PMKVY certificate download: આ રીતે ડાઉનલોડ કરો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના સર્ટિફિકેટ

PMKVY certificate download: ભારતના પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવતી આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી અને તેના અંતર્ગત યુવાન નાગરિકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. જેના કારણે દેશનો તમામ નાગરિક પ્રશિક્ષણ મેળવીને તેનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે.

અને તે નાગરિકોને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ પ્રશિક્ષણ એટલે કે કોર્સ મેળવવા પર પ્રમાણપત્ર/ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

આ સર્ટિફિકેટ દ્વારા તેઓ રોજગાર મેળવી શકે છે અને તેમને સરળતા રહે છે. આ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સર્ટિફિકેટ ને તે યુવા વ્યક્તિ ઓનલાઈન માધ્યમમાં ડાઉનલોડ કરી શકે છે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ મળતું પ્રશિક્ષણ

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સર્ટિફિકેટ ત્યારે આપવામાં આવે છે જ્યારે યુવા વ્યક્તિ આ યોજના અંતર્ગત પ્રશિક્ષણ મેળવે. આ યોજના હેઠળ યુવાન વ્યક્તિને કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ફૂડ પ્રોસેસિંગ હેન્ડીક્રાફ્ટ ફર્નિચર અને ફીટીંગ જેમ્સ અને જુલરી લેધર ટેકનોલોજી વગેરે સાથેના 40 ક્ષેત્રોમાં પ્રશિક્ષણ આપવામાં આવે છે.

યુવા વ્યક્તિ આ યોજનામાં પોતાની ઈચ્છા અને કૌશલ્યતા મુજબ 3 મહિના 6 મહિના અને 1 વર્ષ માટે રજીસ્ટ્રેશન કરીને પ્રશિક્ષણ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ભારત દેશનો કોઈપણ વર્ગનો યુવા વ્યક્તિ રજીસ્ટ્રેશન કરીને પ્રશિક્ષણ મેળવી શકે છે. અને આ યોજના હેઠળ કોઈપણ પ્રકારની ફી ભરવા વગર પ્રશિક્ષણ અને સર્ટિફિકેટ મેળવી શકે છે. અને આ સર્ટિફિકેટ દ્વારા જે ક્ષેત્ર માટે યોગ્ય છે તે માટે નોકરી મેળવવા સહાયતા મળશે અને સરળતાથી રોજગારનો અવસર પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સર્ટિફિકેટ ડાઉનલોડ પ્રક્રિયા

જે કોઈ યુવા વ્યક્તિએ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ પ્રશિક્ષણ મેળવ્યું છે તો તે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને સર્ટિફિકેટ મેળવી શકે છે.

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં લોગીનના વિકલ્પને પસંદ કરો.
  • અહીં યુઝર આઇડી અને પાસવર્ડ દાખલ કરો.
  • હવે સ્ક્રીન પર complete Course ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારી સામે એક નવું છે જેમાં રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી સબમિટ ક્લિક કરો.
  • હવે તમારી સામે click here to download PMKVY નો વિકલ્પ આવશે તેના પર દબાવો.
  • તમારી સામે તમારું સર્ટિફિકેટ આઈ જશે જેની પ્રિન્ટ આઉટ કાઢીને સંભાળીને રાખો.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના લાભ

  • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના નો ઉપયોગ કોઈપણ રાજ્ય હેઠળ જરૂર જ પડતા કરવામાં આવે છે.
  • તમારી યોગ્યતાના આધારે પ્રશિક્ષણ મેળવ્યા બાદ જે સર્ટીફીકેટ મળે છે તેનો ઉપયોગ કરીને નોકરી તેમજ રોજગાર મેળવવામાં સહાયતા થશે.
  • આ સર્ટિફિકેટ દ્વારા તમે જો નોકરી માટે અરજી કરશો તો તમને ઝડપથી નોકરી મળવાની સંભાવના વધી જાય છે.
  • આ સર્ટીફીકેટ તમારો કૌશલ્ય અને યોગ્યતા નું પ્રમાણ છે જેના કારણે તમને નોકરી તેમજ રોજગાર મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

PMKVY certificate download- click here 

Leave a Comment