Business idea: આવો ધંધો જે ક્યારેય બંધ નહીં થાય, બજારમાં સતત માંગ રહે છે, દર મહિને સારી કમાણી થાય છે

Business idea: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ રોજિંદા જીવનમાં એક નાનકડી વસ્તુ છે જે ઘણી ઉપયોગમાં આવે છે જ્યારે ઘર બનાવવું હોય ફર્નિચર બનાવવું હોય બોક્સ બનાવવા હોય અથવા તો એવી ઘણી બધી વસ્તુઓ બનાવવાની હોય છે જેમાં ખીલીનો ઉપયોગ થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન નવી નવી વસ્તુઓ બનતી રહે છે તેના કારણે તેની ડિમાન્ડ હંમેશા રહે છે અને આજે કારણે ખીલી બનાવવાનો નાનો ધંધો શરૂ કરવા ની ઈચ્છા ધરાવતા દરેક વ્યક્તિ માટે એક સારો કમાણી કરવાનો ઓપ્શન છે.

અમે તમને આજે આ લેખ દ્વારા એક નાનકડા બિઝનેસ આઈડિયા વિશે માહિતી આપીશું તેને તમે કેવી રીતે શરૂ કરી શકો છો અને કેવી રીતે આગળ સફળતાપૂર્વક વધી શકો છો.

ખીલી બનાવવાનો બિઝનેસ : Business idea

ખીલી બનાવવાની સમગ્ર પ્રોસેસમાં જુદી જુદી મશીનરી નો ઉપયોગ કરીને સ્ટીલના તારને જુદા જુદા આકાર આપીને ખીલી બનાવવામાં આવે છે. મોટેભાગે ઉપયોગમાં લેવાતી ખીલી નો આકાર 1 ઇંચ, 2 ઇંચ અને 4 ઇંચ સુધી હોય છે. ખીલી બનાવવાની સમગ્ર પ્રક્રિયા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે.

  • કટીંગ: એક મશીન હોય છે જેના પર કન્વેયર બેલ્ટ લગાડી હોય છે અને તેના પર સ્ટીલના તાર રાખેલા હોય છે જેને આ મશીન નાના નાના ટુકડા કરે છે. અને તારને નાખવા માટે આ મશીનમાં ઓટોમેટીક ફીડર હોય છે.
  • આકાર આપવો: ટુકડા કરેલ ખીલીઓને પછી તેનો આકાર આપવા માટે તેને દબાવે અથવા તો હથોડા વાળી મશીનમાં પસાર કરવામાં આવે છે જેના કારણે ખીલીને પકડવામાં સરળતા રહે છે.
  • પોલીશ કરવી: અને હવે છેલ્લે આ ખીલીને લાકડાના પાવડર અથવા તો અન્ય બીજી ઘર્ષણ આપે તેવી વસ્તુઓથી ભરવામાં આવેલ પોલિસીંગ ડ્રામા નાખવામાં આવે છે જેના કારણે ખીલી પર લાગેલો કાટ નીકળી જાય છે અને ખીલી એકદમ લીસી અને ચમકદાર બને છે.

તેના પછી મશીનમાં છેલ્લે ખીલીને નાખીને તેને ગરમ કરવામાં આવે છે જેના કારણે તે મજબૂત બને છે.

ખીલી બનાવવા જરૂરી કાચો માલ 

ખીલી બનાવવા માટે તમારે સૌ પ્રથમ જુદી જુદી જાડાઈ ધરાવતા સ્ટીલના તાર જોઈશે. તમે જે આકારની ખીલી બનાવવા ઇચ્છતા હોય તે પ્રમાણેનો સ્ટીલનો તાર જોઈશે. ખીલી બનાવવા માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતા તાર ગ્રેડ માઇલ્ડ સ્ટીલ અને હાર્ડ કાર્બન સ્ટીલ છે.

તેમજ ખીલીની પોલીશિંગ માટે તમારે લાકડાનો વેર નારિયેળની છાલ એલ્યુમિનિયમ ઓક્સાઈડ વગેરે પદાર્થો અથવા તો પાવડર ની જરૂર પડશે.ઉત્પાદન કરેલી ખીલી ને પ્રતિ કિલો કાચા માલની જરૂરિયાત લગભગ 40 થી 50 રૂપિયા હશે.

Read More

  • Business idea: 5 રૂપિયામાં બનાવો અને 15 રૂપિયામાં વેચો, લોકોમાં છે જબરદસ્ત ઉત્સાહ, જાણો શું છે તેમાં ખાસ
  • Business idea: તે 7000-8000 રૂપિયામાં વેચાય છે, તે તમને 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે.

