UPI transaction 2024: આ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલી મેળવવો વાર્ષિક ₹7500 નું કેશબેક

UPI transaction: નમસ્કાર મિત્રો, આજના ટેકનોલોજી ના યુગમાં આપણા સમગ્ર દેશભરમાં કેશ પેમેન્ટ એટલે કે રોકડ લેવડદેવડ ની સરખામણીમાં ફોન પે, ગુગલ પે નો વધારે ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. અને એક બાજુ નાગરિકો યુપીઆઈ દ્વારા ટ્રાન્જેક્શન કરવું સેફ માને છે. જો તમે પણ ઓનલાઇન યુપીઆઈ ટ્રાન્જેક્શન કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે આ બેંક યુપીઆઈ ટ્રાન્જેક્શન કરવા પર વાર્ષિક ₹75,00 નુ કેસબેક આપે છે.

કઈ બેંક આપશે કેશબેક ? 

જો તમે ઓનલાઇન યુપીઆઈ ટ્રાન્જેક્શન કરો છો તો તેના પર તમે કેશબેકનો લાભ પણ મેળવી શકો છો. થોડાક સમય પહેલા એક પ્રાઇવેટ બેંક ડીસીબી ( DCB Bank) એ એક હેપી સેવિંગ એકાઉન્ટ ( Happy Saving Account) ની શરૂઆત કરી છે. અને જો તમે આ બેંકમાં સેવીંગ એકાઉન્ટ ખોલો છો તો તમે તેના પર વાર્ષિક 7,500 નું કેશબેક મેળવી શકો છો.

મિનિમમ યુપીઆઈ ટ્રાન્જેક્શન

ડીસીબી બેંકની હેપી સેવિંગ એકાઉન્ટ માં વાર્ષિક 7,500 ના કેશબેક નો ફાયદો મેળવવા માટે તમારે ઓછામાં ઓછા રૂપિયા 500નુ મિનિમમ ટ્રાન્જેક્શન કરવું પડશે. જેમાં તમને ત્રિમાસિક ટ્રાન્જેક્શનના આધારે કેશબેક આપવામાં આવશે. એક ત્રીમાસિક પૂર્ણ થયા પછી કેશબેક ની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવામાં આવશે.

એવરેજ ક્વોટરલી બેલેન્સ ₹ 10 હજાર જરૂરી

ડીસીબી બેંકમાં તમે સેવિંગ એકાઉન્ટ ઓપન કરી વાર્ષિક 7,500 નું કેશબેક મેળવી શકો છો. એટલે કે તમે દર મહિને રૂપિયા 625 નું કેશબેક મેળવી શકો છો. ડીસીબી બેંકમાં હેપી સેવિંગ એકાઉન્ટ માટે મિનિમમ એવરેજ કવોટરલી બેલેન્સ ₹10,000 હોવું જરૂરી છે. અને તેમાં કેશબેક રિપોર્ટ મેળવવા માટે તમારા બેન્ક એકાઉન્ટમાં ઓછામાં ઓછા ૨૫ હજાર રૂપિયા બેલેન્સ રાખવું જરૂરી છે.

તમામ કસ્ટમરને થશે લાભ

ડીસીબી બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલનાર તમામ ગ્રાહકો આનો ફાયદો મેળવી શકે છે. જે ગ્રાહકો એ આ બેંકમાં પહેલેથી ખાતું ખોલેલું છે તેઓ પોતાના સેવિંગ એકાઉન્ટની હેપી સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ કરી શકે છે. ડીસીબી બેંકના આ ખાસ એકાઉન્ટ સાથે તમને અનલિમિટેડ ફ્રી આરટીજીએસ, આઇએમપીએસ, એનઈએફટી વગેરે સુવિધાઓ પણ મળશે. અને તમે ડીસીબી બેંકના કોઈપણ એટીએમથી એકદમ મફતમાં અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

Read More

  • Supreme Court Decision for Loan EMI: લોન ની રકમની સમયસર ચુકવણી ના કરી હોય તેવા વ્યક્તિઓ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો 
  • Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની પર્સનલ લો

Leave a Comment