વાજપાઇ બેન્કેબલ યોજના 2024 | Shri Vajpayee Bankable Yojana 2024, લોનપરની સબસિડી- ₹60,000 થી ₹1,25,000 સૂધી 

Shri Vajpayee Bankable Yojana 2024: ગુજરાત રાજ્યના અલગ અલગ 26 વિભાગો દ્વારા જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે આજે આપણે એના એક વિભાગની યોજના વિશે ચર્ચા કરીશું.

કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનર કચેરી દ્વારા ઘણી બધી યોજનાઓ નું સંચાલન કરવામાં આવે છે. જેમાં જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના ગ્રામ ઉદ્યોગ વિકાસ કેન્દ્ર પતિ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના વગેરે યોજનાનો સમાવેશ થાય છે.

જેમાં માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ અને માનવ ગરિમા યોજના માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ પણ બનાવવામાં આવ્યા છે. આજે આપણે આ લેખમાં જે યોજના વિશે વાત કરીશું તે યોજનાનું નામ છે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના.

શિક્ષિત હોય તેમ છતાં બેરોજગાર હોય તેવા યુવાનોને યુવતીઓને રોજગાર આપવા માટે આ યોજનાની શરૂઆત કરી છે.

Shri Vajpayee Bankable Yojana 2024

કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગર મારફતે આ યોજનાનું સંચાલન કરવામાં આવે છે. આ એક લોન યોજના છે અને તેમા સ્વરોજગાર મેળવવા માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે અને તેના માટે ફાઇનાન્સ વિભાગ દ્વારા એક નવા પોર્ટલની શરૂઆત કરવામાં આવેલ છે.

વિભાગ કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનરી કચેરી, ગાંધીનગર
યોજનાનું નામ શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના
લાભાર્થી ગુજરાત રાજ્યના પાટ ધરાવતા તમામ વર્ગના વ્યક્તિઓ
લોનની રકમ રૂપિયા 8 લાખ સુધી
લોનપરની સબસિડી ₹60,000 થી ₹1,25,000 સૂધી 
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://blp.gujrat.gov.in/  
Shri Vajpayee Bankable Yojana 2024

Read More

  • Drone didi Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, મહીલા ડ્રોન પાયલોટને મળશે ₹15,000 પગાર 
  • (ફોર્મ) ગાય સહાય યોજના 2024 | Gay Sahay Yojana Gujarat 2023

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના ઉદ્દેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્યમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના શિક્ષિત હોય તેવા યુવાન અને યુવતીઓ તથા દિવ્યાંગો ને સ્વરોજગારની તક મળે અને તે માટે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા કુટીર ઉદ્યોગને આગળ વધારવા પ્રસારણ મળે તેવો છે.

રાજ્યના તમામ વ્યક્તિઓ પોતાનો વ્યવસાય શરૂ કરે અને પોતે આત્મ નિર્બળ બને તે માટે ખૂબ જ ઓછા દરે લોન આપવા આ શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ની શરૂઆત કરવામાં આવી છે.

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના લોનની રકમ

જે કોઈ કોઈપણ વ્યક્તિને ઉદ્યોગ માટે( Industries Sector), સેવા માટે ( Service Sector) કે પછી વેપાર કરવા માટે( Business Sector) લોન ની જરૂર હોય તો તેને આ યોજના દ્વારા ₹8,00,000 ની મહત્તમ મર્યાદાની લોન આપવામાં આવે છે.

કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશનરી કચેરી ગાંધીનગર દ્વારા આ ત્રણ ક્ષેત્રોમાં લોનની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

લોન પર સહાય

કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી ગુજરાત દ્વારા જુદા જુદા વર્ગના લાભાર્થીઓ માટે જુદો જુદો સહાયનો દર નક્કી કરેલ છે.

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સામાન્ય વર્ગના લાભાર્થીઓ માટે 25% અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માજી સૈનિક તથા મહિલાઓ અને 40 % કે તેથી વધુ દિવ્યાંગ હોય તેવા વ્યક્તિઓ માટે 40% લોન ની સહાય આપવામાં આવશે.

શહેરી વિસ્તારમાં રહેતા સામાન્ય વર્ગના લાભાર્થી માટે 20% અને અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ તથા માજી સૈનિક/મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓ માટે 30% લોનની સહાય આપવામાં આવશે.

