પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ઓનલાઇન એપ્લાય | Pradhanmantri Jan aushadhi Kendra 2024

Pradhanmantri Jan aushadhi Kendra 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ સાયન્સમાં અભ્યાસ કરેલો છે અને ડી . ફાર્મા કે બી ફાર્મા કરેલું છે. અને આગળ હવે પોતાનું જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગો છો. તો આજનો આ લેખ તમારા માટે છે.

આજના આ લેખમાં અમે તમને પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર 2024 માટે નોંધણી કેવી રીતે કરવી તે વિશે સમજાવીશું તેથી આ લેખને અંત સુધી વાંચો. અને આવી જ અન્ય સરકારી યોજના વિશેની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Pradhanmantri Jan aushadhi Kendra online apply 2024

અમારા આજના આ લેખમાં તમામ વાચકો સ્વાગત કરીએ છીએ જો તમે પણ પોતાનું જન ઔષધી કેન્દ્ર ખોલવા ઇચ્છતા હોય તો અમે તમને આજે 2024 માં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે સમજાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

અને તેની સાથે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર કઈ રીતે લેવાનું છે અને તેને કઈ રીતે ખોલવું અને તે માટે જરૂરી દસ્તાવેજ વિશેની પણ માહિતી આપીશું.

આયોજક પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર
લેખનું નામ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ઓનલાઇન એપ્લાય 2024
લેખનો વિષય પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર કેવી રીતે ખોલવું ? 
અરજી ફી મહિલા ઉદ્યમી, દિવ્યાંગ,Sc ST, નિવૃત્ત કાર્યકર્તા માટે મફતબીજા વર્ગ માટે – ₹5,000
અરજી પ્રક્રીયા ઓનલાઇન

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર- પાત્રતા

 • અરજી કરનાર વ્યક્તિગત ઉમેદવાર બી ફાર્મા અથવા ડી ફાર્મા કરેલું હોવું જોઈએ. અરજી કરતી વખતે તેનો પુરાવો જોઈશે.
 • જો કોઈ સંસ્થા પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા અરજી કરે છે તો તેને પણ બી ફાર્મા કેડી ફાર્મા કરેલું હોય તે વ્યક્તિને જ નોકરી પર રાખી શકશે.

Read More-

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર માટે અરજી કરવાની જરૂરિયાત

 • પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે અરજદાર પાસે જગ્યા હોવી જરૂરી છે. અને આ જગ્યા લિઝ એગ્રીમેન્ટ અથવા સ્પેસ અલોટમેન્ટ લેટર દ્વારા સમર્થિત હોવી જોઈએ.
 • ઉમેદવાર પાસે ફાર્માસિસ્ટ તરીકેનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
 • જો અરજી કરનાર ઉમેદવાર કોઈ મહિલા ઉદ્યમી, કોઈ દિવ્યાંગ વ્યક્તિ એસી એસટી કોઈ નિવૃત્ત થયેલ સૈનિક તો તે હિમાલય ટાપુ પ્રદેશ અને ઉત્તર પૂર્વ દિશાના રાજ્યોમાં અરજી કરવા પાત્ર છે. અરજદારે અરજી કરતી વખતે પોતાની જાતિ કે વર્ગ નો ઉલ્લેખ કરવો જરૂરી છે.
 • એકવાર અરજી કરનાર અરજદાર પોતાની જાતિ કે વર્ગ પસંદ કરી લે પછી તેને ભવિષ્યમાં ફેરબદલી કરી શકાશે નહીં.
 •  ઉમેદવારે એ બાબત ધ્યાનમાં રાખવી કે એકવાર અરજી કરતી વખતે અરજી ફી ભરાઈ ગયા બાદ તેને પાછી આપવામાં આવશે નહીં.
 • નવી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ની મંજૂરી આપતી વખતે નીચે જણાવેલ અંતર નીતિનું અવલોકન કરવામાં આવશે.
  • સમગ્ર જિલ્લાઓમાં બે નવા કેન્દ્ર વચ્ચે લઘુતમ 1 km નું અંતર જાળવવું જોઈએ.
  • જો 100 મીટરના અંતરમાં જિલ્લાની સરકારી હોસ્પિટલો અને 500 મીટરના અંતરમાં પ્રાઇવેટ હોસ્પિટલ હોય તો તે વિસ્તારમાં જન ઔષધી કેન્દ્ર ની મંજૂરી આપવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર જરૂરી દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • જાતિનું પ્રમાણપત્ર
 • ફાર્માસિસ્ટ તરીકેનું સર્ટિફિકેટ
 • પાછળના ત્રણ વર્ષનું ITR
 • છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ

Read More-

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર અરજી પ્રક્રિયા

 • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
 • તેના હોમપેજ પર એપ્લાય ફોર કેન્દ્ર નો વિકલ્પ મળશે તેને પસંદ કરો.
 • હવે તમારી સામે નવું પેજ ખુલશે તેમાં Click Here To Apply નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
 • તમારી સામે નવું પેજ ખુલશે તેમાં  Not Registered with PMBI/PMBJP ? Register Now નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો
 • તેના પછી નવા પેજ પર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
 • હવે ધ્યાનપૂર્વક તેમાં જણાવેલ માહિતીને વાંચી અને ભરો.
 • તમને તમારો નવો આઈડી અને પાસવર્ડ મળશે.
 • આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગીન કરવું પડશે.
 • હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ છે તેને ધ્યાનપૂર્વક વાંચી માહિતી ભરો.
 • તેમાં જણાવેલ તમામ દસ્તાવેજ ને સ્કેન કરીને અપલોડ કરો.
 • છેલ્લે સબમિટના બટન પર ક્લિક કરો.
 • અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Official website – Click Here 

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top