થશે નહીં.

Read More

  • Aadhar Card instant loan: તમારું ઓળખ પત્ર આધાર કાર્ડ દ્વારા મેળવો લોન
  • Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન

Leave a Comment