PM Kisan E KYC Camp: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 16 માં આપતા ની સહાય મેળવવા માટે, કરવું પડશે E KYC, સરકારે કર્યું શિબિરનું આયોજન

PM Kisan E KYC Camp: નમસ્કાર મિત્રો, ગરીબ અને પછાત વર્ગના નાગરિકો માટે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે બાળકો માટે મહિલાઓ માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે સૌથી મોટી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂત નાગરિકોને ત્રણ હપ્તામાં વાર્ષિક ₹6,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે. યોજના વિશેની એક નવી અપડેટ બહાર આવી છે જેના વિશે અમે તમને જણાવીશું.

ફક્ત આ ખેડૂતોને મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સહાય

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 હપ્તા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે હવે 16મો હપ્તો આપવામાં આવશે. અને એવામાં સરકાર દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવેલ છે કે જે ખેડૂતોનું આ યોજનામાં E KYC પ્રક્રિયા પૂર્ણ કરેલા છે તેમને જ આ યોજનાના 16 માં હપ્તાની સહાય મળશે.

આ કારણે નહીં મળે 16 માં હપ્તાની રકમ

તમને જણાવી દઈએ કે આ યોજના માટેની એક નવી માહિતી બહાર આવી છે. જે ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મેળવવા ઈચ્છે છે તો તેમને આ યોજનાના 16 માં હપ્તાની સહાય મેળવતા પહેલા E KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. અને જો ખેડૂત તેઓ આ યોજનાની ઇ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરતા નથી તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

Read More

  • કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન: PM Svanidhi Yojana 2024
  • PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

ઇ કેવાયસી માટે શિબિરનું આયોજન

 સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઇ કેવાયસી પ્રક્રિયા કરવા માટે 25 ફેબ્રુઆરી 2024 સુધી એક વિશે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિર નું આયોજન ગ્રામ્ય ક્ષેત્રે કરવામાં આવશે જેના કારણે સમગ્ર દેશના ખેડૂતો પોતાની ઇ કેવાયસી પ્રક્રિયા કરવા માટે આ શિબિર નો લાભ લઈ શકે છે. અને તેની સાથે આધાર કાર્ડ લિંક કરવું અને જમીનના દસ્તાવેજો નું વેરિફિકેશન કરવું આ શિબિરમાં આયોજન કરેલ છે.

શિબિર વિશે માહિતી 

જો તમે ગુજરાત રાજ્યમાં રહો છો તો તમે 12 ફેબ્રુઆરીથી લઈ 21 ફેબ્રુઆરી સુધી ગુજરાત રાજ્યના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમા ઇ કેવાયસી, જમીનનો દસ્તાવેજી કરણ અને આધાર કાર્ડ વેરિફિકેશન કરવા માટે સરકાર દ્વારા એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે જેમાં દરેક ખેડૂત મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. જો તમને પણ કોઈ સમસ્યા હોય તો તમારા ગામમાં આ શિબિરનું આયોજન થશે ત્યાં જઈ તમે તમારી મુશ્કેલી નું સમાધાન મેળવી શકો છો.

Read More

  • PM fasal Bima Yojana 2024: સરકાર દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, ખેડૂતો પણ કરાવી શકશે પોતાના પાકનું ઇન્સ્યોરન્સ
  • આ સ્કીમમાં તમને દર મહિને પૂરા 5000 રૂપિયા મળશે-Pension Yojana 2024

Leave a Comment