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના સબસીડી

જે કોઈ લાભાર્થી ઉદ્યોગ ક્ષેત્ર માટે લોનની મદદ મેળવે છે તો તેને રૂપિયા 1,25,000 ની સબસીડી આપવામાં આવશે જો કોઈ સર્વિસ ક્ષેત્ર માટે લોનની સહાય મેળવે છે તો તેને રૂપિયા એક લાખ સુધીની સબસીડી આપવામાં આવશે તથા વ્યાપાર ક્ષેત્રમાં કોઈ લોન મેળવે છે તો તેને રૂપિયા 60000 સબસીડી આપવામાં આવે છે.

આ વ્યવસાય માટે લોન આપવામાં આવશે 

ક્ષેત્ર નું નામસંખ્યા
વ્યાપાર પ્રકારના ધંધાઓ53
સેવા પ્રકારના વ્યવસાય51
અન્ય ઉદ્યોગ23
ચર્મોદ્યોગ6
ઇલેક્ટ્રિકલ્સ ઉદ્યોગ18
ગ્લાસ અને સીરામીક ઉદ્યોગ6
ડેરી ઉદ્યોગ5
ખનીજ આધારિત ઉદ્યોગ9
જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ7
હસ્તકલા ઉદ્યોગ18
ખાદ્ય પદાર્થ ઉદ્યોગ18
પ્લાસ્ટિક ઉદ્યોગ22
ખેત પેદાસ આધારિત ઉદ્યોગ10
પેપર પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ઉદ્યોગ12
ટેક્સટાઇલ ઉદ્યોગ32
કેમિકલ અને કોસ્મેટિક ઉદ્યોગ42
એન્જિનિયરિંગ ઉદ્યોગ53
395

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થીએ ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવેલું હોવું જોઈએ.
  • તેની ન્યૂનતમ ઉમર 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષ હોવી જોઈએ.
  • લાભાર્થીને જે કાર્ય માટે લોન મેળવવી હોય તેને અનુસંધાનમાં સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ માસની પ્રશિક્ષણ કે તાલી મેળવેલ હોવી જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થા માંથી એક મહિના માટેની પ્રશિક્ષણ કે તાલી મેળવેલી હોય તો પણ યોજનાનો લાભ લઇ શકે છે.
  • યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિક હોય તો પણ લઈ શકે છે.
  • આ યોજના દ્વારા લાભાર્થી વાજપાઈ બેન્કેબલ યોજના બેંક ની યાદી જેમકે સહકારી બેંક, પબ્લિક સેન્ટર બેંક, ખાનગી બેંક તથા રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા લોન લઈ શકે છે.
  • અન્ય વિભાગ દ્વારા આવી કોઈ યોજનાનો લાભ લીધેલ હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં.

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો
  • શૈક્ષણિક લાયકાત ની છેલ્લી માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જાતિનું પ્રમાણપત્ર
  • 40% કે તેથી વધારે દિવ્યાંગ લાભાર્થીઓને માટે દિવ્યાંગતા નું પ્રમાણપત્ર
  • તાલીમ લીધી હોય તેનું પ્રમાણપત્ર
  • નક્કી કરેલ વ્યવસાય ની જગ્યાનો આધાર પુરાવો
  • વીજળીનો વપરાશ કરવાનો હોય તો ઈલેક્ટ્રીસીટી બિલ

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનામાં ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલ છે.
  • તેના હોમપેજ પર બેન્કેબલ લોન રજીસ્ટ્રેશન ના વિકલ્પ પર ક્લિક કરો.
  • જો પહેલા આ પોર્ટલ પર નોંધણી કરેલ ના હોય તો રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
  • અહીં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી તમારો લોગીન આઈડી અને પાસવર્ડ મેળવો.
  • હવે રજીસ્ટ્રેશન કર્યા પછી સીટીઝન લોગીન ના વિકલ્પોને પસંદ કરો.
  • તેમાં તમારો આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
  • હવે ન્યુ એપ્લિકેશનના બટન ને ક્લિક કરો.
  • હવે તમારે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના ના વિકલ્પોને પસંદ કરો.
  • હવે અરજી ફોર્મ માં આપેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી ભરો.
  • હવે  સ્કીમ ડિટેલ્સ, પ્રોજેક્ટ ડિટેલ્સ બિઝનેસ ડીટેલ તથા ફાયનાન્સ રિક્વાયર્ડ વગેરે માહિતી ભરો.
  • હવે બાકીની માહિતી ભરી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • હવે તેમાં જણાવેલ જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • આમ તમારું અરજી ફોર્મ ભરાઈ જશે.

Shree Vajpayee Bankable Yojna Oficial website – click here 

Important links

Leave a Comment