Ikhedut portal 2023 24: તાર ફેન્સીંગ લગાવવાની યોજના 2024

Ikhedut portal 2023 24: ખેડૂતોને માટે તેની ખેતી સારી થાય તેમનું ખેતર ઉત્પાદન વધે અને તેમની આર્થિક સ્થિતિ સુધરે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી ખેતીલાયક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં ખેડૂતોને ખેતી માટે ઉપયોગમાં લેવાતા ઘણા બધા સાધનોની ખરીદી કરવા પર અને નવી નવી સુવિધાઓ ખરીદવા પર સબસીડી આપવામાં આવે છે અને અન્ય સહાય પણ આપવામાં આવે છે. ઘણા ખેતરમાં તેમના પાકને અન્ય પશુઓ  વગેરે નુકસાન કરતા હોય છે.

તેથી તેમના ખેતરની ફરતે તારની ફેન્સીંગ વાડ બનાવવા માટે એક યોજના શરૂ કરવામાં આવી છે જેને તાર ફેન્સીગ યોજના કહે છે. અમે તમને આ લેખમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી આ લેખને અંત સુધી વાંચો અને આવી જ નવીનતમ યોજનાઓ વિશેની માહિતી મેળવવા અમારા WhatsApp ગ્રુપમાં જોડાવો.

Read More-વાહલી દીકરી યોજના 2023, જરૂરી દસ્તાવેજ, પાત્રતા,ફોર્મ PDF, મળવાપાત્ર લાભ | Vahali Dikri Yojana 2023

ikhedut Yojana

ગુજરાત રાજ્યમાં રહેતા ખેડૂતો માટે તેમના ખેતરમાં આવેલા પાકના રક્ષણ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે તાર ફેન્સીગ યોજના. જેનાં વિશેની માહિતી આ પોસ્ટમાં આપણે મેળવીશું.

તાર ફેન્સીગ યોજના વિશેની ખેડૂતોની અરજી સ્વીકારવા માટે જુદા જુદા જિલ્લાઓમાં આઇ ખેડૂત પોર્ટલ તા.08/ 12/ 2023 થી 30 દિવસ સૂધી ખોલવામા આવશે. જેમાં જિલ્લામાં પ્રમાણે રજીસ્ટ્રેશન કરવાની બાબતો નીચે મુજબ જણાવેલ છે 

ક્રમ તારિખ સમય ઝોન સમાવિષ્ટ જિલ્લા
18/12/ 2023સવારે 10: 30 કલાકે અમદાવાદ ખેડા ,અમદાવાદ ,આણંદ, ગાંધીનગર
28/12/ 2023સવારે 10: 30 કલાકેજુનાગઢગીર સોમનાથ, જુનાગઢ ,અમરેલી ,બોટાદ, ભાવનગર ,પોરબંદર
310/12/ 2023સવારે 10: 30 કલાકેમહેસાણાબનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ ,મહેસાણા, અરવલ્લી
410/12/ 2023સવારે 10: 30 કલાકેરાજકોટમોરબી, જામનગર ,રાજકોટ ,દેવભૂમિ દ્વારકા, કચ્છ ,સુરેન્દ્રનગર
512/12/ 2023સવારે 10: 30 કલાકેસુરતતાપી, નવસારી, સુરત, વલસાડ, ડાંગ 
612/12/ 2023સવારે 10: 30 કલાકેવડોદરાપંચમહાલ, વડોદરા ,છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ ,ભરૂચ, નર્મદા

તાર ફેન્સીંગ યોજના

સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ખેડૂતોને ખેતીમાં પાકના રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે રનીગ મીટર દીઠ રૂપિયા 200 અથવા જેટલો ખર્ચ થાય તેના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.

પરંતુ આ માટે ખેડૂત પાસે બે હેક્ટર જેટલા વિસ્તારની જમીન હોવી જોઈએ. આ યોજના માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલા ધોરણે હજી સ્વીકારવામાં આવશે. અને તમને જણાવી દઈએ કે ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા માટે તા.08/ 12/ 2023 થી આગામી 30 દિવસ સુધી સવારે 10:30 કલાકથી પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે.

Read More-Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.

તાર ફેન્સીંગ યોજના માટે ધ્યાનમાં રાખવાની બાબતો

  • ખેડૂતોએ પોતાનો એક ગ્રુપ નક્કી કરવાનો રહેશે
  • ખેડૂત અથવા ઉમેદવારે આ યોજના માટે અરજી કર્યાના દસ દિવસમાં જ ઓનલાઇન અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાના રહેશે.
  • ત્યારબાદ ખેતીવાડી અધિકારી દ્વારા તે સ્થળની ચકાસણી કરવામાં આવશે અને એના પછીની પૂર્વ મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

ચકાસણી થતી વખતે નીચે આપેલ પુરાવા સાથે રાખવાના રહેશે – 

  • ઓનલાઇન અરજીની સહિવાલી કોપી.
  •  સંયુક્ત ખાતેદારના બાહેધરી પત્રક.
  • 7/12,8- અ ના ઉતારાની નકલ.
  • વન અધિકારી પત્રની નકલ.
  • બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલું ચેક
  • આધાર કાર્ડ ની નકલ
  • કબુલાત નામો અને સ્વઘોષણાપત્ર
  • બે માર્કશન વાળો નકશો

જેને આ યોજનાની પૂર્વ મંજૂરી મળી ગઈ હોય તેવા ખેડૂતો અથવા ખેડૂત જૂથ લીડરે નિયત ડીઝાઈન અને સ્પેસિફિકેશન ધરાવતી શરતો મૂજબ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની કામગીરી 120 દિવસમાં સંપૂર્ણપણે પૂર્ણ કરી તેમાં જેટલું સામાન ખરીદ્યો હોય તેનું જીએસટી ( GST ) સાથે નું બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો અધિકારી ઓફિસમાં જમા કરાવવાના રહેશે.

ત્યારબાદ કામ પૂરું થઈ ગયા પછી અધિકારી દ્વારા તે સ્થળની ફરીથી ચકાસણી કરીને સહાયની રકમ ખાતેદારના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ વાત જણાવી દઈએ કે જે ખેતરમાં ખેતી થતી હોય તે માટે જ આ ફેન્સીંગ યોજનાની સહાય મળવા પાત્ર છે.

ઓનલાઈન અરજી ikhedut portal

Ikhedut portal official website – અહી ક્લિક કરો

ikhedut portal status

ikhedut portal status-status

Home page- અહી ક્લિક કરો.

Leave a Comment