ખીલ્લી બનાવવા માટે જરૂરી મશીનરી 

  • કટીંગ મશીન: આ મશીન એ સ્ટીલના તારને નાના નાના ટુકડામાં કાપી નાખે છે આ મશીન ની કિંમત લગભગ 1 થી 2 લાખ રૂપિયા છે.
  • આકાર આપવાની મશીન: આ મશીન એ ખેલીને દબાવવા માટે અથવા તો તેને ઠપકારવા માટે અને ખીલીને તેના ઉપરના ભાગે આકાર આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ મશીન ની કિંમત 1,00,000 થી 1.5 લાખ હોય છે.
  • પોલિસીંગ મશીન : આ મશીનમાં લાકડાનો વેર અથવા તો ઘર્ષણ વાળો પાવડર હોય છે. જે ખીલીને ચમક આપે છે આ મશીન ની કિંમત 50000 થી 1,00,000 હોય છે.

તેમજ તમારે કેટલાક બીજા અન્ય મશીનરીની પણ જરૂર પડી શકે છે. જેમકે દબાવવાની મશીન જનરેટર, ભટ્ટી અને કોલિંગ સિસ્ટમ. ખીલી બનાવવાનું વ્યવસાય શરૂ કરવા માટે તમારે લગભગ 3 થી 5 લાખ રૂપિયાની મશીનરી ની જરૂર પડશે.

કેટલી થશે કમાણી 

ખીલી બનાવવાનો નાનો વ્યવસાય શરૂ કરવા માટે તમારે વધારે કોઈ મોટી જગ્યાની જરૂર પડશે નહીં.

જગ્યા: આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે લગભગ પંદરસો વર્ગ ફૂટ એક ઉપરથી ટાંકેલી હોય તેવી જગ્યા ની જરૂર પડશે. ત્યાં વીજળીનું કનેક્શન હોય અને હવાની અવરજવર માટે પણ જગ્યા રાખેલી હોય. તમે આ યુનિટને શહેરના નજીકના વિસ્તારમાં સ્થાપિત કરી શકો છો જેના કારણે તમારે કારીગરો મળી રહે.

કારીગર: તમારે ફક્ત 4 માણસોની જરૂર પડશે. 2 માણસો સામાન ને ઉઠાવવા અને પેકિંગ કરવા માટે,1 એ મશીન ઓપરેટર અને પ્રોડક્શન જોવા માટે અને એક સુપરવાઇઝર.

પ્રોડક્શન અને પ્રોફિટ : ઉપર જણાવેલ મશીન નો ઉપયોગ કરીને તમે એકદમ સરળતાથી પ્રતિ કલાક 70 થી 75 kg ખીલીનું ઉત્પાદન કરી શકો છો. એટલે કે દિવસના આઠ કલાકમાં તમે 600 કિલો ઉત્પાદન કરી શકો છો. જેમાં કાચા માલ સાથે ઉત્પાદનનો ખર્ચ અંદાજે રૂપિયા 50 પ્રતિ કિલોગ્રામ રહેશે. જેને તમે બજારમાં તૈયાર કરીને રૂપિયા 60 થી 70 પ્રતિ kg વેચી શકો છો જેમાં તમને 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નફો મળે છે. જો તમે મહિનામાં 15000 ખીલીઓનું ઉત્પાદન કરું છું તો તમે માસિક 1.5 લાખથી 3 લાખ રૂપિયા નો પ્રોફિટ કમાઈ શકો છો.

સરકાર પણ કરશે મદદ: સરકારના MSME પ્રોગ્રામ દ્વારા ખીલી બનાવનાર નાના વ્યવસાય ને લોન અને સબસીડી યોજનાઓનો લાભ પણ મળી શકે છે.

  • PMEGP Loan: અહીં તમને 15 થી 35% સબસીડી મળે છે.
  • Mudra loan: આ યોજના દ્વારા તમને વ્યવસાય કરવા માટે કોઈપણ પ્રકારની ગેરંટી વગર રૂપિયા 10 લાખ સુધીની લોન મળે છે.

અને તમારે ફક્ત સ્ટાર્ટઅપ બિઝનેસ રજીસ્ટ્રેશન ની જરૂરિયાત પડશે અને કોઈપણ પ્રકારના લાયસન્સ ની જરૂર પડશે નહીં.

શું થશે ખીલીના ઉદ્યોગમાં ફાયદો ? 

  • સતત ડિમાન્ડમાં હોય છે આ બિઝનેસ
  • રોકાણ રૂપિયા 5 લાખથી પણ ઓછું
  • દસ રૂપિયાથી 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામનુ પ્રોફિટ માર્ગીન માર્જીન 
  • વધારે કેપેસિટી માટે આગળ વધારી શકાય.
  • લોન અને સબસીડીસ દ્વારા સરકારની મળશે મદદ.

Read More

  • Farmer Good News: ખેડૂતો માટે સારા સમાચાર! હવે કોઈપણ વિભાગ ખેડૂતોને લાકડા વહન કરતા રોકી શકશે નહીં, આ પાસ કરાવો 
  • Fadu Business idea 2024: ફક્ત એક નાનકડી મશીનથી રોજના કમાઓ ₹3 થી 4 હજાર

Leave a Comment