PM fasal Bima Yojana 2024: સરકાર દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, ખેડૂતો પણ કરાવી શકશે પોતાના પાકનું ઇન્સ્યોરન્સ

PM fasal Bima Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણી ભારત સરકાર દ્વારા દેશના અન્નદાતા એવા ખેડૂતો ને ખેતીમાં સહાયતા કરવા તેમ જ આર્થિક મદદ કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અને આ યોજનાઓ માની એક છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ એક પ્રકારનો વીમો( ઇન્સ્યોરન્સ) છે. જ્યારે કોઈ કુદરતી સંકટ કે વિપત્તિના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ત્યારે સરકાર દ્વારા તેમને આર્થિક મદદ કરવામાં આવે છે.

હવે ખેડૂત પણ કરાવી શકશે પોતાના પાકનું ઇન્સ્યોરન્સ

આપણે જાણીએ છીએ તેમ કોઈપણ કુદરતી સંકટ કહીને આવતો નથી. અને એવામાં આપણે જાણીએ છીએ તેમ કેટલીક વાર વધારે પડતા વરસાદના કારણે અથવા તો ઓછો વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને આ ખેડૂતના પાકને નુકસાન થવાથી તેમનું આર્થિક નુકસાન થાય છે. અને આ નુકસાન ને ઓછું કરવા માટે હવે ખેડૂતો પોતાના પાકનું ઇન્સ્યોરન્સ કરાવી શકે છે.

સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજનામાં દરેક ખેડૂત સરળતાથી પોતાના ભાગનું ઇન્સ્યોરન્સ કરાવી શકે છે. જ્યારે કોઈ કુદરતી આપત્તિના કારણે ખેડૂતના પાકને નુકસાન થાય છે ત્યારે સરકાર દ્વારા તેના વળતર પેટે આર્થિક સહાય કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના | PM fasal Bima Yojana

આપણે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે પીએમ ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનામાં ખેડૂતો પોતાના પાકનું ઇન્સ્યોરન્સ કરાવી શકે છે. અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતને ઇન્સ્યોરન્સ પ્રીમિયમના ફક્ત 50% આપવાના હોય છે. અને બાકીનો ૫૦ ટકા ભાગ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા સબસીડી રૂપે તે ખેડૂતને આપવામાં આવે છે.આ યોજનામાં રવિ પાક પર બીમાં કવર પ્રીમિયમ 1.5% છે. જેમાં ખેડૂતોને ફક્ત 0.5 ટકા પ્રીમિયમ આપવાનું હોય છે બાકીનું પ્રીમિયમ સરકાર દ્વારા સબસીડી રૂપે આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • પાકની વાવણીનું પ્રમાણપત્ર
  • એપ્લિકેશન ફોર્મ
  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • ખેતીની જમીનનો નકશો
  • ખેડૂતની બેંક પાસબુક

પીએમ ફસલ બીમા યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા જિલ્લાના બેંક અથવા તો કૃષિ કાર્યાલયમાં જવાનું રહેશે.
  • અહીં તમારે અધિકારી દ્વારા પીએમ ફસલ વીમા યોજના નું એપ્લિકેશન ફોર્મ મેળવવાનું રહેશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
  • તેમજ આ ફોર્મ સાથે જરૂરી તમામ દસ્તાવેજો તેમજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અટેચ કરવાનો રહેશે.
  • પછી જે તે અધિકારીને તે સોંપી દેવાનું રહેશે.
  • જ્યારે પણ બેંક અથવા તો કૃષિ કાર્યાલય દ્વારા અરજી ફોર્મ એપ્રૂવ કરવામાં આવશે તેના પછી ખેડૂતને પ્રીમિયમની ચુકવણી કરવાની રહેશે.
  • હવે ખેડૂતને પીએમ ફસલ બીમા પોલિસી મળી જશે.

Read More

  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana
  • Namo Laxmi Yojana 2024: ગુજરાત બજેટમાં જાહેરમાં બહાર પાડી નમો લક્ષ્મી યોજના, રાજયની 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ

Leave a Comment